Space science
ટૉમ્બો કે ક્લાઇડ વિલિયમ ટૉમ્બાહ
ટૉમ્બો કે ક્લાઇડ વિલિયમ ટૉમ્બાહ (જ. 4 ફેબ્રુઆરી 1906, સ્ટ્રીટર, ઇલિનોઇસ, યુ.એસ.; અ. 17 જાન્યુઆરી 1997, મેસિલ્લા પાર્ક, ન્યૂ મૅક્સિકો) : પ્લૂટોનો શોધક, અમેરિકી ખગોળશાસ્ત્રી. પિતાની વાડીમાં પડેલાં યંત્રોના ભંગારમાંથી ટૉમ્બોએ 23 સેમી.નું એક ટેલિસ્કોપ બનાવીને આકાશનિરીક્ષણ ચાલુ કરી દીધું હતું. નાની વયે ટૉમ્બો ખગોળ તરફ આકર્ષાયા હતા. ખગોળનો આ…
વધુ વાંચો >ટૉલેમી પ્રણાલી
ટૉલેમી પ્રણાલી (Ptolemaic system) : ઈસુની બીજી સદીમાં થયેલા ગ્રીસના સૌથી વધુ પ્રભાવશાળી ખગોળશાસ્ત્રી ટૉલેમીએ રજૂ કરેલી ભૂકેન્દ્રીય વિશ્વપ્રણાલીનો સિદ્ધાંત. સૂર્ય, ચંદ્ર અને ગ્રહોની આકાશમાં દેખાતી ગતિઓને સમજાવી શકે અને ભવિષ્યમાં એ બધા પિંડો આકાશમાં ક્યાં હશે તે સંબંધી માહિતી આપી શકે તેવો સિદ્ધાંત, વાદ કે મૉડલ. પ્રાચીન ગ્રીક લોકો…
વધુ વાંચો >ટ્રાન્ઝિટ ઉપગ્રહો
ટ્રાન્ઝિટ ઉપગ્રહો : અમેરિકાની નૌનયન (navigation) ઉપગ્રહ નામની શ્રેણીનો ઉપગ્રહ. પ્રથમ ટ્રાન્ઝિટ ઉપગ્રહ 13 એપ્રિલ, 1960ના રોજ પ્રક્ષેપિત કરવામાં આવ્યો. ત્યારપછી બીજા ઘણા ટ્રાન્ઝિટ ઉપગ્રહો અંતરિક્ષમાં તરતા મૂકવામાં આવ્યા. આ શ્રેણીના બધા ઉપગ્રહ લગભગ 1100 કિમી.ની ઊંચાઈએ ધ્રુવીય વર્તુળાકાર ભ્રમણકક્ષામાં પૃથ્વીની પ્રદક્ષિણા કરતા હતા. દરેક ટ્રાન્ઝિટ ઉપગ્રહ દ્વારા દર બે…
વધુ વાંચો >ટ્રોજન લઘુગ્રહો
ટ્રોજન લઘુગ્રહો (trojan asteroids) : ગુરુની કક્ષામાં આવેલા, લઘુગ્રહો. તેનાં બે જૂથ છે. આ પૈકીનું એક જૂથ ગુરુની આગળ અને બીજું એટલા જ અંતરે, એટલે કે 60o, પાછળ રહીને ગુરુની સાથે સાથે સૂર્યની પ્રદક્ષિણા કરે છે. લઘુગ્રહનાં આ બંને જૂથ જે સ્થાન પર આવેલાં છે તેમને ‘લગ્રાન્જ બિંદુઓ’ કહે છે.…
વધુ વાંચો >ડિસ્કવરર ઉપગ્રહો
ડિસ્કવરર ઉપગ્રહો (Discoverer satellites) : લશ્કરી ઉપયોગ માટેના અમેરિકાના પ્રથમ શ્રેણીના ઉપગ્રહો. 1950ના અંતભાગમાં અમેરિકન વાયુસેના માટે ઉપગ્રહો દ્વારા ઉપયોગી લશ્કરી માહિતી ગુપ્ત રીતે મેળવવા માટે અમેરિકાએ ડિસ્કવરર નામના ઉપગ્રહો બનાવવાનો કાર્યક્રમ શરૂ કર્યો. એજીના નામના રૉકેટના સૌથી ઉપરના તબક્કાને, કૅમેરા અને ઉચ્ચ વિભેદન-માપ માટેની પ્રકાશીય વ્યવસ્થાથી સુસજ્જ કરીને, તેનો…
વધુ વાંચો >ડીપ સ્પેસ નેટવર્ક
ડીપ સ્પેસ નેટવર્ક : સૌર મંડળમાં સૂર્યની પ્રદક્ષિણા કરતાં તથા ગહન અંતરિક્ષમાં ફરતાં બધાં જ સ્વયંસંચાલિત વૈજ્ઞાનિક અંતરિક્ષયાનો માટેનું, ભૂમિ-સ્થિત સંદેશાવ્યવહાર અને પથશોધન માટેનું તંત્ર. અંતરિક્ષયાનને અમુક ગ્રહ તરફ તેના નિર્ધારિત ભ્રમણપથમાં મૂકવામાં આવે, પછી થોડા સમયમાં જ ‘ડીપ સ્પેસ નેટવર્ક’ની કામગીરી શરૂ થાય છે. આ તંત્ર, ત્રણ બહુ-ભૂમિમથકોનું સંકુલ…
વધુ વાંચો >તેજકવચ
તેજકવચ (photosphere) : સૂર્યની ફરતે ર્દશ્યમાન સપાટી. વાસ્તવમાં તેજકવચ કોઈ નક્કર સપાટી નથી, પરંતુ 300 કિ. મી. જાડાઈનો ઘટ્ટ વાયુનો સ્તર છે, જેના તળિયાનું તાપમાન 9000° સે. છે અને ટોચનું તાપમાન 4,300° સે. છે, જ્યાં એ રંગકવચ (chromosphere) સાથે ભળી જાય છે. પૃથ્વી પર મળતો સૂર્યનો લગભગ બધો જ પ્રકાશ…
વધુ વાંચો >તેરેશ્કોવા, વેલેન્ટિના
તેરેશ્કોવા, વેલેન્ટિના (જ. 6 માર્ચ 1937, તુતેવશ્કી, સોવિયેત યુનિયન) : વિશ્વની, પૂર્વ સોવિયેત સંઘની તથા રશિયાની પ્રથમ મહિલા અંતરીક્ષયાત્રી. 16 જૂન, 1963ના રોજ વોસ્ટોક-6 અંતરીક્ષયાનમાં તેણે અંતરીક્ષયાત્રા શરૂ કરી અને 71 કલાકમાં પૃથ્વીની 48 પ્રદક્ષિણા પૂરી કરીને, ત્રણ દિવસ પછી, 19 જૂન, 1963ના દિવસે પૃથ્વી પર સુરક્ષિત સફળ ઉતરાણ કર્યું.…
વધુ વાંચો >ત્રિ-કોષીય સિદ્ધાંત
ત્રિ-કોષીય સિદ્ધાંત (Tricellular Theory) : પૃથ્વીની સપાટી તથા ઊંચાઈ પરના પવનોની દિશાનું અર્થઘટન કરવા માટે તથા અગાઉના એક-કોષીય સિદ્ધાંતમાં સુધારા કરવા માટે પ્રતિપાદિત કરવામાં આવેલો સિદ્ધાંત. પૃથ્વી પર મળતી સૂર્યની ગરમીનો જથ્થો (budget) તપાસવાથી જણાય છે કે વિષુવવૃત્તીય પ્રદેશો સાહજિક રીતે ગરમી મેળવે છે અને ધ્રુવીય પ્રદેશો સાહજિક રીતે ગરમી…
વધુ વાંચો >ત્સિયોલ્કૉવસ્કી, કૉન્સ્ટાન્ટિન એડવાર્ડૉવિચ
ત્સિયોલ્કૉવસ્કી, કૉન્સ્ટાન્ટિન એડવાર્ડૉવિચ (જ. 17 સપ્ટેમ્બર 1857, ઇમેવ્સ્કોય; અ. 19 સપ્ટેમ્બર 1935, કાલુગા) : વૈમાનિકી અને અંતરિક્ષઉડ્ડયનવિદ્યાના ક્ષેત્રમાં (Aeronautics and Astronautics) રશિયાનો સંશોધક વિજ્ઞાની. રૉકેટ અંતરિક્ષ સંશોધન તથા વાત સુરંગ(wind tunnel)ના વિકાસમાં તથા તેનો ઉપયોગ કરીને વાયુગતિશાસ્ત્રીય અભ્યાસ કરવામાં અગ્રેસર હતો. અંતરિક્ષ પ્રવાસ માટે રૉકેટના ઉપયોગ અંગેના સૈદ્ધાંતિક પ્રશ્નો હલ…
વધુ વાંચો >