Space science

‘સર્વેયર’ અંતરીક્ષયાન શ્રેણી

‘સર્વેયર’ અંતરીક્ષયાન શ્રેણી : ચંદ્રની ધરતી પર હળવેથી ઉતરાણ કરી શકે તે પ્રકારનાં અમેરિકાનાં માનવ-વિહીન અંતરીક્ષયાનોની શ્રેણી. આ શ્રેણીમાં કુલ સાત અંતરીક્ષયાનો હતાં. દરેક યાન ધીમી ગતિથી ઉતરાણ કરી શકે તે માટે તેમાં ઊર્ધ્વ-રૉકેટોનો ઉપયોગ કરવામાં આવતો હતો તથા યાન સ્થિરતાથી ધરતી પર રહી શકે તે માટે તેમાં પાયા અને…

વધુ વાંચો >

સંવર્ધિત અંતરીક્ષયાન પ્રમોચક વાહન (ASLV)

સંવર્ધિત અંતરીક્ષયાન પ્રમોચક વાહન (ASLV) : ભારતના પ્રથમ ઉપગ્રહ પ્રમોચન વાહન (Satellite Launch Vehicle  SLV-3)ની ક્ષમતા વધારીને તૈયાર કરવામાં આવેલું પ્રમોચક વાહન (Augmented Satellite Launch Vehicle  ASLV). ઉપગ્રહ પ્રમોચન વાહન (SLV3) 40 કિગ્રા. વજનના ઉપગ્રહને પૃથ્વીની નજીકની લંબ-વર્તુળાકાર કક્ષામાં પ્રક્ષેપિત કરવાની ક્ષમતા ધરાવતું હતું. તેની સરખામણીમાં ‘સંવર્ધિત અંતરીક્ષયાન પ્રમોચક વાહન’…

વધુ વાંચો >

સાં માર્કો અંતરીક્ષ-મથક

સાં માર્કો અંતરીક્ષ–મથક : કેન્યા(આફ્રિકા)ના કિનારાથી દૂર 5 કિમી.ના અંતરે 3° દ.અ., 40° પૂ.રે. પર હિંદી મહાસાગરમાં આવેલું ઉપગ્રહ-પ્રમોચન-મંચ (platform). આ મંચ મૂળ એક તેલના કૂવાનું માળખું (oil-rig) હતું, જેને પ્રમોચન-મંચના રૂપમાં તબદીલ કરવામાં આવ્યું હતું. સમુદ્રના રેતાળ તળિયામાં લોખંડના 20 પાયા (સ્તંભો) ખોડીને આ મંચ તૈયાર કરવામાં આવ્યો છે.…

વધુ વાંચો >

સી-સૅટ (sea sat)

સી–સૅટ (sea sat) : સમુદ્રના સર્વેક્ષણ માટે 27 જૂન 1978ના રોજ પ્રક્ષેપિત કરવામાં આવેલો અમેરિકાનો માનવરહિત ઉપગ્રહ. સી-સૅટ ઉપગ્રહનું કાર્ય 99 દિવસો સુધી ચાલ્યું હતું. એ સમય દરમિયાન પૃથ્વી ફરતાં તેનાં દરરોજનાં 14 પરિભ્રમણ પ્રમાણે, દર 36 કલાકે પૃથ્વી પરના સમુદ્રની સપાટીના લગભગ 96 % ભાગનું સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું.…

વધુ વાંચો >

સુનીતા વિલિયમ્સ

સુનીતા વિલિયમ્સ (જ. 19 સપ્ટેમ્બર 1965, યુલ્વીડ, ઓહાયો, અમેરિકા) : અવકાશમાં સૌથી વધારે લાંબા સમય સુધી રહેવાનો મહિલાનો વિક્રમ (2007) પ્રસ્થાપિત કરનાર ભારતીય મૂળની અમેરિકન અવકાશયાત્રી. તેમના પૈત્રિક વંશનું મૂળ ગુજરાતના મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ઝુલાસણ નામના એક નાનકડા ગામમાં છે; કારણ કે તેમના ડૉક્ટર પિતા દીપક પંડ્યાનો જન્મ આ…

વધુ વાંચો >

સુપરસૉનિક ક્રૂઝ મિસાઇલ

સુપરસૉનિક ક્રૂઝ મિસાઇલ : ભારત અને રશિયાના સંયુક્ત સહકારથી વિકસાવવામાં આવેલ અને ભારતીય નૌકાદળ અને હવાઈ દળમાં વર્ષ 2001માં દાખલ કરવામાં આવેલ અત્યંત પ્રબળ પ્રક્ષેપાસ્ત્ર. તે ‘ક્રૂઝ’ પ્રકારનું મિસાઇલ છે જે પીજે-10 તરીકે ઓળખવામાં આવે છે. એની શક્તિ એટલી પ્રચંડ છે કે તે બ્રહ્માસ્ત્રની લઘુઆવૃત્તિ ગણાય છે. અવાજ કરતાં પણ…

વધુ વાંચો >

સેટર્ન પ્રમોચનયાન

સેટર્ન પ્રમોચનયાન : અમેરિકાના અંતરીક્ષ કાર્યક્રમ અંતર્ગત માનવીના ચંદ્ર પરના ઉતરાણ અંગેની ‘ઍપોલો’ યોજના માટે વિકસાવવામાં આવેલાં બે કે ત્રણ તબક્કાવાળાં પ્રમોચક વાહનોની શ્રેણી. પહેલી શ્રેણીનું સેટર્ન-I બે તબક્કાવાળું હતું અને ઍપોલો અંતરીક્ષયાનના પરીક્ષણ માટેના પ્રાયોગિક નમૂના અને અન્ય માનવરહિત અંતરીક્ષયાનોને કક્ષામાં મૂકવા માટે વિકસાવવામાં આવ્યું હતું. તેનું પહેલું પ્રમોચન…

વધુ વાંચો >

સેલ્યુટ

સેલ્યુટ : અંતરિક્ષમાં મહિનાઓ જેટલા લાંબા સમય સુધી તેની કક્ષામાં રહી શકે તેવાં સોવિયેટ રશિયાનાં અંતરિક્ષ-મથકોની શ્રેણીમાંનું કોઈ પણ એક અંતરિક્ષ-મથક. સેલ્યુટ અંતરિક્ષ-મથકોમાં વૈજ્ઞાનિક પ્રયોગશાળા તથા અંતરિક્ષયાત્રીઓને રહેવા માટે વ્યવસ્થા હતી. દુનિયાના સૌપ્રથમ અંતરિક્ષયાત્રી યુરી ગેગેરીનના મૃત્યુ બાદ તેને ‘સલામ’ આપવા માટે સોવિયેટ રશિયાના અંતરિક્ષ-મથકનું નામ ‘સેલ્યુટ’ (Salyut) રાખવામાં આવ્યું…

વધુ વાંચો >

સોયુઝ (Soyuz)

સોયુઝ (Soyuz) : સોવિયેત સંઘના સ-માનવ અંતરીક્ષ યાનોની શ્રેણી. ‘સોયુઝ’નો અર્થ મેળાપ અથવા મિલન (union) થાય છે. લાંબા સમય સુધી એક કરતાં વધારે યાત્રીઓ તેમાં રહીને અંતરીક્ષમાં વૈજ્ઞાનિક અને ઇજનેરી વિષયનાં સંશોધનો કરી શકે તથા અંતરીક્ષમાં તેની કક્ષાનું નિયંત્રિત રીતે પરિવર્તન કરીને અન્ય યાન સાથે જોડાણ કરી શકે તે હેતુ…

વધુ વાંચો >

સૌર જ્યોતિ (solar facula)

સૌર જ્યોતિ (solar facula) : સૂર્યના વિસ્તારો, જેની તેજસ્વિતા તેની આજુબાજુના તેજકવચ(photosphere)ના વિસ્તારોની સરખામણીમાં લગભગ દસ ટકા જેટલી વધારે હોય તેવા વિસ્તારો મોટે ભાગે સૌરકલંકોની સીમાની નજીક દેખાતા હોય છે અને સામાન્ય ફોટોગ્રાફમાં જોઈ શકાય છે. સૂર્યના પરિસર ઉપર સૌર પ્રદ્યુતિક તેજસ્વી વાદળાં જેવાં સ્પષ્ટ દેખાતાં હોય છે અને સૂર્યના…

વધુ વાંચો >