Sociology
સક્સેના, આર. એન. (રામનરેશ સક્સેના)
સક્સેના, આર. એન. (રામનરેશ સક્સેના) (જ. 12 જૂન 1909, લખીમપુર, ખેરી, ઉત્તરપ્રદેશ) : સમાજશાસ્ત્રના અધ્યાપક. તેમણે લખનૌમાંથી શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. સક્સેનાએ એમ.એ. (1932); પીએચ.ડી. (1937) અને ડી.લિટ.(1947)ની પદવી લખનૌ યુનિવર્સિટીમાંથી મેળવી હતી. ભારતના વિદ્વાન સમાજવૈજ્ઞાનિકો જેવા કે રાધાકમલ મુખરજી, ડી. પી. મુખરજી, ધીરેન્દ્રનાથ મજમુદાર વગેરે પાસેથી તેમણે શિક્ષણ મેળવ્યું…
વધુ વાંચો >સગપણ-સંબંધ
સગપણ–સંબંધ (Kinship) : વ્યક્તિઓ વચ્ચેના કૌટુંબિક સંબંધ કે સંબંધોને ઘનિષ્ઠ બનાવતી મજબૂત ગાંઠ. આવા સંબંધો બે રીતે પ્રસ્થાપિત થાય છે. એક તો લોહીના જોડાણથી અને બીજું લગ્ન કે અન્ય જોડાણથી. બંને સ્વરૂપના સંબંધો ધરાવનારા સભ્યોમાં સ્પષ્ટ તફાવત હોય છે. અર્થાત્ લોહીના સંબંધોનું માધ્યમ જૈવકીય (biological) છે; દા.ત., પિતા-પુત્ર. તેઓ વચ્ચે…
વધુ વાંચો >સતી
સતી : મૃત પતિની પાછળ તેની જ ચિતામાં બળી મરનાર સ્ત્રી. અગાઉ લોકોમાં માન્યતા હતી કે જે સ્ત્રી સતી થાય તે તેત્રીસ કરોડ વર્ષ સુધી પોતાના પતિ સાથે સ્વર્ગનું સુખ ભોગવે છે અને આ મુદત પૂરી થયે ઉત્તમ કુળમાં જન્મીને એ જ પતિ પ્રિયતમને પરણે છે. સતી થનારી સ્ત્રી કપાળમાં…
વધુ વાંચો >સત્યપ્રકાશ
સત્યપ્રકાશ : જુઓ કરસનદાસ મૂળજી
વધુ વાંચો >સદવિચાર પરિવાર
સદવિચાર પરિવાર : સમાજસેવાની વિવિધ પ્રવૃત્તિઓ કરતું એક બિનસરકારી સંગઠન. ગુજરાત તેની સ્વૈચ્છિક સેવાસંસ્થાઓ થકી ઊજળું છે. જીવદયાના પ્રભાવી મૂલ્યવાળી સમાજરચનામાં કેટલાક ‘વૈષ્ણવજનો’એ આ મૂલ્યને ઉજાગર કરવાનું મિશન સ્વીકાર્યું અને પોતપોતાની રીતે પ્રવૃત્તિઓ શરૂ કરી. શરૂમાં વ્યક્તિગત રીતે થતું કામ વિસ્તરતું ગયું તેમ તેમ સંસ્થાકીય સ્વરૂપ બંધાતું ગયું. વૈષ્ણવજનના વિચારદેહ…
વધુ વાંચો >સમજાવટ (અં. persuation, counselling)
સમજાવટ (અં. persuation, counselling) : તાર્કિક રજૂઆત વડે અન્ય વ્યક્તિને કંઈક કરવા માટે કે માનવા માટે પ્રેરવી તે. જો અન્ય વ્યક્તિ સમક્ષ પોતાના વિચારો રજૂ કરતી વખતે એક કરતાં વધારે ખ્યાલોને પરસ્પર સુસંગત રીતે વ્યક્ત કરવામાં આવે તો એ વિચારો કે ખ્યાલો એ વ્યક્તિને ગળે ઊતરી જાય છે. પરિણામે એ…
વધુ વાંચો >સમસ્થાનિકતા (sympatry)
સમસ્થાનિકતા (sympatry) : જાતિ-ઉદ્ભવન(speciation)ની ઘટના સમજાવતું એક સૈદ્ધાંતિક મૉડેલ. વિસ્થાનિકતા(allopatry)ની વિરુદ્ધ સમસ્થાનિક જાતિ-ઉદ્ભવન પામતી જાતિઓ પર્વત કે નદી જેવા ભૌગોલિક અવરોધ દ્વારા અલગ પડતી નથી. સમસ્થાનિક જાતિ-ઉદ્ભવન પામતી વસ્તી સામાન્યત: એક જ પ્રદેશમાં વસવાટ ધરાવે છે. શરૂઆતથી જ સમસ્થાનિક જાતિ-ઉદ્ભવનની પરિકલ્પના વિવાદાસ્પદ રહી છે. 1980 સુધી પ્રયોગનિર્ણીત (empirical) પુરાવાઓને અભાવે…
વધુ વાંચો >સમાજ (society)
સમાજ (society) : સામાજિક સંબંધોનું ગુંફન. સામાજિક સંબંધોની અટપટી વ્યવસ્થા કે જેમાં માનવ સમાજ-જીવન જીવે છે, તે સમાજ છે; પરંતુ એક વાત સ્પષ્ટ છે કે કેટલાક માનવેતર જીવો પણ સમાજ-જીવન જીવે છે. આમ તો જીવસૃદૃષ્ટિના ઉદ્ભવની સાથે સમાજ અને સમાજ-જીવન ઉત્ક્રાન્ત થયાં છે. માનવનું સમાજ-જીવન એ જીવસૃદૃષ્ટિના વિકાસનો એક તબક્કો…
વધુ વાંચો >સમાજકલ્યાણ
સમાજકલ્યાણ : સમાજના કોઈ સમુદાયની વ્યાધિકીય સ્થિતિમાં સુધારો લાવવાની દિશામાં વ્યક્તિગત અથવા સાર્વજનિક સંસ્થાઓ દ્વારા કરવામાં આવતા વ્યવસ્થિત પ્રયાસો. ‘એનસાઇક્લોપીડિયા બ્રિટાનિકા’ અનુસાર સમાજકલ્યાણ એ કાયદાની એવી પદ્ધતિ છે જેના દ્વારા સરકાર સંરક્ષણ – સુરક્ષા આપીને પોતાના નાગરિકોને સામાજિક-આર્થિક કલ્યાણ બક્ષે છે. યુનાઇટેડ નૅશન્સે આધુનિક રાજ્યની કલ્યાણપ્રવૃત્તિઓને માનવ-અધિકારો સાથે જોડીને ઘોષણા…
વધુ વાંચો >