Sindhi literature

સાધુ નવલરામ

સાધુ નવલરામ (જ. 1848, હૈદરાબાદ, સિંધ; અ. 1893) : સિંધી કેળવણીકાર, સમાજસુધારક અને સિંધમાં નવજાગૃતિના પ્રણેતા. તેઓ સાધુ હીરાનંદના વડીલ બંધુ હતા. વિદ્યાર્થીકાળથી જ તેઓ સામાજિક સુધારાના આદર્શ સાથે સાદગીભર્યું જીવન જીવતા. સ્નાતક થતાંની સાથે તેમણે સામાજિક પ્રવૃત્તિઓમાં ઝંપલાવ્યું. તે વખતે સિંધમાં શિક્ષણનો પ્રસાર નહિવત્ હતો અને કન્યા કેળવણી પ્રત્યે…

વધુ વાંચો >

સામતાણી ગુનો દયાલદાસ

સામતાણી, ગુનો દયાલદાસ [જ. 13 જુલાઈ 1934, હૈદરાબાદ, સિંધ (હાલ પાકિસ્તાન); અ. 1997] : સિંધીના અદ્યતન વાર્તાકાર અને નવલકથાકાર. તેમને તેમના બીજા વાર્તાસંગ્રહ ‘અપરાજિતા’ (1970) બદલ 1972ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ પ્રાપ્ત થયો હતો. તેમનો જન્મ શિક્ષિત અને સાહિત્યિક ભૂમિકા ધરાવતા પરિવારમાં થયો હતો. દેશના વિભાજન બાદ તેઓ મુંબઈ…

વધુ વાંચો >

‘સામી’ ચૈનરાય બચોમલ

‘સામી’, ચૈનરાય બચોમલ (જ. 1743, શિકારપુર, સિંધ; અ. 1850, શિકારપુર) : ખ્યાતનામ સિંધી કવિ. તેમનો જન્મ ધનાઢ્ય વેપારી પરિવારમાં થયો હતો. તેમણે તેમના શ્લોકો અથવા કાવ્યોમાં સિંધી ‘બેત’ રૂપે વૈદિક બોધને ઘરગથ્થુ ભાષામાં ઉતાર્યો છે. તેઓ શેઠ ટિંડનમલાનીના એજન્ટ તરીકે પંજાબ સુધી માલ વેચવા જતા હતા. તેમાં તેમના સિદ્ધાંત પ્રમાણે…

વધુ વાંચો >

સિંધી નસ્ર જી તારીખ (1968)

સિંધી નસ્ર જી તારીખ (1968) : મંઘારામ ઉધારામ મલકાણી(1896)નો સિંધી ગદ્યનો ઇતિહાસ. 1853થી 20મી સદીમાં 1947ના ભારતના વિભાજન સુધીના સિંધી ગદ્યસાહિત્યની પ્રગતિ અને પ્રવૃત્તિઓનો સવિસ્તર અહેવાલ તેમાં સંગૃહીત છે. તે ગ્રંથને 1969ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ મળ્યો હતો. તેમાં પ્રકાશિત નવલિકા, નવલકથા, નાટક, એકાંકી, વિવેચન, નિબંધ, સાહિત્યિક પત્રકારત્વ વિભાગોનો…

વધુ વાંચો >

સિંધી ભાષા અને સાહિત્ય

સિંધી ભાષા અને સાહિત્ય સિંધી ભાષા ઇન્ડો-આર્યન કુળની, મૂળ તો સિંધ વિસ્તારની, 150 લાખ લોકો દ્વારા પાકિસ્તાન અને ભારત – એમ બે દેશોમાં બોલાતી ભાષા. સિંધીભાષી લોકોના 80 % પાકિસ્તાનના સિંધ અને લાસા-બલૂચિસ્તાન વિસ્તારમાં વસે છે. સિંધી બોલતા લગભગ 30 લાખ લોકો ભારતમાં છે. તેમાંનો  ભાગ ગુજરાતના કચ્છસૌરાષ્ટ્ર અને રાજસ્થાનના…

વધુ વાંચો >

સિંધી સાહિત્ય સોસાયટી (1914)

સિંધી સાહિત્ય સોસાયટી (1914) : સિંધી સાહિત્યની એક પ્રકાશન-સંસ્થા. 19મી સદીના ઉત્તરાર્ધમાં અને 20મી સદીના પ્રારંભમાં શિક્ષણનો પ્રસાર અને નવજાગૃતિના મંડાણના ફલસ્વરૂપે સાહિત્ય-નિર્માણની પ્રવૃત્તિએ વેગ પકડ્યો. રાષ્ટ્રીય અસ્મિતા અને સ્વપિછાણ પ્રત્યે પ્રબુદ્ધ સમુદાય જાગ્રત બન્યો. સિંધના પૌરાણિક ઇતિહાસ તેમજ સાંસ્કૃતિક વારસાને જાળવી રાખવા સિંધી સાહિત્ય, સાપ્તાહિકો, માસિકો અને ગ્રંથોનાં પ્રકાશનનો…

વધુ વાંચો >

સુખડી (1905)

સુખડી (1905) : સિંધી લેખક કેવળરામ સલામતરાય અડવાણી(જ. 1809)નો વાર્તાસંગ્રહ. સરકારી સેવામાંથી નિવૃત્ત થયા પછી તેમણે વિવિધ ધર્મો અને સાહિત્ય વિશે અભ્યાસ કર્યો. 1864થી 1870ના 7 વર્ષના ટૂંકા ગાળામાં તેમણે સિંધીમાં 3 ગ્રંથો આપ્યા : ‘ગુલ’ (‘ફ્લાવર્સ’); ‘ગુલુશકર’ (‘મિક્સચર ઑવ્ રૉઝ પેટલ્સ ઍન્ડ સુગર’) અને ‘સુખડી’ (‘એ પ્રેઝન્ટ’). આ ત્રણેય…

વધુ વાંચો >

સુરાહી (1963)

સુરાહી (1963) : સિંધી કવિ લેખરાજ કિશનચંદ ‘અઝીઝ’ રચિત કાવ્યસંગ્રહ. આ કૃતિને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો 1966ના વર્ષનો પુરસ્કાર મળ્યો હતો. ‘અઝીઝ’નો જન્મ 1904માં સિંધ(હવે પશ્ચિમ પાકિસ્તાનમાં)માં જમીનદાર કુટુંબમાં થયો હતો. યુવાવસ્થામાં જ તેમણે કાવ્યલેખનનો પ્રારંભ કર્યો. ઉત્તરોત્તર રસ પડતો જવાથી તેમણે અરબી છંદોરચનાશાસ્ત્ર પર પ્રભુત્વ મેળવી લીધું. વ્યવસાયે તેઓ શિક્ષક…

વધુ વાંચો >

સુર્ખ ગુલાબ સરહાખ્વાબ (1980)

સુર્ખ ગુલાબ સરહાખ્વાબ (1980) : સિંધી કવિ પ્રભુ છુગાણી ‘વફા’(જ. 1915)નો ‘પંજકડી’ એટલે 5 કડીઓવાળા પ્રયોગાત્મક કાવ્યનો સંગ્રહ. પંજકડાની પ્રથમ ચાર કડીઓમાં વિચારની વિશદ રજૂઆત થાય છે. પાંચમી કડીમાં પ્રથમ કડીનું પુનરાવર્તન હોય છે. આ પાંચેય કડીઓમાં દરેક પંક્તિ 16 માત્રાની હોય છે. પંજકડામાં કવિ સત્ય, ભલાઈ, સુંદરતા તથા સ્વાધીનતા,…

વધુ વાંચો >

સે સભુ સંધિયમ્ સહાસેન (1987)

સે સભુ સંધિયમ્ સહાસેન (1987) : સિંધી લેખક મોતીપ્રકાશ (જ. 1931) રચિત પ્રવાસકથા. આ કૃતિને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો 1988ના વર્ષનો પુરસ્કાર મળ્યો છે. દેશના વિભાજનમાં 37 વર્ષ પછી 1984માં લેખક, તેમનાં પત્ની અને તેમના મિત્ર મોહન ગેહાની માતૃભૂમિ સિંધની મુલાકાતે જાય છે. તેમાંથી આ પ્રવાસકથા સર્જાઈ છે. આ કૃતિમાં તત્કાલીન…

વધુ વાંચો >