Sculpture
કુરાત્સુકુરી તોરી
કુરાત્સુકુરી, તોરી (જીવનકાળ : સાતમી સદીનો પૂર્વાર્ધ, જાપાન) : જાપાની શિલ્પીઓની પરંપરામાં પ્રથમ અગ્રિમ શિલ્પી. કુરાત્સુકુરી ચુસ્ત બૌદ્ધ અનુયાયી હતો. ઘોડાની પલાણ પર જરીકામ કરવાની સાથે તે બુદ્ધની કાંસામાંથી પ્રતિમાઓ પણ બનાવતો. સામ્રાજ્ઞી સુઈકો અને પાટવીકુંવર શોટોકુએ તેની પાસે તત્કાલીન જાપાની રાજધાની નારા ખાતે કાંસામાંથી 4.87 મીટર (સોળ ફૂટ) ઊંચું…
વધુ વાંચો >કુશાણ – શિલ્પકલા
કુશાણ – શિલ્પકલા : શક-કુશાણ કાલ (ઈ. સ. રજીથી 4થી સદીનો પૂર્વાર્ધ) દરમિયાન મથુરા, તક્ષશિલા, અમરાવતી અને નાગાર્જુનીકોંડાનો નૂતન કાલાકેન્દ્રો તરીકે વિકાસ થયો. મથુરામાં મથુરા શૈલી, તક્ષશિલા અને ત્યાંથી સ્વાત નદીની ખીણ સુધીના પ્રદેશમાં ગંધારશૈલી અને અમરાવતી તથા નાગાર્જુનીકોંડાના વિસ્તારને આવરી લેતા પ્રદેશમાં વૅંગી(આંધ્ર)શૈલી વિકસી. આ કાલમાં ગુજરાતમાં પણ ગંધાર…
વધુ વાંચો >કૅરો ઍન્થિની
કૅરો ઍન્થિની (જ. 8 માર્ચ 1924, બ્રિટન; અ. 23 ઑક્ટોબર 2013, લંડન) : આધુનિક અલ્પતમવાદી (minimalist) શિલ્પી. લંડનની ‘રૉયલ કૉલેજ સ્કૂલ્સ’માં તેમણે કલાનો અભ્યાસ કર્યો. બીજા વિશ્વયુદ્ધ પછી તેમણે ધાતુનાં સપાટ પતરાં અને ગર્ડરો વડે વિશાળ કદનાં અમૂર્ત શિલ્પ ઘડવા માંડ્યાં, જેમાં ભૌમિતિક આકારો પ્રધાન હોય છે. ‘કન્સ્ટ્રક્ટિવિસ્ટ’ – કલાશૈલીને…
વધુ વાંચો >કૈકેઈ
કૈકેઈ (જ. 1183, જાપાન; અ. 1236, જાપાન) : જાપાનમાં બૌદ્ધ શિલ્પોની પરંપરાની સ્થાપનામાં સૌથી વધુ યોગદાન આપનાર શિલ્પી. પિતા કોકેઈ અને ભાઈ ઉન્કેઈ સાથે જાપાનની પ્રાચીન રાજધાની નારામાં તેણે કોફુકુજી અને ટોડાઇજી મંદિરોમાં બૌદ્ધ શિલ્પો કંડાર્યાં. તેમાં વાસ્તવવાદી અભિગમ સાથે મૃદુતા અને લાવણ્યનો પણ સ્પર્શ જોવા મળે છે. ટોડાઇજી મંદિરમાં…
વધુ વાંચો >કોટેશ્વર (બનાસકાંઠા)
કોટેશ્વર (બનાસકાંઠા) : દાંતા તાલુકામાં અંબાજી અને કુંભારિયા નજીક આવેલું તીર્થસ્થાન. અંબાજીથી 6 કિમી. દૂર કોટેશ્વર 24o 21′ ઉ. અ. અને 72o 54′ પૂ. રે. ઉપર આવ્યું છે. પવિત્ર ગણાતી સરસ્વતી નદી કોટેશ્વર નજીકના ડુંગરામાંથી નીકળી ગૌમુખ દ્વારા કુંડમાં થઈને વહે છે. કુંડ નજીક કોટેશ્વરનું જીર્ણોદ્ધાર કરાયેલું સાદું મંદિર છે.…
વધુ વાંચો >કોરિયાની કળા
કોરિયાની કળા : પૂર્વ એશિયાના કોરિયા દેશની કળા. ઉત્તર પશ્ચિમના પડોશી દેશ ચીન અને પૂર્વના પડોશી દેશ જાપાનના પ્રભાવમાં કોરિયાની કળા વિકસી છે; છતાં કોરિયન કળામાં ચીની કળાની ભવ્યતા તથા પ્રશિષ્ટતા નથી અને જાપાની કળા જેવું શણગાર-તત્વ નથી. કોરિયાની કળામાં સાદગી અને સરળતાનું પ્રમાણ વધુ છે. કોરિયન કળામાં રેખાઓને વધુ…
વધુ વાંચો >કૉર્નેલ જોસેફ
કૉર્નેલ, જોસેફ (જ. 24 ડિસેમ્બર 1903, ન્યૂયૉર્ક; અ. 29 ડિસેમ્બર 1972, ન્યૂયૉર્ક) : આધુનિક અમેરિકન કોલાજ-શિલ્પી. ખોખાંમાં કલાકૃતિઓ સર્જવાનું એમણે આરંભ્યું હતું. 1930 પછી તૈયાર ખોખું લઈ તેમાં કાચની શીશીઓ, પ્લાસ્ટિકનાં અને ધાતુનાં રમકડાં, ફોટોગ્રાફ, ઘડિયાળ આદિ ઉપાર્જિત (ready-made) જણસો ગોઠવીને ખોખાની એક બાજુએથી અપારદર્શક સપાટી હઠાવીને પારદર્શક કાચ ગોઠવીને…
વધુ વાંચો >કોર્વાર શિલ્પ
કોર્વાર શિલ્પ : વાયવ્ય ન્યૂ ગિનીના આદિવાસીઓની પ્રણાલીગત શિલ્પકૃતિઓ. સીધા અને વળાંકયુક્ત ભૌમિતિક આકારો અને ભૌમિતિક રેખાઓનું પ્રભુત્વ આ શિલ્પોમાં જોવા મળે છે. અહીંના આદિવાસીઓના હલેસાના છેડા ઉપર, ટોપા અને મુકુટો ઉપર તેમજ રોજિંદા વપરાશની બીજી ચીજો ઉપર આવાં શિલ્પ કોતરેલાં જોવા મળે છે. નિતંબ નીચે પાની દાબીને ઉભડક હાલતમાં…
વધુ વાંચો >કૉલોમ્બે મિશે
કૉલોમ્બે, મિશે (Colombe Michel) (જ. આશરે 1430, બ્રિટાની, ફ્રાંસ; અ. આશરે 1512, તૂ, ફ્રાન્સ) : ફ્રાંસના છેલ્લા ગૉથિક શિલ્પી. એમના જીવનની કોઈ માહિતી ઉપલબ્ધ નથી. નાન્તે કેથીડ્રલમાં બ્રિટાનીના રાજા ફ્રાંસ્વા બીજા અને તેની પત્ની માર્ગરિતની કબર પર કૉલોમ્બેએ ચાર મૂર્તિઓ કંડારી છે, જે ચાર મૂલ્યોની પ્રતીકાત્મક રજૂઆત કરે છે સત્ય,…
વધુ વાંચો >ક્રાફ્ટ ઍડમ
ક્રાફ્ટ, ઍડમ (Craft, Adam) (જ. આશરે 1455થી 1460, નર્નબર્ગ, જર્મની; અ. 1508 કે 1509, શ્વેબેખ, જર્મની) : પ્રસિદ્ધ જર્મન ગૉથિક શિલ્પી. ભાવવાહી માનવ-આકૃતિઓ કંડારવા માટે તેઓ જાણીતા છે. એમના જીવન અંગે જૂજ માહિતી મળે છે. ‘ક્રાઇસ્ટ્સ પેશન’ (1490) તથા ‘રિઝરેક્શન’ (1492) એમની શ્રેષ્ઠ શિલ્પરચનાઓ ગણાય છે. વળી નર્નબર્ગ ખાતે સેંટ…
વધુ વાંચો >