Religious mythology
જીવ
જીવ : ભારતીય દર્શનોનાં કેન્દ્રભૂત ત્રણ વિચારણીય પ્રધાન તત્વો – ઈશ્વર, જીવ અને જગત – એમાંનું એક. જીવ એટલે વ્યક્તિગત ચૈતન્ય (individual soul). તે અંતરાત્મા (inner self) કે દેહાત્મા (embodied soul) પણ કહેવાય છે. તે અહંપ્રત્યયગોચર એટલે કે ‘હું’ એવી પ્રતીતિનો વિષય છે. કોઈ દર્શનમાં તેને પરમ ચૈતન્ય કે પરબ્રહ્મનું…
વધુ વાંચો >જીવ ગોસ્વામી
જીવ ગોસ્વામી (ઈ. સ. 1513 અથવા 1523+) : ગૌડ સંપ્રદાયના પ્રવર્તકોમાંના એક. ચૈતન્ય મહાપ્રભુ તથા રૂપ ગોસ્વામીના તેઓ સમકાલીન હતા. તેમનો જન્મ શક સંવત 1435 અથવા 1445માં પોષ સુદ ત્રીજના રોજ થયો હતો. તેમના પિતાનું નામ વલ્લભ હતું. તેઓ બાકલાચંદ્ર દ્વીપ, ફતેયાબાદ તથા રામકિલગ્રામમાં નિવાસ કરતા હતા. વલ્લભના મોટા ભાઈ…
વધુ વાંચો >જુડા
જુડા : ખ્રિસ્તી ધર્મગ્રંથ બાઇબલના જૂના કરારમાં ઉલ્લેખ્યા પ્રમાણે જૅકબ અને લીહના ચોથા પુત્ર. તેમનો જીવનવૃત્તાંત બાઇબલના પ્રથમ ગ્રંથ ઉત્પત્તિખંડ(Genesis)માં છે. બાઇબલમાંની ઘટનાઓના વિવરણની શરૂઆત ઉત્પત્તિખંડથી થાય છે અને પશ્ચિમના ધર્મો તેને ઈશ્વરના વચન તરીકે સ્વીકારે છે. ઇઝરાયલના 12 પૈકીના એક કબીલાના પિતામહ તરીકે જુડાની ગણના થાય છે અને તેથી…
વધુ વાંચો >જુહૂ બ્રહ્મજાયા
જુહૂ બ્રહ્મજાયા : ઋગ્વેદની એક ઋષિકા. તેણે દસમા મંડળના 107મા સૂક્તનું દર્શન કર્યું છે. સૂક્તના નિર્દેશ અનુસાર તે બૃહસ્પતિની પત્ની હતી. આ સૂક્તના આરંભમાં કહ્યું છે કે સૃષ્ટિના આરંભમાં સર્જનહારે ઉગ્ર તપ કરી ઋતનું દર્શન કર્યું અને તદનુસાર સર્વપ્રથમ જલનું સર્જન કર્યું. સૂક્તમાં એક અનુશ્રુતિનો પણ નિર્દેશ છે કે ‘‘સહુથી…
વધુ વાંચો >જૂપિટર
જૂપિટર : પ્રાચીન રોમ અને ઇટાલીના મુખ્ય દેવ. તેનો અર્થ ‘તેજસ્વી’ થાય છે. તેમનું સૌથી પ્રાચીન નામ-વિશેષણ ‘પ્રકાશ લાવનાર’ હતું. આકાશ ઉપરાંત તે વરસાદ, વીજળી અને ગર્જનાના પણ દેવ હતા. દુષ્કાળ નિવારવા અને વરસાદ લાવવા માટે તેમની પૂજા કરી બલિ તરીકે સફેદ બળદ આપવામાં આવતો. સમગ્ર ઇટાલીમાં ટેકરીઓના શિખરે અને…
વધુ વાંચો >જેસુઇટ સંઘ
જેસુઇટ સંઘ : લોયોલાના સંત ઇગ્નાસ દ્વારા સ્થાપિત, ખ્રિસ્તી ધર્મના કૅથલિક યા સનાતની સંપ્રદાયમાં નવચેતન રેડવામાં મોટો ફાળો આપનાર ‘ઈસુ સંઘ’ નામના પાદરીઓનો સંઘ. 1540માં સ્થપાયેલ આ સંઘના સાધુઓ દુનિયાભરમાં શિક્ષણ, ધર્મ અને માનવસેવાનાં કાર્યો કરે છે. ખ્રિસ્તી ધર્મના સ્વીકૃત સંન્યાસી- જીવનરીતિની આ સંઘ કાયાપલટ કરે છે. ઈશ્વરના મહત્તર મહિમાર્થે…
વધુ વાંચો >જૈન આગમસાહિત્ય
જૈન આગમસાહિત્ય : મૂલ વૈદિક શાસ્ત્રો જેમ ‘વેદ’ કહેવાય છે, બૌદ્ધ શાસ્ત્રો જેમ ‘પિટક’ કહેવાય છે તેમ જ જૈનશાસ્ત્રો ‘શ્રુત’, ‘સૂત્ર’ કે આગમ કહેવાય છે. સૂત્ર, ગ્રંથ, સિદ્ધાંત, પ્રવચન, આજ્ઞા, વચન, ઉપદેશ, પ્રજ્ઞાપન, આગમ, આપ્તવચન, ઐતિહ્ય, આમ્નાય અને જિનવચન એ બધાયે ‘આગમ’ના પર્યાયવાચી શબ્દો છે. આપ્તનું વચન તે આગમ. જૈનર્દષ્ટિએ…
વધુ વાંચો >જૈન કર્મસાહિત્ય
જૈન કર્મસાહિત્ય : કર્મવાદને લગતું વિપુલ જૈન સાહિત્ય. ભારતીય તત્વજ્ઞાનની ત્રણે મુખ્ય ધારા — વૈદિક, બૌદ્ધ અને જૈન પરંપરા — ના સાહિત્યમાં કર્મવાદનો વિચાર કરાયો છે. વૈદિક અને બૌદ્ધ સાહિત્યમાં કર્મ સંબંધી વિચાર એટલો ઓછો છે કે તેમાં કર્મવિષયક કોઈ વિશેષ ગ્રંથ નજરે પડતો નથી. તેનાથી ઊલટું, જૈન સાહિત્યમાં કર્મ…
વધુ વાંચો >જૈન ધર્મ
જૈન ધર્મ જૈન આગમો અને બૌદ્ધ ત્રિપિટકોના આધારે જણાય છે કે પ્રાચીન ભારતમાં મૂળ બે ધર્મપરંપરાઓ હતી – બ્રાહ્મણ પરંપરા અને શ્રમણ પરંપરા. બ્રાહ્મણ પરંપરા એટલે વૈદિક પરંપરા. બ્રાહ્મણ પરંપરામાં અહિંસાની પ્રતિષ્ઠા એટલી બધી ન હતી, જ્યારે શ્રમણ પરંપરામાં અહિંસાની અત્યંત પ્રતિષ્ઠા હતી. બ્રાહ્મણ ધર્મ અંતે સર્વસ્વ ત્યાગ કરનાર ગૃહસ્થને…
વધુ વાંચો >જૈન પુરાણ સાહિત્ય :
જૈન પુરાણ સાહિત્ય : ‘પુરાણ’ એટલે પુરાતન કથાનક. રામાયણ-મહાભારતની કથાઓ અને 63 શલાકાપુરુષો તથા અન્ય મહાપુરુષોનાં ચરિત્રોનો આમાં સમાવેશ થવાથી આ સાહિત્યખંડ અતિવિપુલ અને સમૃદ્ધ બન્યો છે. જૈન મહાકાવ્યોનું વસ્તુ પૌરાણિક હોઈ તે પણ આમાં સમાવિષ્ટ થાય છે. ધાર્મિક સાહિત્ય હોઈ તેમાં આચારોનું પ્રતિપાદન તથા નૈતિક જીવનની ઉન્નતિ અર્થે આદર્શોની…
વધુ વાંચો >