Political science

પાટીલ વસંતરાવ

પાટીલ, વસંતરાવ (જ. 13 નવેમ્બર 1917, કોલ્હાપુર; અ. 1 માર્ચ 1989, કોલ્હાપુર) : મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને અગ્રણી રાજકીય નેતા. ‘વસંતદાદા’ નામથી લાડીલા બનેલા આ નેતાનો જન્મ ખેડૂત કુટુંબમાં થયેલો. પિતાનું નામ બંડૂજી અને માતાનું નામ રુક્મિણીબાઈ. માત્ર સાત ધોરણ સુધીનો અભ્યાસ. 1937માં રાજકારણમાં પ્રવેશ. મહાત્મા ગાંધીની હાકલ પર 1940ના…

વધુ વાંચો >

પાટીલ, શિવરાજ

પાટીલ, શિવરાજ (જ. 12 ઑક્ટોબર, 1935, ચાકુર ગામ, લાતુર જિલ્લો, મહારાષ્ટ્ર; અ. 12 ડિસેમ્બર, 2025, લાતુર, મહારાષ્ટ્ર) : ભૂતપૂર્વ ભારતીય ગૃહ મંત્રી, લોકસભાના ભૂતપૂર્વ અધ્યક્ષ અને 1980ના દાયકામાં કેન્દ્રીય સંરક્ષણમંત્રી. કૉંગ્રેસના પીઢ રાજકારણી હોવાની સાથે પાંચ દાયકાથી વધારે સમય રાજકારણમાં સક્રિય રહ્યા હતા. 1980થી 2004 સુધી લાતુર સંસદીય બેઠક પરથી…

વધુ વાંચો >

પાટીલ સદોબા કન્હોબા

પાટીલ, સદોબા કન્હોબા (જ. 14 ઑગસ્ટ 1900, માલવણ, જિ. રત્નાગિરિ, મહારાષ્ટ્ર; અ. 24 જૂન 1981, મુંબઈ) : ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના અગ્રણી નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી. મહારાષ્ટ્ર રાજ્યને કૉંગ્રેસનો ગઢ બનાવવામાં તેમનું મહત્વનું યોગદાન હતું. પિતા પોલીસ અમલદાર હતા. કૉલેજકાળ દરમિયાન તેઓ રાષ્ટ્રવાદી વિચારોથી પ્રભાવિત થયા હતા. ગાંધીજીએ યુવાનોને અસહકારની…

વધુ વાંચો >

પાઠક ગોપાલસ્વરૂપ

પાઠક, ગોપાલસ્વરૂપ (જ. 26 ફેબ્રુઆરી 1896, બરેલી; અ. 31 જુલાઈ 1982, દિલ્હી) : ભારતના ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ અને અગ્રણી ધારાશાસ્ત્રી. અલાહાબાદ યુનિવર્સિટીમાંથી એમ.એ. (1917) અને એલએલ. બી.(1919)ની પદવીઓ મેળવ્યા પછી અલાહાબાદ ઉચ્ચ ન્યાયાલયમાં 1919-46 દરમિયાન વકીલાત કરી. 1946-60 દરમિયાન તેમણે લૉ કમિશનના સભ્ય અને કાનૂન સુધારા સમિતિના સભ્ય ઉપરાંત ઉત્તરપ્રદેશ વિધાનસભાના…

વધુ વાંચો >

પાઠક દેવવ્રત નાનુભાઈ

પાઠક, દેવવ્રત નાનુભાઈ (જ. 5 નવેમ્બર 1920, ભોળાદ, જિ. ધોળકા; અ. 8 સપ્ટેમ્બર 2006, અમદાવાદ) : ગુજરાતના અગ્રણી રાજ્યશાસ્ત્રી અને વ્યક્તિસ્વાતંત્ર્યના પ્રખર હિમાયતી. તેમણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ; ગુજરાત યુનિવર્સિટીના સમાજવિદ્યાભવનના રાજ્ય-શાસ્ત્રના પૂર્વ પ્રોફેસર અને ભવનના અધ્યક્ષ; શાંતિ સંશોધન કેન્દ્ર, ગૂજરાત વિદ્યાપીઠના માનાર્હ પ્રોફેસર અને નિયામક; ગાંધીવિચારના અભ્યાસી અને મીમાંસક;…

વધુ વાંચો >

પાનસરે ગોવિંદ પી. (‘કૉમરેડ’)

પાનસરે, ગોવિંદ પી. (‘કૉમરેડ’) (જ. 26 નવેમ્બર 1933, કોલ્હાર, મહારાષ્ટ્ર; અ. 21 ફેબ્રુઆરી 2015, મુંબઈ) : મહારાષ્ટ્રના અગ્રણી સામ્યવાદી (CPI) નેતા, વિચારક તથા નીડર લેખક. પિતાનું નામ પંઢરીનાથ, જે પરિવારના ભરણપોષણ માટે સામાન્ય કક્ષાની રોજગારીમાં વ્યસ્ત રહેતા. માતાનું નામ હરણાબાઈ, જે પાંચ સંતાનોના ઉછેર માટે ખેતીમાં મજૂરી કરતાં. અગાઉ દેવાના…

વધુ વાંચો >

પાપોડાપુલાસ જ્યૉર્જ

પાપોડાપુલાસ, જ્યૉર્જ (જ. 5 મે, 1919; અ. 27 જૂન 1999) : ગ્રીક કર્નલ અને રાજકીય નેતા. વ્યવસાયી સેના-અધિકારી તથા લશ્કરી ટોળકી(junta)ના નેતા-સરમુખત્યાર તરીકે પ્રસિદ્ધિ પામ્યા. તેમની આગેવાની નીચે જમણેરી લશ્કરી અધિકારીઓના જૂથે 21 એપ્રિલ, 1967ના રોજ લોકશાહી સરકારને ઉથલાવીને સત્તા હાંસલ કરી અને ગ્રીસના રાજા કૉન્સ્ટેનટાઇનના નામે નવી સરકારને શપથ…

વધુ વાંચો >

પાર્થસારથિ ગોપાલસ્વામી

પાર્થસારથિ, ગોપાલસ્વામી (જ. 7 જુલાઈ 1912, ચેન્નઈ; અ. 1 ઑગસ્ટ 1995, નવી દિલ્હી) : ભારતીય ઉદ્દામવાદી પત્રકાર, શિક્ષણકાર. પિતા ન. ગોપાલસ્વામી આયંગર જવાહરલાલ નહેરુના મંત્રીમંડળમાં પ્રધાન હતા. એવા બ્રાહ્મણ પરિવારમાં તમિળનાડુના ચેન્નઈમાં તેમનો જન્મ થયો. કાકા રંગસ્વામી આયંગર અંગ્રેજી દૈનિક ‘હિન્દુ’ના તંત્રી હતા. તેમનાથી પ્રભાવિત ગોપાલે લંડનમાં શિક્ષણ પૂરું કરી…

વધુ વાંચો >

પાલ બિપિનચંદ્ર રામચંદ્ર

પાલ, બિપિનચંદ્ર રામચંદ્ર (જ. 7 નવેમ્બર 1858, પોઈલ, જિ. સિલ્હટ, બાંગ્લાદેશ; અ. 20 મે 1932, કૉલકાતા) : બંગાળના પત્રકાર, લેખક અને રાજકીય નેતા. તેમણે સિલ્હટની ગવર્નમેન્ટ હાઈસ્કૂલમાં તથા કૉલકાતાની પ્રેસિડન્સી કૉલેજમાં અભ્યાસ કર્યો. વિદ્યાર્થીકાળ દરમિયાન તેઓ આનંદમોહન બોઝ, દ્વારકાનાથ ગાંગુલી, અઘોરનાથ ચૅટરજી, કેશવચંદ્ર સેન જેવા પ્રતિષ્ઠિત આગેવાનોના સંપર્કમાં આવ્યા અને…

વધુ વાંચો >

પાલેજવાળા ફતેહઅલી હુસેનદીન

પાલેજવાળા, ફતેહઅલી હુસેનદીન (જ. 11 જૂન 1911, પાલેજ, જિ. વડોદરા; અ. 30 સપ્ટેમ્બર 1995) : જાહેર કાર્યકર અને ગુજરાત વિધાનસભાના એક વખતના અધ્યક્ષ. ઉચ્ચ શિક્ષણ વડોદરા કૉલેજમાં. ત્યાંથી બી.એ. તથા એલએલ.બી. થયા. જૂના વડોદરા રાજ્યની સરકારી નોકરીમાં મામલતદાર-કક્ષાએ પ્રોબેશનર અધિકારી તરીકે અને ત્યારબાદ 4 વર્ષ ડેપ્યુટી કલેક્ટર તરીકે કામગીરી બજાવી.…

વધુ વાંચો >