Political science

કાસ્ટ્રો, (રુઝ) ફિડેલ

કાસ્ટ્રો, (રુઝ) ફિડેલ (જ. 13 ઑગસ્ટ 1926, ખિરાન, ક્યૂબા; અ. 25 નવેમ્બર 2016, હવાના, ક્યૂબા) : 1959થી ક્યૂબામાં એકધારું, એકહથ્થુ શાસન ચલાવનાર સામ્યવાદી ક્રાંતિકારી નેતા તથા લશ્કરના વડા. ફિડેલ કાસ્ટ્રો એકીસાથે વડાપ્રધાન તથા રાષ્ટ્રપ્રમુખ હતા અને તેમની રાહબરી નીચે ક્યૂબા પશ્ચિમ ગોળાર્ધમાં એકમાત્ર સામ્યવાદી સત્તા તરીકે ટકી રહ્યું હતું. રશિયા…

વધુ વાંચો >

કાંશીરામ

કાંશીરામ (જ. 15 માર્ચ 1934, ખાવસપુર, રોપર જિલ્લો, પંજાબ; અ. 8 ઑક્ટોબર 2006, દિલ્હી) : અગ્રિમ રાજકારણી દલિત નેતા,  અને બહુજનસમાજ પક્ષ(BSP)ના સ્થાપક. પંજાબી ચમારમાંથી રૈદાસી શીખ બન્યા ત્યારે તેઓ સામાન્ય ભારતીયજન તરીકે સરકારી નોકરી કરતા હતા. ડૉ. આંબેડકર જયંતીની જાહેર રજા નાબૂદ કરવાના મુદ્દે દલિત કર્મચારીઓએ શરૂ કરેલી લડતમાં…

વધુ વાંચો >

કિડવાઈ રફી અહમદ

કિડવાઈ, રફી અહમદ (જ. 18 ફેબ્રુઆરી 1894, મસૌલી, જિ. બારાબંકી, ઉત્તરપ્રદેશ; અ. 24 ઑક્ટોબર 1954, નવી દિલ્હી) : સ્વાતંત્ર્ય-સૈનિક, કૉંગ્રેસી નેતા અને દેશમાંથી હિંમતપૂર્વક માપબંધી દૂર કરનાર કેન્દ્ર સરકારના અન્નખાતાના મંત્રી. આશરે એક હજાર વર્ષ અગાઉ, તેમના પૂર્વજ કાજી કિડવા મહંમદ ગઝનીના રસાલા સાથે ભારત આવ્યા હતા. 1918માં અલીગઢની એમ.એ.ઓ.…

વધુ વાંચો >

કિમ-ઇલ-સુંગ

કિમ-ઇલ-સુંગ (જ. 15 એપ્રિલ 1912, પિયોંગયાંગ, ઉત્તર કોરિયા; અ. 8 જુલાઈ 1994, પિયોંગયાંગ) : ઉત્તર કોરિયાના સૈનિક, રાજનીતિજ્ઞ અને પછીથી પ્રમુખ. તેમનું મૂળ નામ કિમ-સુંગ-જૂ હતું. 1948થી 72 ડેમૉક્રેટિક પીપલ્સ રિપબ્લિક ઑવ્ કોરિયા(ઉત્તર કોરિયા)ના પ્રીમિયર અને ડિસેમ્બર 1972થી ઉત્તર કોરિયાના પ્રમુખ અને રાજ્યના વડા બન્યા. 1931માં કોરિયાની કમ્યુનિસ્ટ પાર્ટીમાં જોડાઈને…

વધુ વાંચો >

કિસિંજર હેન્રી આલ્ફ્રેડ

કિસિંજર, હેન્રી આલ્ફ્રેડ (જ. 27 મે 1923, ફર્થ, જર્મની, ; અ. 29 નવેમ્બર 2023, કેન્ટ, કનેક્ટિકટ) : અમેરિકાના વિખ્યાત રાજનીતિજ્ઞ, પ્રથમ કક્ષાના મુત્સદ્દી, વિદેશનીતિજ્ઞ તથા અમેરિકાની પ્રમુખ નિકસન(1969)ની રાષ્ટ્રીય સુરક્ષા સમિતિના સલાહકાર અને ગૃહમંત્રી હતા. નાઝી શાસનના જુલમથી બચવા માટે 1938માં દેશવટો ભોગવ્યો હતો અને અમેરિકામાં કાયમી વસવાટ સ્વીકાર્યો હતો. 1943માં…

વધુ વાંચો >

કુ ક્લક્સ ક્લાન

કુ ક્લક્સ ક્લાન : અમેરિકામાં ગોરા લોકોનું જ કાયમી વર્ચસ્ રહેવું જોઈએ તેવી આત્યંતિક વિચારસરણીને વરેલા આતંકવાદીઓનું સંગઠન. અમેરિકાના ઇતિહાસમાં બે ભિન્ન ગાળા દરમિયાન આવાં વિશિષ્ટ ગુપ્ત સંગઠનો રચવામાં આવ્યાં હતાં : (1) આંતરવિગ્રહ પછી તરત જ ઊભું કરવામાં આવેલું અને ઓગણીસમી સદીના આઠમા દાયકા સુધી કાર્યરત રહેલું સંગઠન, (2)…

વધુ વાંચો >

કુવૈત

કુવૈત : દુનિયાના પેટ્રોલિયમ-ઉત્પાદક દેશો પૈકી દક્ષિણ-પશ્ચિમ એશિયામાં આવેલો સૌથી વધુ માથાદીઠ આવક ધરાવતો નાનો અગ્રગણ્ય દેશ તથા તે જ નામ ધરાવતું મુખ્ય શહેર, પાટનગર તથા બંદર. તે ઈરાની અખાતના વાયવ્ય ખૂણે 29° 20′ ઉ.અ. અને 48° પૂ.રે. વચ્ચે આવેલો છે. તેની ઉત્તરે અને પશ્ચિમે ઇરાક, દક્ષિણે સાઉદી અરેબિયા અને…

વધુ વાંચો >

કુંજરુ હૃદયનાથ

કુંજરુ, હૃદયનાથ (જ. 1 ઑક્ટોબર 1887, પ્રયાગરાજ; અ. 3 એપ્રિલ 1978, આગ્રા) : વિખ્યાત ધારાશાસ્ત્રી, કેળવણીકાર, સાંસદ તથા ઉદારમતવાદને વરેલા ભારતીય ચિંતક. કાશ્મીરી બ્રાહ્મણ કુટુંબમાં જન્મ. પિતા જાણીતા વકીલ. આગ્રા વિશ્વવિદ્યાલયમાંથી બી.એ.ની પદવી પ્રાપ્ત કરી (1905) અને પછી લંડન સ્કૂલ ઑવ્ ઇકૉનૉમિક્સમાંથી અર્થશાસ્ત્ર સાથે બી.એસસી. થયા અને તરત જ વકીલાત…

વધુ વાંચો >

કૂટનીતિ

કૂટનીતિ : પ્રાચીન ભારતીય કૌટિલ્યનીતિ અનુસાર, સાધનો કે ઉપાયોની નૈતિકતા કે શુદ્ધિની પરવા વિના પોતાનાં (વૈયક્તિક, જૂથગત કે રાષ્ટ્રીય) હિતોનું રક્ષણ અને જતન કરવા માટે આચરવામાં આવતી કાર્યરીતિ. કોઈ પણ શાસક માટે રાજકીય સત્તા અથવા પ્રભુત્વ એ જ ધ્યેય હોવાથી, સાધનશુદ્ધિનો આગ્રહ રાખ્યા સિવાય જેનાથી ધ્યેય સિદ્ધ થાય તેનો ઉપયોગ…

વધુ વાંચો >

કૃપાલાની જીવતરામ આચાર્ય

કૃપાલાની, જીવતરામ આચાર્ય (જ. 11 નવેમ્બર 1888, હૈદરાબાદ [સિંધ]; અ. 19 માર્ચ 1982, અમદાવાદ) : મહાત્મા ગાંધીજીના શરૂઆતના અનુયાયીઓમાંના એક પ્રખર દેશભક્ત. ભારતના સ્વાતંત્ર્યસંગ્રામના પહેલી હરોળના નેતા અને સમગ્ર જીવન રાષ્ટ્રને સમર્પણ કરનાર, સત્તાથી દૂર રહેનાર, સેવાભાવી રાજપુરુષ. જે. બી. (જીવતરામ ભગવાનદાસ) કૃપાલાનીએ મુંબઈની વિલ્સન કૉલેજ, કરાંચીની ડી. જે. સિંધ…

વધુ વાંચો >