Political science

સભા અને સમિતિ – 1

સભા અને સમિતિ – 1 : ધર્મ, રાજ્ય, સમાજ, ન્યાય વગેરેનું માર્ગદર્શન કરનારી વિદ્વાનોની મંડળી. વેદમાં સભા, સમિતિ અને વિદથ નામની સંસ્થાઓના ઉલ્લેખ મળે છે. વિદથનો સંબંધ વિદ્યા, જ્ઞાન અને યજ્ઞ સાથે છે. તે સાર્વજનિક સંસ્થા છે. તેમાં જ્ઞાનગોષ્ઠિ, વાદવિવાદ અને વિચાર-વિનિમયને સ્થાન હતું, જ્યારે સભા અને સમિતિને રાજ્યશાસન સાથે…

વધુ વાંચો >

સભા અને સમિતિ – ૨

સભા અને સમિતિ – 2 : પ્રાચીન કાળમાં આ નામ ધરાવતી અસ્થાયી સંસ્થાઓ. આ બંને શબ્દોના અર્થ અને સ્વરૂપ સંબંધે ભારે મતભેદ અભ્યાસીઓમાં પ્રવર્તે છે. ઋગ્વેદ અને અથર્વવેદના સાહિત્યમાં તેના ઉલ્લેખ હોવા છતાં તેના સ્વરૂપ અને કાર્યક્ષેત્ર અંગે ચોક્કસ વિગતો ઉપલબ્ધ નથી. તેને રાજકીય સંસ્થાઓ તરીકે ઓળખાવવાનો પ્રયાસ જોખમી છે.…

વધુ વાંચો >

સમવાયતંત્ર

સમવાયતંત્ર : કેંદ્ર અને રાજ્ય  એમ બેવડી કક્ષાએ કામ કરતી શાસકીય વ્યવસ્થા, જેમાં સ્વતંત્ર અને સમકક્ષ સરકારોનું અસ્તિત્વ હોય છે. સમવાયતંત્ર માટે અંગ્રેજી ભાષામાં ફેડરેશન (federation) અથવા ફેડરાલિઝમ (federalism) શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. ‘ફેડરેશન’ શબ્દ મૂળ લૅટિન શબ્દ ‘ફોડસ’ (foedus) પરથી તૈયાર થયો છે, જેનો અર્થ સંધિ અથવા કરાર…

વધુ વાંચો >

સમાનતા (રાજ્યશાસ્ત્ર)

સમાનતા (રાજ્યશાસ્ત્ર) : કશાયે ભેદભાવ વિના પ્રત્યેક મનુષ્યને અને રાજ્યને વિવિધ સંદર્ભે સમાન ગણવા પર ભાર મૂકતી અત્યંત અઘરી અને વિવાદાસ્પદ વિભાવના. સામાજિક વિજ્ઞાનોમાં સમાનતાનો ખ્યાલ અત્યંત મહત્ત્વનું સ્થાન ધરાવે છે. સમાનતા એક સામાજિક, આર્થિક, રાજકીય સિદ્ધાંત પણ છે અને એક સામાજિક મૂલ્ય પણ છે. સમાજમાં અસમાનતા કેમ છે, તે…

વધુ વાંચો >

સરકાર

સરકાર : રાજ્યનું એક અંગ તથા માનવજાતને વ્યવસ્થા પૂરી પાડતી સૌથી જૂની તથા સૌથી અગત્યની સંસ્થા. એકલદોકલ જીવન જીવતા માનવમાંથી સામૂહિક જીવનની શરૂઆત થતાં સમુદાય માટે કોઈ ને કોઈ પ્રકારના નિયમોની જરૂર ઊભી થઈ. આથી પ્રાથમિક સમાજોએ તેમનું સુવ્યવસ્થિત કે કાચુંપાકું વ્યવસ્થાનું માળખું ઊભું કર્યું ત્યારથી સરકારનો આરંભ થયો. સમાજની…

વધુ વાંચો >

સરપંચ

સરપંચ : ગ્રામકક્ષાએ કામ કરતી લોકશાહીની પાયાની સંસ્થા ગ્રામપંચાયતનો વડો. ગ્રામકક્ષાએ લોકશાહીનું સ્વરૂપ ગ્રામપંચાયતની રચનામાં જોવા મળે છે. પંચાયતમાં પ્રતિનિધિઓને ચૂંટીને મોકલવાનું કામ ગામના મતદારો કરે છે. આથી જેમણે પંચાયતમાં સરપંચ કે સભ્ય થવું હોય તેમણે ચૂંટણી કેમ થાય છે, પોતે ચૂંટાવા માટે શું કરવું જરૂરી છે તે જાણવું અગત્યનું…

વધુ વાંચો >

સરમુખત્યારશાહી

સરમુખત્યારશાહી : સરકારનું એક સ્વરૂપ જેમાં કોઈ એક વ્યક્તિ, સમિતિ કે વ્યક્તિઓનું જૂથ સંપૂર્ણ સત્તા ધરાવે છે. પ્રાચીન રોમના સામ્રાજ્યમાં ‘ડિક્ટેટર’ નીમવાની પ્રથા હતી. રોમની સેનેટ ‘કાઉન્સેલ’ને બરતરફ કરવા કાનૂની ધોરણે ‘ડિક્ટેટર’ને નીમતી અને તેને સર્વોચ્ચ સત્તા સોંપવામાં આવતી. આ ‘ડિક્ટેટર’ જે તે વિસ્તારની કટોકટી હલ કરવા અમર્યાદ સત્તા ધારણ…

વધુ વાંચો >

સરહદ સલામતી દળ (Border Security Force – BSF)

સરહદ સલામતી દળ (Border Security Force – BSF) : ભારતની આંતરિક સુરક્ષા જાળવવા માટે ઊભા કરવામાં આવેલા સશસ્ત્ર દળોમાંનું એક દળ. ડિસેમ્બર 1965માં તેની શરૂઆત થયેલી. આ દળને ભારતની સરહદોની સુરક્ષાનું વિશિષ્ટ કાર્ય સોંપવામાં આવ્યું છે. તેની ચાર મુખ્ય ફરજો છે : (1) ભારતની સરહદોના પ્રદેશોમાં રહેતા નાગરિકોમાં સુરક્ષાની ભાવના…

વધુ વાંચો >

સરિત, થાનારત

સરિત, થાનારત (જ. 16 જૂન 1908, બૅગકોક; અ. 8 ડિસેમ્બર 1963, બૅંગકોક) : થાઇલૅન્ડના શાસક તેમજ ત્યાંની 1958થી 1963 દરમિયાનની લશ્કર-શાસિત સરકારના ફિલ્ડમાર્શલ અને વડાપ્રધાન. તેમણે બૅંગકોકની લશ્કરી અકાદમી ચુલા ચોમ ક્લો(Chula Chom Klao)માં અભ્યાસ કરી 1929માં સ્નાતકની પદવી મેળવી હતી. ત્યારબાદ લશ્કરી અધિકારી તરીકે કારકિર્દીનો આરંભ કર્યો હતો. 1947ના…

વધુ વાંચો >

સર્વજનસંકલ્પ (General will)

સર્વજનસંકલ્પ (General will) : એક એવી વિભાવના, જે પ્રત્યેક વ્યક્તિની સદ્ભાવભરેલી સાચી ઇચ્છાઓનો સમૂહ હોય. ફ્રેન્ચ રાજકીય ચિંતક જ્યાં જેક્સ રૂસો(1712-1778)એ રજૂ કરેલ ‘’સર્વજનસંકલ્પ’નો ખ્યાલ રાજકીય ચિંતનમાં તેનું મૌલિક, મહત્ત્વનું અને વિશિષ્ટ પ્રદાન ગણાય છે. સામાજિક કરારના સિદ્ધાંતકારો હૉબ્સ, લૉક અને રૂસોએ કુદરતી અવસ્થામાં રહેતી વ્યક્તિઓ વચ્ચે થયેલ સામાજિક કરાર…

વધુ વાંચો >