Political science

વિશિન્સકી, આન્દ્રે યુનુરૉવિચ

વિશિન્સકી, આન્દ્રે યુનુરૉવિચ (જ. 10 ડિસેમ્બર 1883, આડેસા, રશિયા; અ. 22 નવેમ્બર 1954, ન્યૂયૉર્ક શહેર, અમેરિકા) : વકીલ અને સોવિયેત રાજનીતિજ્ઞ. મધ્યમવર્ગીય માતાપિતાને ત્યાં જન્મેલા આન્દ્રે પોલિશ વંશના હતા. કીવ યુનિવર્સિટીના 191820ના ગૃહ યુદ્ધ દરમિયાન તેઓ બોલ્શેવિકો વતી લડ્યા હતા. કાયદાના સ્નાતક બન્યા પછી તેઓ 1902માં રશિયન સોદૃશ્યલ ડેમોક્રૅટિક લેબર…

વધુ વાંચો >

વિશ્વનાથન્ કે. કે.

વિશ્વનાથન્, કે. કે. (જ. 4 નવેમ્બર 1914, મોતનચેરી, કોચી/કોચીન; અ. 17 સપ્ટેમ્બર 1992, કોચી) : ગુજરાતના પૂર્વ રાજ્યપાલ અને કેરળ કૉંગ્રેસના સંનિષ્ઠ, સક્રિય અને અગ્રણી નેતા. ત્રિચુર, અર્નાકુલમ અને ત્રિવેન્દ્રમ એમ વિવિધ સ્થળોએ તેમણે શિક્ષણ મેળવ્યું. 1938માં મદ્રાસ યુનિવર્સિટીમાંથી તેઓ કાયદાના સ્નાતક થયા અને તે જ વર્ષથી કોચીનમાંથી કાનૂની ક્ષેત્રના…

વધુ વાંચો >

વિશ્વનાથ પ્રતાપસિંગ

વિશ્વનાથ પ્રતાપસિંગ (જ. 25 જૂન 1931, અલ્લાહાબાદ) : અગ્રણી રાજકારણી અને ભારતના છઠ્ઠા વડાપ્રધાન. તેમનો જન્મ દહિયા કુટુંબમાં થયો હતો. માંડાના રાજા રામગોપાલ સિંગ કુટુંબીના નાતે તેમના કાકા થતા હતા. તેમણે પાંચ વર્ષની ઉંમરે વિશ્વનાથને દત્તક લીધા. માધ્યમિક શાળાનો અભ્યાસ તેમણે અલ્લાહાબાદ અને દહેરાદૂનમાં કર્યો; પરંતુ તેમની કિશોરાવસ્થા દત્તક લેવાયા…

વધુ વાંચો >

વેંકટચેલૈયા, એમ. એન.

વેંકટચેલૈયા, એમ. એન. (જ. 25 ઑક્ટોબર 1929) : ભારતની સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ અને સામાજિક-આર્થિક પ્રવૃત્તિઓના સંકલનકાર. જૂના મૈસૂર રાજ્યના નિવાસી તરીકે શાલેય અને કૉલેજ-શિક્ષણ બૅંગાલુરુ ખાતે લીધું. બૅંગાલુરુની ફૉર્ટ હાઈસ્કૂલમાં અભ્યાસ પૂરો કરી, વિજ્ઞાન શાખામાં પ્રવેશ મેળવી તેઓ ત્યાંની સેન્ટ્રલ કૉલેજમાંથી સ્નાતક થયા. ત્યારબાદ ગવર્નમેન્ટ લૉ કૉલેજમાંથી કાયદાના સ્નાતક…

વધુ વાંચો >

વેંકટરામન, આર.

વેંકટરામન, આર. (જ. 4 ડિસેમ્બર 1910, રાજમાદામ, જિ. તાંજોર, તમિલનાડુ) : જાણીતા રાજનીતિજ્ઞ અને ભારતના રાષ્ટ્રપ્રમુખ. પિતા રામસ્વામી આયર અને માતા જાનકી અમ્મા. પ્રારંભિક શિક્ષણ વિનયન વિદ્યાશાખાનું મેળવ્યું અને અનુસ્નાતક થયા બાદ કાયદાના સ્નાતક બન્યા. વકીલ તરીકે કારકિર્દીની શરૂઆત કરી ચેન્નાઈની વડી અદાલતમાં અને ત્યારબાદ સર્વોચ્ચ અદાલતમાં કામગીરી બજાવી હતી.…

વધુ વાંચો >

વૈદ્ય, એ. એસ., જનરલ

વૈદ્ય, એ. એસ., જનરલ (નિવૃત્ત) (જ. 27 જાન્યુઆરી 1926, મુંબઈ; અ. 10 ઑગસ્ટ 1986, પુણે) : ભારતીય લશ્કરના બાહોશ સેનાપતિ અને પૂર્વ સ્થલ-સેના-અધ્યક્ષ. આખું નામ અરુણ શ્રીધર વૈદ્ય. માતાનું નામ ઇન્દિરા. સમગ્ર શિક્ષણ મુંબઈમાં. 1944માં ભારતના લશ્કરના સૌથી નીચલી પાયરીના અધિકારી સેકન્ડ લેફ્ટનન્ટના હોદ્દા સાથે સેનામાં જોડાયા અને બેતાલીસ વર્ષની…

વધુ વાંચો >

વૉટરગેટ કૌભાંડો

વૉટરગેટ કૌભાંડો : અમેરિકાના ઇતિહાસમાં પુન: ચૂંટણીમાં વિજેતા બનવા માટે ભ્રષ્ટ નીતિ-રીતિઓ અંગે પ્રમુખ રિચાર્ડ નિક્સનના વહીવટી તંત્રની પોલ ખોલતી કૌભાંડોની હારમાળા. નિક્સનના રિપબ્લિકન પક્ષનું રાષ્ટ્રીય વડું મથક વૉશિંગ્ટન ડી. સી. ખાતેના વૉટરગેટ એપાર્ટમેન્ટ સંકુલ ખાતે આવેલું હતું. જ્યાં ઉપર્યુક્ત ઘટનાઓ બની હોવાથી તેને આ નામ મળેલું. 1972માં અમેરિકાના પ્રમુખપદની…

વધુ વાંચો >

વૉરૉશિલૉવ, કે. વાય. (Voroshilov, Kliment Yefremovich)

વૉરૉશિલૉવ, કે. વાય. (Voroshilov, Kliment Yefremovich) (જ. 4 ફેબ્રુઆરી 1881, વરખ્યેને રશિયા; અ. 2 ડિસેમ્બર 1969, મૉસ્કો) : સોવિયેત સંઘના લશ્કરી અને રાજકીય નેતા. જૉસેફ સ્ટાલિન તેમના પરમ મિત્ર હતા અને તેના અવસાન બાદ તેમણે રાજ્યના વડા તરીકે સેવાઓ આપી હતી. 1903થી તેઓ બૉલ્શેવિક જૂથમાં સક્રિય હતા. 1917ની રશિયન ક્રાંતિ…

વધુ વાંચો >

વૉર્ડ, બાર્બરા

વૉર્ડ, બાર્બરા (1914-81) : બ્રિટિશ મૂળનાં મહિલા પત્રકાર, અર્થશાસ્ત્રી અને રાજ્યશાસ્ત્રી. શરૂઆતનું શિક્ષણ પૅરિસ અને જર્મનીમાં તથા ઉચ્ચ શિક્ષણ ઇંગ્લૅન્ડની સોબોન અને ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં (1932-35). 1935માં સ્નાતકની પદવી લીધી. 1939માં ‘ઇકૉનૉમિસ્ટ’ નામના જાણીતા સાપ્તાહિકના તંત્રી વિભાગમાં જોડાયાં અને એ રીતે અર્થશાસ્ત્ર અને પત્રકારત્વના ક્ષેત્રમાં વ્યાવસાયિક કારકિર્દીની શરૂઆત કરી. 1940માં આ…

વધુ વાંચો >

વૉર્સો કરાર

વૉર્સો કરાર : પૂર્વ યુરોપના સામ્યવાદી દેશોને લશ્કરી કરાર હેઠળ એકત્ર કરનાર સંધિ. પોલૅન્ડના વૉર્સો શહેર ખાતે મે 1955માં આ સંધિ થઈ હોવાથી તે વૉર્સો કરાર તરીકે જાણીતી છે. આંતરરાષ્ટ્રીય રાજકારણમાં સત્તાની સર્વોપરિતા અંગેની સ્પર્ધા હરહંમેશ ચાલતી હોય છે. આ સર્વોપરિતાની અસરકારકતા વધારવા માટે દેશો પરસ્પર કરાર કરી, સંગઠન રચી,…

વધુ વાંચો >