Physics
ફ્રાઉડે આંક (Froude number)
ફ્રાઉડે આંક (Froude number) : જલવિજ્ઞાન (hydrology) અને તરલ યાંત્રિકી(fluid mechanics)માં તરલની ગતિ ઉપર ગુરુત્વ(gravitiy)ની અસર દર્શાવતો આંક. સામાન્ય રીતે ફ્રાઉડે આંકને નીચેના સૂત્ર દ્વારા વ્યક્ત કરવામાં આવે છે : ફ્રાઉડેનો આંક જ્યાં d પ્રવાહની ઊંડાઈ છે; g ગુરુત્વપ્રવેગ છે; v એ નાના પૃષ્ઠ (અથવા ગુરુત્વ) તરંગનો વેગ છે. F…
વધુ વાંચો >ફ્રાન્ક, વિલ્ઝેક (Frank Wilczck)
ફ્રાન્ક, વિલ્ઝેક (Frank Wilczck) (જ. 15 મે 1951, મિનોલ, ન્યૂયૉર્ક, યુ.એસ.) : અમેરિકન સૈદ્ધાંતિક ભૌતિકવિજ્ઞાની અને વર્ષ 2004ના નોબેલ પુરસ્કારના વિજેતા. પ્રબળ આંતરક્રિયાના સિદ્ધાંતમાં ઉપગામી (અનંતસ્પર્શી) સ્વતંત્રતા(asymptotic freedom)ની શોધ બદલ ડૅવિડ પોલિટ્ઝર અને ડૅવિડ ગ્રૉસની ભાગીદારીમાં આ પુરસ્કાર મળ્યો છે. પૉલિશ અને ઇટાલિયન ઉદગમના વિલ્ઝેકે ક્વીન્સની જાહેર શાળામાં શિક્ષણ મેળવ્યું.…
વધુ વાંચો >ફ્રીડમૅન જેરોમ
ફ્રીડમૅન, જેરોમ (Freidman, Jerome) (જ. 28 માર્ચ 1930, શિકાગો, યુ.એસ.એ.) : ઉચ્ચ ઊર્જા ધરાવતા ઇલેક્ટ્રૉનના પ્રોટૉન તથા ન્યૂટ્રૉન વડે થતા અપ્રત્યાસ્થ પ્રકીર્ણન (inelastic scattering) ના મહત્વના સંશોધન માટે 1990નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. ક્વાર્ક સિદ્ધાંત અથવા પ્રતિકૃતિના વિકાસ માટે આ સંશોધન અત્યંત મહત્વનું હતું. પુરસ્કારનો એક તૃતીયાંશ ભાગ જેરોમ…
વધુ વાંચો >ફ્રૅન્કલિન, બેન્જામિન
ફ્રૅન્કલિન, બેન્જામિન (જ. 17 જાન્યુઆરી 1706, બૉસ્ટન; અ. 17 એપ્રિલ 1790, ફિલાડેલ્ફિયા) : અમેરિકન મુદ્રક, પ્રકાશક, લેખક, સંશોધક, અને સ્થિત-વિદ્યુત(static electricity)નો સિદ્ધાંત આપનાર વિજ્ઞાની. ઉપનામ (તખલ્લુસ) રિચાર્ડ સૉન્ડર્સ. અમેરિકી વસાહતોને ગ્રેટ બ્રિટનથી છૂટી પાડવામાં ભાગ ભજવનાર અને સ્વતંત્રતાનું જાહેરનામું તથા યુ.એસ.નું બંધારણ ઘડવામાં સહાયક મુત્સદ્દી. મુત્સદ્દી તરીકેની કારકિર્દીની શરૂઆત કરતા…
વધુ વાંચો >ફ્રેન્ક-હર્ટ્ઝનો પ્રયોગ
ફ્રેન્ક-હર્ટ્ઝનો પ્રયોગ : ક્રાંતિક સ્થિતિમાન (critical potential) માપવા માટેનો પ્રયોગ. મુક્ત અને વિદ્યુત-તટસ્થ પરમાણુને તેની ધરાવસ્થા(ground state)માંથી નજીકની વધુ ઊર્જાવાળી કક્ષાની સ્થિતિ એટલે કે ઉત્તેજિત અવસ્થામાં લઈ જવા માટે જરૂરી લઘુતમ ઊર્જાને (eVમાં) ક્રાન્તિક સ્થિતિમાન કહે છે. eV – ઇલેક્ટ્રૉન વોલ્ટ એ પરમાણુભૌતિકવિજ્ઞાનમાં વપરાતો ઊર્જાનો એકમ છે. એક વોલ્ટ વિદ્યુતસ્થિતિમાનનો…
વધુ વાંચો >ફ્રૅંક, ઇલિયા મિખાઇલોવિચ
ફ્રૅંક, ઇલિયા મિખાઇલોવિચ [જ. 23 ઑક્ટોબર 1908, લેનિનગ્રાડ (હવે પીટર્સબર્ગ); અ. 1990] : વિજ્ઞાનીઓ ચેરેનકૉફ તથા ઇગોર વાય. ટેમ્મની સાથે 1958નો ભૌતિકશાસ્ત્ર વિષયનો નોબેલ પુરસ્કાર સંયુક્ત સ્વરૂપે મેળવનાર રશિયન ભૌતિકશાસ્ત્રી. પિતાનું નામ મિખાઇલ લ્યુદવિગોવિચ અને માતાનું નામ ફોલિઝાવેતા મિખાઇલોવ્ના. મૉસ્કો યુનિવર્સિટીમાં શિક્ષણ પ્રાપ્ત કર્યું. ભૌતિકશાસ્ત્ર-ગણિતશાસ્ત્રમાં પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. 1930થી…
વધુ વાંચો >ફ્રૅંક, જેમ્સ
ફ્રૅંક, જેમ્સ (જ. 26 ઑગસ્ટ 1882, હૅમ્બર્ગ, જર્મની; અ. 21 મે 1964, ગોટિંગન, જર્મની) : વિજ્ઞાની ગુસ્તાવ હર્ટ્ઝ સાથે 1925ની સાલના ભૌતિકશાસ્ત્રનો સંયુક્ત નોબેલ પુરસ્કાર મેળવનાર જર્મન ભૌતિકશાસ્ત્રી. પિતાનું નામ જેકબ અને માતાનું નામ રેબેકા. 1901–02 સુધી હાઇડલબર્ગની યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો અને 1906માં બર્લિન યુનિવર્સિટીમાંથી ભૌતિકશાસ્ત્રના વિષયમાં પીએચ.ડી.ની પદવી મેળવી.…
વધુ વાંચો >ફ્રૉનહૉફર, જૉસેફ વૉન
ફ્રૉનહૉફર, જૉસેફ વૉન (જ. 6 માર્ચ 1787, સ્ટ્રોબિંગ, બવેરિયા; અ. 7 જૂન 1826, મ્યુનિક) : જર્મન ભૌતિકશાસ્ત્રી. તેમણે સૂર્યના (સૌર) વર્ણપટ(solar spectrum)ની કાળી રેખાઓ(dark lines)નો સૌપ્રથમ અભ્યાસ કર્યો, જે હવે તેમના નામ ઉપરથી ‘ફ્રૉનહૉફર રેખાઓ’ તરીકે ઓળખાય છે. વર્ણપટની આવી કાળી રેખાઓને ‘ઉત્ક્રાંત’ રેખાઓ (reversed lines) અને આ ઘટનાને ‘વર્ણપટ…
વધુ વાંચો >ફ્રૉનહૉફર રેખાઓ
ફ્રૉનહૉફર રેખાઓ : સૌર વર્ણપટમાં જોવા મળતી કાળી રેખાઓ. શ્વેતપ્રકાશનું કિરણ પ્રિઝમ પર આપાત કરતાં તે જુદા જુદા રંગનાં વક્રીભૂત કિરણો આપે છે. પ્રત્યેક રંગ માટે વક્રીભવનકોણનું મૂલ્ય અલગ અલગ હોય છે. ન્યૂટને દર્શાવ્યું કે સૂર્યમાંથી આવતો પ્રકાશ સળંગ વર્ણપટ આપે છે અને તે રાતા પ્રકાશથી પારજાંબલી પ્રકાશ સુધી વિસ્તરેલો…
વધુ વાંચો >ફ્લોરોમિતિ (fluorometry)
ફ્લોરોમિતિ (fluorometry) : કોઈ એક તરંગલંબાઈના વિકિરણ વડે પદાર્થને ઉદભાસિત કરતા નમૂના દ્વારા વિકિરણના અવશોષણ બાદ તે જ અથવા વધુ તરંગલંબાઈના વિકિરણનું પુન:-ઉત્સર્જન માપી પદાર્થની સાંદ્રતા નક્કી કરવાની રાસાયણિક વિશ્લેષણની પદ્ધતિ. આ એક ખૂબ સંવેદનશીલ વૈશ્લેષિક પદ્ધતિ છે. સામાન્ય રીતે જીવરસાયણશાસ્ત્રીઓ તથા ચિકિત્સકીય (clinical) અને વૈશ્લેષિક રસાયણશાસ્ત્રીઓ તેનો ઉપયોગ વધુ…
વધુ વાંચો >