Physics

થુલેસ ડેવિડ જે.

થુલેસ, ડેવિડ જે. (Thouless, David J.) (જ. 21 સપ્ટેમ્બર 1934, બેર્સડેન, સ્કૉટલૅન્ડ, યુ.કે. અ. 6 એપ્રિલ 2019 કેમ્બ્રિજ, યુ.કે.) : સાંસ્થિતિક પ્રાવસ્થા સંક્રમણ (topological phase transition) તથા દ્રવ્યની સાંસ્થિતિક પ્રાવસ્થાઓની સૈદ્ધાંતિક શોધ માટે 2016નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. પુરસ્કારનો અર્ધભાગ તેમને તથા અન્ય ભાગ માઇકલ કોસ્ટર્લિટ્ઝ અને ડન્કન હાલ્ડેનને…

વધુ વાંચો >

થૉમ્પસન, સર બેન્જામિન ગ્રાફ (કાઉન્ટ) વૉન રૂમફર્ડ

થૉમ્પસન, સર બેન્જામિન ગ્રાફ (કાઉન્ટ) વૉન રૂમફર્ડ (જ. 26 માર્ચ 1753, વૉબર્ન, મૅસેચૂસેટ્સ; અ. 21 ઑગસ્ટ 1814, ઓતિ, ફ્રાન્સ) : યુનાઇટેડ સ્ટેટ્સમાં જન્મેલ બ્રિટિશ ભૌતિકશાસ્ત્રી, સરકારી વહીવટદાર અને લંડનની ’રૉયલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ગ્રેટ બ્રિટનના સ્થાપક. ઉષ્મા અંગેનાં તેમનાં સંશોધનોએ, ઉષ્મા પદાર્થનું એક પ્રવાહી સ્વરૂપ છે તેવા વાદને ખોટો ઠરાવ્યો; અને…

વધુ વાંચો >

થૉમ્સન અસર

થૉમ્સન અસર (Thomson effect) : ત્રણ તાપવૈદ્યુત (thermoelectric) અસરો – 1. સીબૅક અસર, 2. પેલ્તિયર અસર અને 3. થૉમ્સન અસર – પૈકીની એક અસર. 1821માં સીબૅક નામના વૈજ્ઞાનિકે શોધી કાઢ્યું કે બે જુદી જુદી ધાતુના બનેલા યુગ્મના જોડાણબિંદુ(junction)ને ગરમ કરી જુદા જુદા તાપમાને રાખતાં, તેમાંથી વિદ્યુતપ્રવાહનું વહન થાય છે. આવી…

વધુ વાંચો >

થૉમ્સન, (સર) જૉસેફ જૉન

થૉમ્સન, (સર) જૉસેફ જૉન (જ. 18 ડિસેમ્બર 1856, મૅન્ચેસ્ટર, ઇંગ્લૅન્ડ; અ. 30 ઑગસ્ટ 1940, કેમ્બ્રિજ) : વાયુમાંથી વિદ્યુતના વહન માટે સૈદ્ધાંતિક તથા પ્રાયોગિક અન્વેષણની યોગ્યતાની સ્વીકૃતિરૂપનો 1906નો ભૌતિકશાસ્ત્રના વિષયનો નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. પ્રકાશક અને પુસ્તકવિક્રેતા જૉસેફ જેમ્સ જૉનસન તથા એમા સ્વીન્ડેલ્સના જ્યેષ્ઠ પુત્ર. ઇજનેરીનું ભણવાના ઇરાદાથી ચૌદ વર્ષની વયે…

વધુ વાંચો >

થૉમ્સન, (સર) જ્યૉર્જ પેગેટ

થૉમ્સન, (સર) જ્યૉર્જ પેગેટ (જ. 8 મે 1892, કેમ્બ્રિજ, ઇંગ્લૅન્ડ; અ. 10 સપ્ટેમ્બર 1975, કેમ્બ્રિજ) : સ્ફટિક વડે ઇલેક્ટ્રૉનનું વિવર્તન (diffraction) શક્ય છે, તેવી પ્રાયોગિક શોધ માટે અમેરિકાના ભૌતિકશાસ્ત્રી ક્લિન્ટન જે. ડેવિસન સાથે સંયુક્તપણે, 1937નો ભૌતિકશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર પ્રાપ્ત કરનાર અંગ્રેજ ભૌતિકશાસ્ત્રી. તેમણે પ્રસ્થાપિત કર્યું કે ઇલેક્ટ્રૉનનું વિવર્તન એક તરંગ–ગુણધર્મ…

વધુ વાંચો >

થૉમ્સનનો પ્રયોગ

થૉમ્સનનો પ્રયોગ : ઇલેક્ટ્રૉનનો વિદ્યુતભાર (e) અને તેના દળ-(m)નો ગુણોત્તર e/m નક્કી કરવા માટેનો પ્રયોગ. પ્રયોગમાં એક વિશિષ્ટ પ્રકારની કૅથોડ–રે–ટ્યૂબ (C.R.T.) વાપરવામાં આવે છે, જેની રેખાકૃતિ, આકૃતિ 1માં દર્શાવ્યા પ્રમાણે છે. ફિલામેન્ટ Fને વિદ્યુતપ્રવાહ વડે ગરમ કરતાં તેમાંથી ઇલેક્ટ્રૉનનું ઉત્સર્જન થાય છે. કૅથોડ Cને પણ વિદ્યુતપ્રવાહ વડે ગરમ કરતાં, તે…

વધુ વાંચો >

થૉર્ન કિપ

થૉર્ન, કિપ (Thorne, Kip)  (જ. 1 જૂન, 1940 લોગાન, યુટાહ, યુ.એસ.એ.) : લિગો સંસૂચક(detector)ના નિર્ણાયક પ્રદાન માટે તથા ગુરુત્વાકર્ષણ-તરંગોના નિરીક્ષણ માટે 2017નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. પુરસ્કારનો એક ચતુર્થાંશ ભાગ તેમને પ્રાપ્ત થયો હતો. અન્ય ભાગ રેઈનર વિસ તથા બૅરી બૅરિશ વચ્ચે વિભાજિત થયો હતો. કિપ થૉર્નના પિતા ભૂ-રસાયણશાસ્ત્રી…

વધુ વાંચો >

દ, એલેમબર્તનો સિદ્ધાંત

દ, એલેમબર્તનો સિદ્ધાંત : સ્થાયી સંતુલનમાં રહેલા સ્થિર પદાર્થ પર લાગતાં બળો માટે 1742માં ફ્રેન્ચ વૈજ્ઞાનિક દ એલેમબર્તે આપેલો સિદ્ધાંત. ગતિ કરતા મુક્ત પદાર્થ ઉપર લાગતા બળ માટે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ છે. એલેમબર્તનો સિદ્ધાંત વાસ્તવમાં તો પદાર્થની ગતિશીલ (dynamic) અવસ્થાની સમસ્યાનું, સ્થૈતિક (static) અવસ્થામાં રૂપાંતર કરે છે. ન્યૂટનનો ગતિનો…

વધુ વાંચો >

દબાણ (pressure)

દબાણ (pressure) : એકમ ક્ષેત્રફળવાળી સપાટી પર લંબ રૂપે લાગતું બળ. દબાણ = બળ/ક્ષેત્રફળ. તે ખાસ પ્રકારનું પ્રતિબળ છે. મીટર–કિલોગ્રામ – સેકન્ડ માપપદ્ધતિમાં દબાણનો એકમ = ન્યૂટન/મીટર2 છે. સત્તરમી સદીમાં ફ્રેંચ ભૌતિકશાસ્ત્રી બ્લેઇઝ પાસ્કલે પ્રવાહીના દબાણને લગતા મહત્વના પ્રયોગો કર્યા અને તારવ્યું કે પાત્રમાં ભરેલ તરલ પદાર્થ(પ્રવાહી અથવા વાયુ)ના કારણે પાત્રના…

વધુ વાંચો >

દબાણમાપક

દબાણમાપક (mercurial barometer) : વાતાવરણનું દબાણ માપવા માટેનું સાધન. આ સાધનની રચના ટોરિસિલીએ 1643માં કરી હતી. મૂળ સાધનમાં ઘણા સુધારા કર્યા બાદ તેનો પ્રમાણભૂત વાયુભારમાપક તરીકે ઉપયોગ થવા લાગ્યો. વાતાવરણની હવાના સ્તંભને કાચની બંધ નળીમાં પારાના સ્તંભ વડે સમતુલિત કરવાના સિદ્ધાંત ઉપર આ સાધન કાર્ય કરે છે. આ રીતે, બંધ…

વધુ વાંચો >