Philosophy

યુકેન, રૂડૉલ્ફ ક્રિસ્ટૉફ

યુકેન, રૂડૉલ્ફ ક્રિસ્ટૉફ (જ. 5 જાન્યુઆરી 1846, ઑરિચ; ઈસ્ટ ફ્રીઝલૅન્ડ, પ. જર્મની; અ. 4 સપ્ટેમ્બર 1926, જેના, પૂ. જર્મની) : જર્મનીના આદર્શવાદી તત્વવેત્તા. શૈશવકાળમાં જ પિતાની છત્રછાયા ગુમાવી બેઠા; પણ અત્યંત સ્નેહાળ અને ઊંચી બુદ્ધિમત્તા ધરાવનાર માતાની હૂંફ નીચે પોતાના ગામ ઑરિચની શાળામાં પ્રાથમિક શિક્ષણ પ્રાપ્ત કર્યું અને તે દરમિયાન…

વધુ વાંચો >

યોગદર્શન

યોગદર્શન ભારતીય તત્વજ્ઞાનનાં 6 આસ્તિક દર્શનોમાંનું એક દર્શન. જેમને અવિવેક યા મિથ્યાદર્શનથી મુક્ત થવું છે, જેમને રાગાદિ ક્લેશોથી છૂટવું છે, જેમને કર્મના વિપાકોથી મુક્તિ જોઈએ છે, તેમને માટે મહર્ષિ પતંજલિનું યોગદર્શન અત્યંત ઉપયોગી છે. પતંજલિ ‘યોગ’નો અર્થ ‘ચિત્તવૃત્તિનિરોધ’ કરે છે; પરંતુ સંપ્રજ્ઞાત અવસ્થામાં આલંબન સિવાયના વિષયોની ચિત્તવૃત્તિઓનો નિરોધ અને આલંબન…

વધુ વાંચો >

યોગવાસિષ્ઠ

યોગવાસિષ્ઠ : પ્રાચીન ભારતીય અદ્વૈત વેદાન્તના તત્વજ્ઞાનનો મહત્વનો ગ્રંથ. ‘યોગવાસિષ્ઠ’ (નિર્વાણ પ્રકરણ, પૂર્વાર્ધ સર્ગ 13)માં ‘યોગ’ શબ્દના બે અર્થો આપેલા છે : (1) આત્મજ્ઞાનરૂપ યોગ; અને (2) પ્રાણના નિરોધરૂપ યોગ. આ બંને અર્થોવાળા યોગથી યુક્ત વસિષ્ઠે રામને આપેલો બોધ તે ‘યોગવાસિષ્ઠ’ બોધ, અને બોધના પ્રાધાન્યવાળો ગ્રંથ તે યોગવાસિષ્ઠ. વળી, રામચરિતને…

વધુ વાંચો >

યોગ્યતા

યોગ્યતા : મીમાંસા અને વ્યાકરણશાસ્ત્ર મુજબ વાક્ય થવા માટેના ત્રણ હેતુઓમાંનો એક હેતુ. એ હેતુઓમાં (1) આકાંક્ષા, (2) યોગ્યતા અને (3) સંનિધિનો સમાવેશ થાય છે. સ્વર અને વ્યંજનના સમૂહથી વર્ણ, વર્ણોના સમૂહથી પદ અને પદોના સમૂહથી વાક્ય બને છે; પરંતુ પદોના સમૂહને વાક્ય બનવા માટે તેમાં રહેલાં પદોમાં આકાંક્ષા, યોગ્યતા…

વધુ વાંચો >

રમણ મહર્ષિ

રમણ મહર્ષિ (જ. 30 ડિસેમ્બર 1879; તિરુચ્ચુળી, તમિલનાડુ, અ. 14 એપ્રિલ 1950, તિરુવન્નમલૈ) : અર્વાચીન ભારતીય તત્વજ્ઞ સંત. તેમનો જન્મ દક્ષિણ ભારતના તમિલનાડુ રાજ્યના રામનાડ જિલ્લામાં મદુરાઈ પાસે આવેલા તિરુચ્ચુળીમાં પિતા સુંદરઅય્યર અને માતા અળગમ્માળને ત્યાં થયેલો. મૂળ નામ વેંકટરમણ. પાછળથી તેઓ ‘રમણ મહર્ષિ’ બન્યા. પ્રાથમિક શિક્ષણ તેમણે પોતાના ગામમાં…

વધુ વાંચો >

રસેલ, બર્ટ્રાન્ડ

રસેલ, બર્ટ્રાન્ડ (જ. 18 મે 1872, ટ્રેલેક, મૉનમથશાયર, વેલ્સ, યુ. કે.; અ. 2 ફેબ્રુઆરી 1970) : સુપ્રસિદ્ધ તત્ત્વચિંતક, ગણિતજ્ઞ, શાંતિવાદી વિચારક અને લેખક. બર્ટ્રાન્ડ રસેલ વીસમી સદીના સૌથી વધુ પ્રભાવક બૌદ્ધિક અને બહુશ્રુત લેખક તરીકે જાણીતા છે. સાહિત્ય માટે નોબેલ પુરસ્કાર વિજેતા (વર્ષ 1950) રસેલે ગણિતશાસ્ત્ર, તર્કશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, ઇતિહાસ, શિક્ષણ,…

વધુ વાંચો >

રહસ્યવાદ (mysticism)

રહસ્યવાદ (mysticism) : રહસ્યાનુભૂતિને અનુલક્ષીને અધ્યાત્મ- ક્ષેત્રે પ્રવર્તતી એક વિચારધારા. રહસ્યવાદ માટે અંગ્રેજી ભાષામાં મિસ્ટિસિઝમ (mysticism) શબ્દ છે. ભારતીય ભાષાઓમાં ‘અગમ્યવાદ’, ‘ગૂઢવાદ’, ‘અપરોક્ષાનુભૂતિવાદ’, ‘અધ્યાત્મવાદ’, ‘પરાવિદ્યા’ વગેરે તેના પર્યાયો પ્રચલિત છે ‘અમરકોશ’ પ્રમાણે ‘रहस्’ શબ્દનો અર્થે ‘એકાન્ત, નિર્જન કે ગુપ્ત’ એવો થાય છે. ભગવદગીતામાં અધ્યાત્મજ્ઞાનના રહસ્યને ગુહ્યાત્ ગુહ્યતરમ્’, ‘સર્વગુહ્યાનામ્’ વગેરે શબ્દો…

વધુ વાંચો >

રાઇલ, ગિલ્બર્ટ (Ryle, Gilbert)

રાઇલ, ગિલ્બર્ટ (Ryle, Gilbert) (જ. 1900; અ. 1976) : બ્રિટિશ તત્વચિંતક. ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં તેમણે તત્વજ્ઞાનનો અભ્યાસ કર્યો હતો. તે જ યુનિવર્સિટીમાં પછીથી તેઓ ટ્યૂટર તરીકે જોડાયા હતા અને પછી ‘વેઇનફ્લીટ પ્રોફેસર ઑવ્ મેટાફિઝિકલ ફિલૉસૉફી’ તરીકે તે જ યુનિવર્સિટીમાં તેમણે 1945થી 1968 સુધી સેવાઓ આપી હતી. અંગ્રેજી ભાષામાં ખૂબ જ ઊંચી…

વધુ વાંચો >

રાઝી

રાઝી (864-925) : ઈરાનના નવમા-દસમા સૈકાના જગવિખ્યાત હકીમ. આખું નામ અબૂબક્ર મુહમ્મદ બિન ઝકરિયા બિન યહ્યા. તેમણે તબીબીશાસ્ત્ર (medicine), રસાયણશાસ્ત્ર અને અન્ય વૈજ્ઞાનિક શાખાઓમાં સંશોધન તથા લેખન કર્યું હતું. તેમની ગણના વિશ્વના આગળ પડતા વિચારકોમાં થાય છે. તેમનો જન્મ ઈરાનના વર્તમાન પાટનગર તેહરાન શહેરની નજીક આવેલા પ્રાચીન નગર રૈ(Ray)માં થયો…

વધુ વાંચો >

રાધાકૃષ્ણન્, સર્વપલ્લી (ડૉ.)

રાધાકૃષ્ણન્, સર્વપલ્લી (ડૉ.) (જ. 5 સપ્ટેમ્બર 1888, તિરુતાની, તામિલનાડુ; અ. 16 એપ્રિલ 1975, ચેન્નાઈ) : આજન્મ શિક્ષક, સર્વતોમુખી પ્રતિભા ધરાવતા મેધાવી ચિંતક, રાજનીતિજ્ઞ અને ભારતના રાષ્ટ્રપ્રમુખ. પિતા વીર સામટ્યા તહેસીલદાર હતા અને તેઓ તેમનું બીજું સંતાન હતા. આઠ વર્ષની વય સુધી વતન તિરુતાનીમાં વસવાટ કર્યો અને બાદમાં તિરુપતિમાં અભ્યાસ કર્યો.…

વધુ વાંચો >