Peace research

નોએલ-બેકર, ફિલિપ

નોએલ-બેકર, ફિલિપ (જ. 1 નવેમ્બર 1889, લંડન; અ. ઑક્ટોબર 1982, લંડન) : આંતરરાષ્ટ્રીય નિ:શસ્ત્રીકરણના હિમાયતી, ઇંગ્લૅન્ડના અગ્રણી મુત્સદ્દી તથા 1959નું શાંતિનું નોબેલ પારિતોષિક મેળવનાર રાજપુરુષ. લંડનના એક ક્વેકર કુટુંબમાં તેમનો જન્મ થયો હતો. ગરીબોની નિ:સ્વાર્થ સેવા કરનાર માતાપિતાને ત્યાં ઉછેર. તેમના પિતા જૉસેફ ઍલન બેકર ઇંગ્લૅન્ડની સંસદના નીચલા ગૃહના સભ્ય…

વધુ વાંચો >

પચૌરી, રાજેન્દ્ર

પચૌરી, રાજેન્દ્ર (જ. 20 ઑગસ્ટ 1940, નૈનિતાલ) : પર્યાવરણવિદ અને 2007માં શાંતિ માટેનો નોબેલ પુરસ્કાર મેળવનાર સંસ્થા આઇ.પી.સી.સી.ના અધ્યક્ષ. વર્ષ 2007નો શાંતિ માટેનો નોબેલ પુરસ્કાર અમેરિકાના પૂર્વઉપપ્રમુખ આલ્બર્ટ ગોર અને પર્યાવરણસંસ્થા ઇન્ટરગવર્નમેન્ટલ પૅનલ ઑન ક્લાઇમેટ ચેન્જ(આઇ.પી.સી.સી.)ને સંયુક્ત રીતે એનાયત થયો છે. આ સંસ્થાના વડા ડૉ. રાજેન્દ્રકુમાર પચૌરી ભારતીય છે. તેમણે…

વધુ વાંચો >

પરેઝ, એસ્કવિલ ઍડૉલ્ફ

પરેઝ, એસ્કવિલ ઍડૉલ્ફ (જ. 26, નવેમ્બર, 1931, બુનોઝ એર્સ, આર્જેન્ટીના) : 1980ના શાંતિ માટેના નોબેલ પુરસ્કારના વિજેતા તથા માનવ-અધિકારોના પ્રખર પુરસ્કર્તા. તેમના પિતા સાધારણ માછીમાર હતા. આર્જેન્ટાઇન નૅશનલ સ્કૂલ ઑવ્ ફાઇન આર્ટ્સમાં 1968માં તેઓ પ્રાધ્યાપક નિમાયા ત્યારે શિલ્પકાર તરીકે પણ જાણીતા બની ચૂક્યા હતા. વિવિધ અહિંસક સંગઠનોની પ્રવૃત્તિઓનું સંચાલન કરવા…

વધુ વાંચો >

પર્મેનન્ટ ઇન્ટરનેશનલ પીસ બ્યૂરો

પર્મેનન્ટ ઇન્ટરનેશનલ પીસ બ્યૂરો : 1910ના શાંતિ માટેના નોબેલ પુરસ્કારની વિજેતા સંસ્થા. સ્થાપના 1892. શાંતિ માટે સઘન પ્રયાસ કરી શકે તેવી સંસ્થા ઊભી કરવાનો વિચાર ફ્રેડરિક બેજર નામના વિશ્વશાંતિના પુરસ્કર્તાએ રજૂ કર્યો. 1880માં લંડન ખાતે મળેલી આંતરરાષ્ટ્રીય-રાજકીય પરિષદમાં તે માટે એક સમિતિની રચના કરવામાં આવી અને તેના અનુસંધાનમાં 1891માં સ્વિટ્ઝર્લૅન્ડના…

વધુ વાંચો >

પાઇર ડૉમિનિક જ્યૉર્જિઝ

પાઇર, ડૉમિનિક જ્યૉર્જિઝ (જ. 10 ફેબ્રુઆરી 1910, બેલ્જિયમ; અ. 30 જાન્યુઆરી 1969) : 1958ના શાંતિ માટેના નોબેલ પારિતોષિકનાં વિજેતા. પહેલા વિશ્વયુદ્ધ (1914-18) દરમિયાન તેમનું કુટુંબ ફ્રાંસમાં શરણાર્થી તરીકે વસ્યું હતું. 1928માં તેઓ લા-સાર્ત્રની ડૉમિનિકન મૉનસ્ટરીમાં દાખલ થઈ સ્નાતક બન્યા. ત્યારપછી રોમમાં વધુ અભ્યાસ કરી 1934માં પાદરી તરીકે દીક્ષા ગ્રહણ કરી…

વધુ વાંચો >

પિયર્સન લેસ્ટર બાઉલ્સ

પિયર્સન, લેસ્ટર બાઉલ્સ (જ. 23 એપ્રિલ 1897, ટોરૉન્ટો, કૅનેડા; અ. 27 ડિસેમ્બર 1972, ઓટાવા, કૅનેડા) : 1957ના વર્ષના શાંતિ માટેના નોબેલ પુરસ્કારના વિજેતા અને કૅનેડાના ભૂતપૂર્વ વડાપ્રધાન. ટૉરન્ટો અને ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યા બાદ તેમણે 1928માં એક વર્ષ માટે પોતાની માતૃસંસ્થાઓમાં ઇતિહાસના વિષયમાં અધ્યાપનકાર્ય કર્યું. ત્યારબાદ તરત જ 1928માં કૅનેડિયન…

વધુ વાંચો >

પેરેસ શિમોન (Peres Shimon)

પેરેસ, શિમોન (Peres, Shimon) (જ. 1 ઑગસ્ટ 1923, પોલૅન્ડ; અ. 28 સપ્ટેમ્બર 2016, ઇઝરાયલ) : 1994ના શાંતિ માટેનો નોબેલ પુરસ્કાર અન્ય સાથે મેળવનાર ઇઝરાયલના રાજદ્વારી નેતા. તેમને એ નોબેલ પુરસ્કાર રાબિન અન યાસર અરાફાત સાથે ઇઝરાયલ-જૉર્ડન શાંતિ વાર્તાલાપ અને ઓસ્લો એકોર્ડ શાંતિ વાર્તાલાપ પૅલેસ્ટાઇનના આગેવાનો સાથે સફળતાપૂર્વક કરવા માટે આપવામાં…

વધુ વાંચો >

પૅસી ફ્રેડરિક

પૅસી, ફ્રેડરિક (જ. 20 મે 1822, પૅરિસ; અ. 12 જૂન 1912, પૅરિસ) : શાંતિ માટેના સર્વપ્રથમ નોબેલ પુરસ્કારના સહવિજેતા (1901), ફ્રેન્ચ અર્થશાસ્ત્રી તથા આંતરરાષ્ટ્રીય લવાદપ્રથાના હિમાયતી. બીજા વિજેતા સ્વિટ્ઝર્લૅન્ડના ઝ્યાં આંરીદ્યુના(રેડક્રૉસના સ્થાપક) હતા. 1846-49 દરમિયાન ફ્રેન્ચ કાઉન્સિલ ઑવ્ સ્ટેટના લેખાપરીક્ષક (auditor) તરીકે પૅસીએ સેવાઓ આપેલી. ત્યારબાદ તેમણે તેમનો મોટાભાગનો સમય…

વધુ વાંચો >

ફ્રીડ, આલ્ફ્રેડ હરમન

ફ્રીડ, આલ્ફ્રેડ હરમન (જ. 11 નવેમ્બર 1864, વિયેના; અ. 5 મે 1921, વિયેના) : વિશ્વશાંતિના ર્દઢ હિમાયતી અને શાંતિ માટેના નોબેલ પુરસ્કારના સહવિજેતા (1911). ઑસ્ટ્રિયાના નાગરિક. પંદર વર્ષની ઉંમરે શાળાનો ત્યાગ કર્યો. બર્થા વૉન સટનરના પ્રોત્સાહનથી તેમણે 1892માં જર્મન પીસ સોસાયટી સ્થાપી, જે પ્રથમ વિશ્વયુદ્ધ (1914–18) પહેલાં જર્મન શાન્તિવાદી (pacifist)…

વધુ વાંચો >

ફ્રેન્ડ્ઝ સર્વિસ કાઉન્સિલ – ધ ક્વેકર્સ

ફ્રેન્ડ્ઝ સર્વિસ કાઉન્સિલ – ધ ક્વેકર્સ : 1947નું નોબેલ શાંતિ પુરસ્કાર પ્રાપ્ત કરનાર સંસ્થા. તેનું પૂરું નામ ધ રિલિજિયસ સોસાયટી ઑવ્ ફ્રેન્ડ્ઝ છે. આંતરરાષ્ટ્રીય સહકારને ઉત્તેજન આપતી એ સંસ્થા લંડનની ફ્રેન્ડ્ઝ સર્વિસ કાઉન્સિલ (FSC) અને ફિલાડેલ્ફિયાની અમેરિકન ફ્રેન્ડ્ઝ સર્વિસ કમિટી (AFSC) – એમ બંને સંસ્થાઓનું પ્રતિનિધિત્વ કરે છે. ‘પ્રેમ શું…

વધુ વાંચો >