Painting

યાદવ, કનૈયાલાલ રામચંદ્ર

યાદવ, કનૈયાલાલ રામચંદ્ર (જ. 10 એપ્રિલ 1932, રતલામ, મ. પ્ર.; અ. 21 જૂન 1992) : ગુજરાતના આધુનિક ચિત્રકાર. મૂળ યુ. પી.ના ભૈયા વર્ગના યાદવે મુંબઈની સર જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટમાંથી ચિત્રકલાનો ડિપ્લોમા મેળવ્યો હતો. પ્રભાવવાદી તેમજ શોભનશૈલીએ નિસર્ગચિત્રો કરવા માટે થઈને તેઓ લોકપ્રિય થયા હતા. તેઓ વિશાળ નેત્રો અને…

વધુ વાંચો >

યુકિયો-ઈ કાષ્ઠ-છાપ ચિત્રકલા

યુકિયો-ઈ કાષ્ઠ-છાપ ચિત્રકલા (1600–1900) : જાપાનની ટોકુગાવા સમયની લોકપ્રિય બનેલી કાષ્ઠ-છાપ ચિત્રકલા. ‘યુકિયો-ઈ’ (Ukiyo-e) શબ્દનો અર્થ જાપાની ભાષામાં ‘ક્ષણભંગુર જીવનનાં ચિત્રો’ એવો થાય છે. પ્રશિષ્ટ જાપાની ચિત્રકલાથી વિપરીત યુકિયો-ઈમાં ધાર્મિક અને આધ્યાત્મિક વિષયોને કોઈ સ્થાન નહોતું, પરંતુ ટોકિયોના ‘યોશીવારા’ નામે જાણીતા બનેલા વેશ્યાવાડાની વેશ્યાઓ, રૂપાળી લલનાઓ, કાબુકી થિયેટરનાં લોકપ્રિય બનેલાં…

વધુ વાંચો >

યૂજીન દેલાક્રૂવા (Eugene Delacroix)

યૂજીન દેલાક્રૂવા (Eugene Delacroix) (જ. 1798; અ. 1863) : ફ્રાન્સના અત્યંત મેધાવી ચિત્રકાર. તેમની ગણના અઢારમી અને ઓગણીસમી સદીના યુરોપના રંગદર્શિતાવાદના અત્યંત મહત્વના કલાકારોમાં થાય છે. તેમની સંવેદના જીવનમાંથી ઉદભવેલી હતી, તેથી તેમાં પ્રકૃતિદર્શન પ્રત્યેના આવેગો અને પ્રાચીન સંસ્કૃતિના આદર્શોનું અનુકરણ નહોતું. એંગ્ર (Ingres) જેવા નવશિષ્ટવાદી ચિત્રકારોની કલામાં દેલાક્રૂવાને પ્રાચીન…

વધુ વાંચો >

રઝા, સૈયદ હૈદર

રઝા, સૈયદ હૈદર (જ. 1922, બબારિયા, મધ્યપ્રદેશ) : આધુનિક ભારતીય ચિત્રકાર. બાળપણથી ધ્યાનની સાધના કરી અને 8 વરસની ઉંમરથી બિંદુ પર એકાગ્રતા કરવાનો પ્રયત્ન કર્યો. બાળપણ વીત્યું તે ગામ કકઈયા ચોમેર પહાડો ને ગીચ જંગલોથી વીંટળાયેલું હતું. આ જંગલોમાં ગોન્ડના ઢોલના તાલે પણ બાળ રઝા આકર્ષાયો. આમ પ્રકૃતિ, ધ્યાન, યોગ…

વધુ વાંચો >

રફાઈ, તૂફાન

રફાઈ, તૂફાન (Rafai, Toofan) (જ. 1920, અમરેલી, ગુજરાત) : આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવી ચૂકેલા ગુજરાતના આધુનિક ચિત્રકાર. પ્રાથમિક શિક્ષણ અમરેલીની સામેના જેસિંગપુરા ગામમાં લીધું. શાળામાં ઝળકી ઊઠતાં એક ઇનામ પ્રાપ્ત થયું, અને ઇનામ-વિતરક મહેમાન ગાંધીજીએ સ્વચ્છતા અને સ્વાવલંબન પર ટકોર કરતાં રફાઈ હાથબનાવટના ઉત્પાદન અને સ્વદેશીના ખ્યાલ અંગે જાગ્રત થયા. કુટુંબની…

વધુ વાંચો >

રફાયેલ, સાંઝિયો

રફાયેલ, સાંઝિયો (જ. 6 એપ્રિલ 1483; ઉર્બિનો, ઇટાલી; અ. 6 એપ્રિલ 1520, રોમ, ઇટાલી) : રેનેસાં કાળના ઇટાલીના 3 મૂર્ધન્ય કલાકારોમાં માઇકલૅન્જેલો અને લિયૉનાર્દો દ વિન્ચી સાથે સ્થાન ધરાવનાર યુગપ્રવર્તક ચિત્રકાર અને સ્થપતિ. મૂળ નામ રફાયેલો સાંઝિયો (Raffaello Sanzio). માતા મેજિયા દિ બાતીસ્તા અને પિતા જિયોવાની સાન્તીના તેઓ પુત્ર. રેનેસાં…

વધુ વાંચો >

રવિવર્મા, રાજા

રવિવર્મા, રાજા (જ. 29 એપ્રિલ 1848, કીલીપનૂર, કેરળ; અ. 2 ઑક્ટોબર 1906, કેરળ) : યુરોપીય પદ્ધતિથી તૈલરંગોમાં વિશાળ કદનાં કૅન્વાસ આલેખનાર ભારતના પ્રથમ વિખ્યાત અર્વાચીન ચિત્રકાર. અર્વાચીન ભારતીય ચિત્રકલાના પિતામહ. ત્રાવણકોરના રાજકુટુંબમાં જન્મ. બાળપણમાં તેમના માનસપટ પર સંસ્કૃત સાહિત્યની ઊંડી ને કાયમી છાપ પડી, જેની અસર પુખ્ત વયે ચિત્રસર્જનમાં પણ…

વધુ વાંચો >

રસેલ, મૉર્ગન

રસેલ, મૉર્ગન (જ. 1886, ન્યૂયૉર્ક નગર; અ. 29 મે 1953, ફિલાડેલ્ફિયા) : અમેરિકાના આધુનિક ચિત્રકાર. ન્યૂયૉર્ક નગરમાં રૉબર્ટ હેન્રીના હાથ નીચે અભ્યાસ કર્યા પછી 1906માં રસેલે પૅરિસ જઈ જીવનનાં 40 વરસ ત્યાં વિતાવ્યાં. રંગોની પ્રકૃતિ અંગેના વૈજ્ઞાનિક સિદ્ધાંતોનો ચિત્રકલામાં વિનિયોગ કરનારા પ્રથમ અમેરિકન ચિત્રકારોમાં તેમનો સમાવેશ થાય છે. ચિત્રકાર સ્ટૅન્ટન…

વધુ વાંચો >

રસ્કિન, જૉન

રસ્કિન, જૉન (જ. 8 ફેબ્રુઆરી 1819, લંડન, ઇંગ્લૅન્ડ; અ. 20 જાન્યુઆરી 1900, કોનિસ્ટન, લૅન્કેશાયર, ઇંગ્લૅન્ડ) : અંગ્રેજ સાહિત્યકાર, વિવેચક અને ચિત્રકાર. ‘ગૉથિક રિવાઇવલ’ ચળવળના પુરસ્કર્તા. માતા માર્ગારેટ અને પિતા જૉન જેમ્સના એકમાત્ર પુત્ર. પિતા દારૂના મોટા વેપારી. વારસામાં મળેલી મિલકતનો મોટો હિસ્સો રસ્કિને જરૂરતમંદોને વહેંચી દીધેલો. માતાએ પુત્રને બાઇબલના સંસ્કારનો…

વધુ વાંચો >

રંગદર્શી કલા

રંગદર્શી કલા : યુરોપીય કલામાં 1750થી 1870 સુધીના ગાળામાં વ્યાપક બનેલ વલણ. રંગદર્શિતાવાદ નવપ્રશિષ્ટવાદની સમકાલીન ઘટના હતી. રંગદર્શિતાવાદી કલાને ગટે, કાન્ટ, બૉદલેર અને શૉપનહાઉર જેવાનું સમર્થન સાંપડ્યું હતું. પ્રકૃતિનાં પ્રબળ અને પાશવી પરિબળો સામે માનવનાં કૌશલ્ય, બુદ્ધિ, બળ અને જુસ્સો નગણ્ય બની રહેવાથી ઊભી થતી કરુણાંતિકાઓ, અને પ્રકૃતિ પ્રત્યે માનવીને…

વધુ વાંચો >