Painting
ભીંતચિત્ર
ભીંતચિત્ર : ખડકોની સપાટી પર કે ઇમારતોની ભીંતો પર કરવામાં આવતું ચિત્રકામ. ભીંતચિત્ર એ ભારત માટે જ નહિ, દુનિયા માટે પણ નવાઈની બાબત નથી. કારણ કે છેક પ્રાગૈતિહાસિક સમયથી એટલે કે જ્યારે માણસ વસ્ત્ર પહેરતો કે રાંધેલું ખાતો અને ભાષા પણ બોલતો નહોતો થયો ત્યારથી તે એક યા બીજા બહાને…
વધુ વાંચો >ભોસલે, માધુરી
ભોસલે, માધુરી (જ. 1972, ઉજ્જૈન, મધ્યપ્રદેશ) : જાણીતાં ચિત્રકાર. તેમણે ડ્રૉઇંગ અને પેઇન્ટિંગમાં એમ.એ.ની ડિગ્રી સાથે સુવર્ણચંદ્રક મેળવ્યો. ત્યારબાદ ઉજ્જૈનની વિક્રમ યુનિવર્સિટીમાંથી તેમણે પ્રાચીન ભારતીય ઇતિહાસ અને પુરાતત્વવિદ્યામાં પણ એમ.એ.ની ડિગ્રી મેળવી. વળી ખૂબ ઓછી જાણીતી છતાં મહત્વપૂર્ણ લઘુશૈલી (રાજસ્થાની) ‘રાઘવગઢ સ્કૂલ ઑવ્ પેઇન્ટિંગ’ પર વિવેચનાત્મક અભ્યાસ તૈયાર કરીને પીએચ.ડી.…
વધુ વાંચો >મજુમદાર, ક્ષિતીન્દ્રનાથ
મજુમદાર, ક્ષિતીન્દ્રનાથ (જ. 1891, નિમ્ટીટા, જિ. મુર્શિદાબાદ, બંગાળ; અ. –) : બંગાળ શૈલીના એક અગ્રણી ચિત્રકાર. બાળપણમાં યાત્રા અને કથા જેવા બંગાળી વાર્તાકથન અને લોકરંગમંચનનો આનંદ લૂંટ્યો. 1905માં 14 વરસની ઉંમરે પોતાનું ગામડું છોડી કોલકાતા આવ્યા અને 1909માં 18 વરસની ઉંમરે ખ્યાતનામ ચિત્રકાર ગગનેન્દ્રનાથ ટાગોરના શિષ્ય બન્યા. અહીં 6 વરસ…
વધુ વાંચો >મઝુમદાર, ચિત્રાવનુ
મઝુમદાર, ચિત્રાવનુ (જ. 1956, પૅરિસ, ફ્રાન્સ) : આધુનિક ભારતીય મહિલા ચિત્રકાર. 1975માં કૉલકાતાની ગવર્મેન્ટ કૉલેજ ઑવ્ આર્ટ્સ ઍન્ડ ક્રાફ્ટ્સમાં વિદ્યાર્થિની તરીકે જોડાયાં. 1981માં અહીંથી ચિત્રકલાનાં સ્નાતક થયાં. કૉલકાતાની એકૅડમી ઑવ્ ફાઇન આર્ટ્સ (1985), કૉલકાતાની બિરલા એકૅડેમી ઑવ્ આર્ટ એન્ડ કલ્ચર (1987), મુંબઈની જહાંગીર આર્ટ ગૅલેરી (1989) તથા નવી દિલ્હીની લલિત…
વધુ વાંચો >મણાકુ
મણાકુ (અઢારમી સદીનો પૂર્વાર્ધ; જ. અને અ. ગુલેર, હિમાચલ પ્રદેશ) : પહાડી લઘુચિત્રકલાના પ્રસિદ્ધ ચિત્રકાર. બ્રાહ્મણ કુટુંબમાં જન્મ. પિતા સેઉ અને ભાઈ નયનસુખ પણ પ્રસિદ્ધ પહાડી ચિત્રકારો હતા. ચિત્રકલાનો વ્યવસાય અપનાવ્યો હોવાથી સમગ્ર પરિવારે પોતાને બ્રાહ્મણને બદલે સુથાર ગણાવવાનું પસંદ કર્યું હતું. પરિવારની મૂળ અટક મિશ્રા પણ તેમણે ત્યજી દીધી…
વધુ વાંચો >મધુબની ચિત્રકલા
મધુબની ચિત્રકલા : બિહારના મુઝફ્ફરપુર, દરભંગા, પૂર્ણિયા અને મધુબની જિલ્લાઓની મહિલાઓની લોક-ચિત્રકલા. આ વિસ્તારની બ્રાહ્મણ અને કાયસ્થ જાતિની સ્ત્રીઓ પરંપરાગત રીતે આ કલાનું સર્જન કરતી આવી છે. ઘરની ભીંતો, માટલાં, સૂપડાં અને મંદિરોના બાહ્ય ભાગ પર આ કલા આવિષ્કાર પામતી રહી છે. ઉત્સવ કે લગ્ન પ્રસંગે તેનું આલેખન કરવામાં આવે…
વધુ વાંચો >મધ્ય એશિયાની કળા
મધ્ય એશિયાની કળા (સ્થાપત્ય, શિલ્પ અને ચિત્રકળા) આજના તુર્કમેનિસ્તાન, ઉઝબેકિસ્તાન, કિર્ગિઝસ્તાન, તાજિકિસ્તાન, દક્ષિણ કઝાખિસ્તાન, હિંદુકુશ પર્વતમાળાની ઉત્તરનું અફઘાનિસ્તાન તથા ચીની તુર્કમેનિસ્તાન (ચીનનો હાલમાં ઝિન્જ્યાન્ગ ઉઈગુર નામે ઓળખાતો પ્રાંત) વિસ્તારોમાં પથરાયેલ મધ્ય એશિયાની કળાઓ પ્રાચીન કાળથી આ પ્રદેશ વિવિધ કળાશૈલીઓનું મિલનસ્થળ રહ્યો છે. પશ્ચિમની ગ્રીક અને રોમન, નૈર્ઋત્યની અરબી અને ઈરાની…
વધુ વાંચો >મધ્યકાલીન દખ્ખણની ચિત્રકલા
મધ્યકાલીન દખ્ખણની ચિત્રકલા : દખ્ખણી જૂથની બિજાપુર, અહમદનગર અને ગોવળકોંડાના ત્રણ મુખ્ય રાજદરબારોમાં પાંગરેલી ચિત્રશૈલીઓ. દખ્ખણી શૈલીઓ મુઘલ ચિત્રકલાની સમકાલીન હતી. એમાં રૂઢ સ્વરૂપો ખરેખર વિજયનગર અને પૂર્વવર્તી શૈલીઓમાંથી અને સંભવતઃ બહમની દરબારનાં ચિત્રોમાંથી રૂપાંતરિત થઈ આવેલાં હોવાનું આ પ્રકારની ‘નુજૂમ-ઉલ્-ઉલૂમ’ની સચિત્ર હસ્તપ્રત પરથી જણાય છે. આમ છતાં સંખ્યાબંધ ચિત્રો…
વધુ વાંચો >મનસૂર
મનસૂર (સત્તરમી સદી) : પશુ-પંખીઓના મુઘલકાલીન ભારતીય ચિત્રકાર. તેઓ જહાંગીરના ખાસ પ્રીતિપાત્ર હતા. જહાંગીરે તેમને ‘નાદિર-ઉલ-અસ્ર’ (વિશ્વનું વિસ્મય) ખિતાબ આપીને નવાજ્યા હતા. મનસૂરે પંશુપંખીઓનાં ચિત્રો પ્રાકૃતિક ઇતિહાસવિદના ર્દષ્ટિકોણથી આલેખ્યાં છે. તેમાં જે તે પશુપંખીની શરીરરચનાનું યથાર્થ અને હૂબહૂ આલેખન અવશ્ય જોવા મળે છે; પરંતુ વૈયક્તિક અભિવ્યક્તિ અને પશુ-પંખીના વિશિષ્ટ જુસ્સાની…
વધુ વાંચો >મનસૂરી, નબીબખ્શ મહંમદ
મનસૂરી, નબીબખ્શ મહંમદ (જ. 1966, સાબરકાંઠા; ગુજરાત) : ગુજરાતના ચિત્રકાર. અમદાવાદની સી. એન. ફાઇન આટ્ર્સ કૉલેજમાંથી તેમણે ચિત્રકળાનો ડિપ્લોમા (1990) અને વડોદરાની મ. સ. યુનિવર્સિટીની ફૅકલ્ટી ઑવ્ ફાઇન આર્ટ્સમાંથી ગુલામ મહંમદ શેખ અને જ્યોતિ ભટ્ટની રાહબરી હેઠળ 1992માં ચિત્રકળાનો પોસ્ટ-ડિપ્લોમા મેળવ્યો. મનસૂરી ચિત્રોમાં ચિત્રવિચિત્ર કલ્પનાવાળું વિષય-વિશ્વ રજૂ કરે છે; વાસ્તવજગતના…
વધુ વાંચો >