Music

જૉન્સ, નૉરા

જૉન્સ, નૉરા (જ. 30 માર્ચ 1979, ન્યૂયૉર્ક) : પાશ્ચાત્ય જૅઝ સંગીતનાં અગ્રણી ગાયિકા તથા 2003 વર્ષ માટેના ગ્રામી ઍવૉર્ડ-વિજેતા કલાકાર. તેઓ વિશ્વવિખ્યાત સિતારવાદક પંડિત રવિશંકરનાં અનૌરસ પુત્રી છે. માતાનું નામ સ્યૂ જૉન્સ, જે વ્યવસાયે પરિચારિકા છે. નૉરાને સંગીતની પ્રેરણા અને પ્રોત્સાહન માતા પાસેથી પ્રાપ્ત થયાં હતાં. જન્મ પછી ઘણા લાંબા…

વધુ વાંચો >

જોશી, અનંત મનોહર

જોશી, અનંત મનોહર (જ. 8 માર્ચ 1881, કિનહાઈ અ. 12 સપ્ટેમ્બર 1967) : ઉત્તર હિંદુસ્તાની સંગીતના ગ્વાલિયર ઘરાનાના ગાયક. સંગીતનું શરૂઆતનું શિક્ષણ પિતા પાસેથી લીધું; પરંતુ નાની ઉંમરે પિતાનું અવસાન થતાં મિરજના વિખ્યાત સંગીતકાર બાળકૃષ્ણબુવા ઇચલકરંજીકર પાસે 6 વર્ષ સુધી ઘનિષ્ઠ તાલીમ લીધી. સાંગલીના ગણપતિ-દેવસ્થાનમાં રાજગાયક તરીકે તેમણે સેવા આપી,…

વધુ વાંચો >

જોશી, ગજાનનરાવ

જોશી, ગજાનનરાવ (જ. 30 જાન્યુઆરી 1911, મુંબઈ; અ. 28 જૂન 1987, મુંબઈ) : ઉત્તર હિંદુસ્તાની સંગીતના ગાયક તથા વાયોલિનવાદક. ગાયન અને વાદન બંને ક્ષેત્રમાં સરખું પ્રભુત્વ પ્રાપ્ત કરનાર વિચક્ષણ કલાકાર છે. જન્મ પ્રતિષ્ઠિત સંગીત પરિવારમાં. તેમના પિતા અનંત મનોહર જોશી એ સમયના લોકપ્રિય ગાયક હતા. સંગીતની પ્રારંભિક તાલીમ  4 વર્ષ…

વધુ વાંચો >

જોશી, ભીમસેન

જોશી, ભીમસેન (જ. 4 ફેબ્રુઆરી 1922, ગદગ, કર્ણાટક; અ. 24 જાન્યુઆરી 2011 પુણે, મહારાષ્ટ્ર) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના કલાકાર. પિતા શિક્ષક હતા. બાળપણથી જ અત્યંત જિદ્દી પ્રકૃતિના હતા. જે કંઈ ઇચ્છતા તે પ્રાપ્ત કરીને જ રહેતા. આ ગુણ સંગીતસાધનામાં ખૂબ મદદરૂપ નીવડ્યો હતો. પિતાજી સુંદર કીર્તન કરતા હતા. તેથી…

વધુ વાંચો >

ઝવેરી, શ્વેતા

ઝવેરી, શ્વેતા (જ. 30 સપ્ટેમ્બર 1975, અમદાવાદ) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતનાં ગાયિકા તથા હિંદુસ્તાની અને વૈશ્વિક સ્તરના કંઠ્ય સંગીત પર સરખું પ્રભુત્વ ધરાવતાં ભારતીય નારી. પિતા સુબોધભાઈ કાન, નાક, ગળાના રોગોના નિષ્ણાત અને માતા હંસાબહેન અંગ્રેજીનાં પ્રોફેસર તરીકે નિવૃત્ત થયાં. છ વર્ષની કાચી વયે પંડિત વિલાસરાવ ખાંડેકર પાસેથી તેમણે…

વધુ વાંચો >

ઝાકિરહુસેન

ઝાકિરહુસેન (જ. 9 માર્ચ 1951, મુંબઈ; અ. 15 ડિસેમ્બર 2024, સાનફ્રાન્સિસ્કો, કૅલિફૉર્નિયા, યુ.એસ.એ.) : વિખ્યાત તબલાવાદક તથા ભારતીય અને પાશ્ચાત્ય સંગીતના સ્વરકાર. હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના પંજાબ ઘરાનાના તબલાગુરુ ઉસ્તાદ અલ્લારખાખાન કુરેશીના જ્યેષ્ઠ પુત્ર અને શિષ્ય ઝાકિરહુસેને સાત વર્ષની ઉંમરથી જાહેર પ્રસ્તુતિઓમાં ભાગ લેવાનું શરૂ કર્યું હતું; એટલું જ નહિ, બાર…

વધુ વાંચો >

ઝાલા, સુખરાજસિંહ

ઝાલા, સુખરાજસિંહ (જ. 2 નવેમ્બર 1924, લીંબડી) : ગુજરાતી સંગીતકાર. પિતા પથુભા. જન્મ મોસાળમાં, માતા માજીરાજબાની કૂખે. વતન સૌરાષ્ટ્રમાં લાલિયાદ. હાલ નિવાસ અમદાવાદમાં. સંગીતના સંસ્કાર બાળપણથી ઝીલ્યા. માતાપિતા બેઉ મધુર સ્વરે હાલરડાં, ભજનો, પ્રાર્થનાગીતો આદિ ગાય. પિતાની નોકરી સોનગઢ ગુરુકુળમાં. ત્યાં બાળ સુખરાજને પ્રાર્થનાસભાઓ તથા સંગીતસભાઓમાં જોડાવાના પ્રસંગોએ આ સંસ્કાર…

વધુ વાંચો >

ઝિયા, મોહિયુદ્દીન

ઝિયા, મોહિયુદ્દીન (જ. 14 માર્ચ 1929 ઉદયપુર, રાજસ્થાન; અ. 28 સપ્ટેમ્બર 1990) : સુપ્રસિદ્ધ બીનકાર તથા વીસમી સદીના પ્રથમ દસકામાં થઈ ગયેલ ડાગુર બાનીના ઉત્કૃષ્ટ પુરસ્કર્તા સંગીતકાર. તેઓ ઉસ્તાદ ઝાકરુદ્દીનખાનના પૌત્ર તથા ઝિયાઉદ્દીન ડાગરના પુત્ર છે. તેઓ ડાગર પરિવારના અગ્રણી શાસ્ત્રીય સંગીતકાર ગણાય છે. તેમણે સંગીતની શિક્ષા સુપ્રસિદ્ધ ધ્રુપદ ગાયક…

વધુ વાંચો >

ઝુમરા

ઝુમરા : જુઓ, તાલ

વધુ વાંચો >

ટપ્પા

ટપ્પા : હિંદુસ્તાની સંગીતની ગાયકીનો પ્રકાર. ‘ટપ’ શબ્દ ઉપરથી આ નામ પડેલું છે. પંજાબના ઊંટપાલકોમાં આ પ્રકારનાં ગીતો ગવાતાં. હીર-રાંઝાની પ્રણયકથાની આસપાસ રચાયેલાં લોકગીતો આ શૈલીનાં છે. સમય જતાં તેમાંથી ટપ્પા-ગાયકીનો વિકાસ થયો. મિયાં શોરી નામના સંગીતકારને ટપ્પાનો જનક માનવામાં આવે છે. ઔંધના નવાબ અસફઉદ્દોલાનો એ દરબારી હતો. પંજાબ જઈ…

વધુ વાંચો >