Mechanical engineering

ઓઝા, હસમુખ પ્રાણશંકર

ઓઝા, હસમુખ પ્રાણશંકર (જ. 7 ફેબ્રુઆરી 1917, ધોળકા; અ. 4 ઑગસ્ટ 1985, અમદાવાદ) : ગુજરાતના એક ઉત્તમ કોટિના બહુવિધ ઇજનેર, તકનીકી લેખક તથા સક્ષમ વહીવટકર્તા. મધ્યમ વર્ગના શ્રીમાળી બ્રાહ્મણ જ્ઞાતિના શિક્ષણપ્રેમી કુટુંબમાં તેમનો જન્મ. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ધોળકામાં લઈ, ભાવનગરથી મેટ્રિક. ગણિત પ્રત્યે ખાસ આકર્ષણ હોવાથી ભારતની પ્રતિષ્ઠિત રૉયલ…

વધુ વાંચો >

ઑફસેટ મુદ્રણ

ઑફસેટ મુદ્રણ : મુદ્રણની ત્રણ મુખ્ય પ્રચલિત પદ્ધતિઓ(લેટરપ્રેસ, ઑફસેટ, ગ્રેવ્યોર)માંની એક મુદ્રણ-પદ્ધતિ. એની શોધ એલોઈ સેન્ફેલેન્ડરે 1797માં શિલામુદ્રણ (lithography) તરીકે કરી હતી. મુદ્રણ માટે બે સપાટીની જરૂર હોય છે, છાપભાગ (image area) અને કોરો રાખવાનો ભાગ (non-image area). લેટરપ્રેસ-પદ્ધતિમાં છાપભાગ એકસરખી ઊંચી સપાટી પર અને કોરો રાખવાનો ભાગ એકસરખી નીચી…

વધુ વાંચો >

ઔદ્યોગિક ઇજનેરી

ઔદ્યોગિક ઇજનેરી માનવશક્તિ, નાણું, સાધનો, માલસામાન અને યંત્રોની સંકલિત પ્રણાલીઓની યોજના, સુધારણા અને અમલીકરણ સાથે સંબંધિત વિશિષ્ટ ઔદ્યોગિક પ્રવૃત્તિ. વિશાળ ગ્રાહકવર્ગને પોસાતી કિંમતે મળે તે રીતે સુંદર ડિઝાઇનવાળી ઉપયોગી વસ્તુઓનું મોટા જથ્થામાં ઉત્પાદન કરવું તે આધુનિક ઉદ્યોગનું ધ્યેય અને ઘણે અંશે તેની સિદ્ધિ પણ બનેલ છે. ઔદ્યોગિક ક્રાંતિનું એ પરિણામ…

વધુ વાંચો >

ઔદ્યોગિક માલવાહક (આંતરિક)

ઔદ્યોગિક માલવાહક (આંતરિક) : કારખાનામાં કે રેલવે પ્લૅટ્ફૉર્મ ઉપર માલસામાનની હેરફેર કરવા માટે વપરાતું યાંત્રિક સાધન. બધા જ પ્રકારની ટ્રકને ચાલવાની સપાટી સાથે સંપર્ક રહે છે, અને જુદા જુદા પથ પર તે ગતિ કરતી હોય છે. ટ્રકને બે કે વધુ પૈડાં હોય છે. પૈડાં તરીકે પોલાદના રોલર, સ્થાયી કે ઘૂમતા…

વધુ વાંચો >

કમ્બાઇન

કમ્બાઇન : ખેતીમાં લણવાની તથા અનાજના દાણા છૂટા પાડવાની એમ બે ક્રિયાઓ સંયુક્ત રીતે કરી આપતું યંત્ર. ઘોડાથી ખેંચાતું પ્રાથમિક પ્રકારનું આવું યંત્ર 1836માં ઉપયોગમાં આવેલું, પણ ટ્રૅક્ટરથી ખેંચાતાં કમ્બાઇન ઉપલબ્ધ થયાં ત્યાં સુધી (1930) આ યંત્રો સામાન્ય વપરાશમાં આવેલાં નહિ. સ્વચાલિત 2.5થી 5.5 મી.ના પટામાં કામ કરતાં કમ્બાઇન યંત્ર…

વધુ વાંચો >

કરવત

કરવત : કાષ્ઠ, પથ્થર કે ધાતુને કાપવા માટે હાથ કે યંત્ર વડે ચાલતાં ઓજારો. આદિ માનવે ચકમકના પથ્થરમાંથી બનાવેલ કરવતને મળતું ઓજાર તેણે વિકસાવેલાં ઓજારોમાં સૌપ્રથમ હોવાની શક્યતા છે. બધા જ પ્રકારની કરવતોમાં V-આકારના દાંતાવાળી ધાર ધરાવતું પાનું (blade) હોય છે. દાંતા એકાંતરે ડાબા-જમણી વાળેલા હોય છે જેથી કરવત અટક્યા…

વધુ વાંચો >

કંપન ગૅલ્વેનોમીટર (ચલિત ગૂંચળાવાળું ગૅલ્વેનોમીટર)

કંપન ગૅલ્વેનોમીટર (ચલિત ગૂંચળાવાળું ગૅલ્વેનોમીટર) : વિદ્યુતપ્રવાહ જાણવા અને માપવા માટે ઉપયોગમાં લેવાતું સાધન (ઉપકરણ). અહીં જેમાં થઈને વિદ્યુતપ્રવાહ પસાર થાય છે તેવા ગુંચળાને ચુંબકીય ક્ષેત્રમાં રાખવામાં આવે છે. બિનચુંબકીય ધાત્વિક (metallic) ચોકઠા ઉપર અવાહક પડવાળા પાતળા તાંબાના મોટી સંખ્યામાં આંટા ધરાવતું લંબચોરસ ગૂંચળું હોય છે. ચોકઠું અને ગૂંચળું પ્રમાણમાં…

વધુ વાંચો >

કાનસ

કાનસ : ધાતુ કે લાકડાની સપાટીને લીસી કરવા અથવા કાપવા માટેનું ઓજાર. કાનસની સપાટી ઉપર નાના દાંતા અથવા ઘીસીઓ (teeth) હોય છે, તેથી કાનસને કોઈ વસ્તુ ઉપર ઘસતાં તે વસ્તુની સપાટી ઘર્ષણથી છોલાઈને નાના કણસ્વરૂપે જુદી પડે છે. સામાન્ય રીતે કાનસ હાઇકાર્બન સ્ટીલ અથવા ટંગસ્ટન સ્ટીલમાંથી ઘડીને (forged) બનાવવામાં આવે…

વધુ વાંચો >

કાર્બ્યુરેટર

કાર્બ્યુરેટર : તણખા-પ્રજ્વલિત (spark-ignition) એન્જિનમાં, હવા અને બળતણના મિશ્રણને વાયુ સ્વરૂપમાં તૈયાર કરી મોકલવા માટે વપરાતું સાધન. ઑટોમોબાઇલ એન્જિનમાં (પેટ્રોલ-એન્જિનમાં) વપરાતા કાર્બ્યુરેટરના મુખ્ય ભાગો પ્રવાહી બળતણ માટેનો સંગ્રહખંડ (storage chamber), ચોક, નિષ્ક્રિય જેટ (idling jet), મુખ્ય જેટ, વેન્ચ્યુરી પ્રકારની હવાના પ્રવાહની મર્યાદા (restriction) અને પ્રવેગક (accelerator) પંપ છે. સંગ્રહખંડમાં પ્રવાહી…

વધુ વાંચો >

કુહાડી

કુહાડી : કાપવા, ચીરવા, ફાડવા, છેદવા અથવા છોડિયાં ઉતારવા માટે વપરાતું ઓજાર. આ ઓજાર ચલાવવા હાથની શક્તિનો ઉપયોગ થતો હોવાથી તેની ગણતરી હાથ-ઓજારવર્ગમાં થાય છે. માનવની સાથે પથ્થરયુગથી નાતો ધરાવતાં થોડાંક જ ઓજારોમાંનું એક ઓજાર કુહાડી છે. પથ્થરયુગમાં પથ્થરમાંથી બનેલ સાદા ઓજાર તરીકે ઉદભવેલ હાથ-કુહાડી લગભગ 32,000 વર્ષ પૂર્વે લાકડાના…

વધુ વાંચો >