Kashmiri literature
ફાઝિલ, ગુલામ અહમદ
ફાઝિલ, ગુલામ અહમદ (જ. 1916, શ્રીનગર) : વિખ્યાત કાશ્મીરી કવિ. શિક્ષણ શ્રીનગરમાં. બી.એ. થયા પછી એમણે શ્રીનગરમાં જ શિક્ષકની નોકરી લીધી. એમને શિક્ષણ ઉપરાંત સંગીત અને અન્ય કલાઓમાં ફક્ત રુચિ જ નહિ, એમનો ઊંડો અભ્યાસ પણ ખરો. એ વિશે એમણે પુષ્કળ વાંચ્યું-વિચાર્યું જણાય છે. 1974માં એ નિવૃત્ત થયા તે પછી…
વધુ વાંચો >ફિરાક, ગુલામ નબી
ફિરાક, ગુલામ નબી (જ. 1922, શ્રીનગર, કાશ્મીર) : કાશ્મીરી કવિ, લેખક અને અનુવાદક. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘સદા તિ સમંદર’ બદલ 2004ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે અંગ્રેજી ભાષા અને સાહિત્યમાં એમ.એ. અને ઉર્દૂ ભાષા અને સાહિત્યમાં અદીબ ફાઝિલની ડિગ્રી પ્રાપ્ત કરી. તેઓ અંગ્રેજી, ઉર્દૂ અને હિંદી…
વધુ વાંચો >બુનબુન (લછમન રૈના)
બુનબુન (લછમન રૈના) (જ. 1812; અ. 1884) : કાશ્મીરી લેખક. ફારસી મહાકાવ્ય ‘શાહનામા’નું ‘સમનામા’ નામે કાશ્મીરીમાં રૂપાંતર કરનાર ‘બુનબુન’ (તખલ્લુસ) કાશ્મીરી સાહિત્યના અગ્રગણ્ય કવિ છે. રૂપાંતર કરતાં, એમણે મૂળ ફારસીના માળખાનું એવું પરિવર્તન કર્યું છે, કે એ કાવ્ય પૂર્ણાંશે કાશ્મીરી લાગે. પાત્રોનાં નામો, સ્થળવર્ણનો, અલંકારો, રીતરિવાજો અને સમગ્ર વાતાવરણ કાશ્મીરનું…
વધુ વાંચો >બે-સોખ રૂહ
બે-સોખ રૂહ (1977) : કાશ્મીરી કવિ ગુલામ રસૂલ સંતોષ(જ. 1929)નો કાવ્યસંગ્રહ. અગ્રણી કાશ્મીરી કવિ હોવા ઉપરાંત સંતોષ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામેલા ચિત્રકાર છે અને ચિત્રકલાની તાલીમ તેઓ વડોદરામાં એન. એસ. બેન્દ્રે પાસે પામ્યા હતા. કવિતા અને ચિત્ર ઉપરાંત તાંત્રિક તત્ત્વજ્ઞાનમાંયે તેમને વિશેષ લગાવ છે; પરિણામે માનવજીવનનું – તેનાં મૂલ્યોનું પરિપક્વ રીતે…
વધુ વાંચો >ભટ, રમજાન
ભટ, રમજાન (જ. 1885, તા. બડગામ, કાશ્મીર; અ. 1917) : કાશ્મીરી લેખક. એમનાં જન્મ અને મૃત્યુનાં વર્ષ વિશે પણ કાશ્મીરી સાહિત્યના ઇતિહાસકારોએ એમનાં લખાણ પરથી અને બીજા સાહિત્યમાં એમના વિશેના ઉલ્લેખો પરથી અનુમાન કર્યું છે. એમની કાશ્મીરી સાહિત્યમાં અત્યંત લોકપ્રિય રચના ‘અકનંદૂન’ છે. આલોચકોએ તેને પ્રશિષ્ટ લેખી છે. એ રચના…
વધુ વાંચો >ભાન, પુષ્કર
ભાન, પુષ્કર (જ. 1926 – ) : કાશ્મીરી લેખક. મધ્યમવર્ગીય કાશ્મીરી પંડિતના પુત્ર. પંજાબ વિશ્વવિદ્યાલયમાંથી બી.એ.ની પરીક્ષા પસાર કરીને મુંબઈની મૉડર્ન મિલમાં હિસાબ વિભાગમાં જોડાયા. 1947માં જ્યારે પાકિસ્તાને કાશ્મીર પર આક્રમણ કર્યું ત્યારે તે ભારતના સૈન્યના સાંસ્કૃતિક વિભાગમાં જોડાયા અને ભારતીય સૈન્યના સાંસ્કૃતિક જૂથમાં થતાં નાટકોમાં અભિનેતા તરીકે પંકાયા. 1951માં…
વધુ વાંચો >મરગૂબ, બનિહાલી
મરગૂબ, બનિહાલી (જ. 1937, બેંકૂટ, બનિહાલ, કાશ્મીર) : જાણીતા કાશ્મીરી કવિ અને વિવેચક. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘પરતાવિસ્તાન’ માટે 1979ના વર્ષનો સાહિત્ય અકાદમી ઍવૉર્ડ મળ્યો છે. 1962માં તેમણે કાશ્મીર યુનિવર્સિટીમાંથી ફારસીમાં એમ.એ.ની પદવી પ્રથમ વિભાગમાં પ્રથમ આવીને મેળવી. તે પછી 1978માં પીએચ.ડી.ની પદવી મેળવી. તેમણે ઉર્દૂ અને ફારસીના શિક્ષક તરીકે કારકિર્દીની…
વધુ વાંચો >મહદૂર, ગુલામ અહમદ
મહદૂર, ગુલામ અહમદ (જ. 1895, માંગી, પુલબાયા, કાશ્મીર; અ. 1952) : કાશ્મીરી લેખક. મધ્યવર્ગીય પીર કુટુંબમાં જન્મ. એમણે ફારસી તથા અરબી ભાષા શીખી અને કાશ્મીરની બહાર અનેક સ્થળોનો પ્રવાસ કર્યો. 19 વર્ષની વયે તેઓ ગામના તલાટી બન્યા. એમના સમકાલીન કેટલાક ખ્યાતનામ કવિઓ વિશેષત: રસૂલ મીરના સંપર્કમાં આવ્યા અને એમને ગુરુ…
વધુ વાંચો >મહાનયપ્રકાશ
મહાનયપ્રકાશ : તેરમી સદીના શૈવ પંડિત શતિકાંતની કાશ્મીરીમાં લખાયેલી અતિ પ્રાચીન કૃતિ. પુરાવા પરથી સાબિત થયું છે કે તે કૃતિ મહારાજા જયસિંહની સૂચનાથી રચવામાં આવી હતી અને તેના રચયિતા પદમપોર(હાલ પમપોર)ના વતની હતા. આ કૃતિની ભાષામાં કાશ્મીરીના પહેલાંના નમૂનાઓ જોવા મળે છે. તેમાં પુષ્કળ સંસ્કૃત ‘તત્સમ’ અને ‘તદભવ’ અને ટૅકનિકલ…
વધુ વાંચો >મિર્ઝા આરિફબેગ
મિર્ઝા આરિફબેગ (મિર્ઝા જી. એચ. બેગ ‘આરિફ’) (જ. 13 સપ્ટેમ્બર 1910, કદીપોરા, અનંતનાગ, જમ્મુ અને કાશ્મીર) : કાશ્મીરી લેખક. તેમને તેમના સાહિત્યવિષયક પ્રદાન બદલ 1985ના વર્ષનો ભારતની કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો. તેમણે એ. એમ. યુનિવર્સિટીમાંથી એમ.એસસી.ની પદવી પ્રાપ્ત કરી. પછી રેશમ-ઉત્પાદન નિયામક તરીકે કામગીરી કરી. ત્યારબાદ કાશ્મીર…
વધુ વાંચો >