Kannad literature
સક્કારી બાલાચાર્ય
સક્કારી બાલાચાર્ય (જ. 1856, સકેતનહલ્લી, જિ. ધારવાડ, કર્ણાટક; અ. 1920) : કન્નડ કવિ અને નાટ્યકાર. તેઓ સનાતની વૈષ્ણવ પરિવારના હતા અને તેમનું તખલ્લુસ ‘શાંત કવિ’ હતું. તેમણે ઘર- મેળે સંસ્કૃતનું શિક્ષણ મેળવ્યું હતું. તેમને કન્નડ અને સંસ્કૃતમાં સારું એવું શિક્ષણ અને ધારવાડની શિક્ષક અધ્યાપન કૉલેજમાં તાલીમ મેળવ્યાં હતાં. 40 વર્ષ…
વધુ વાંચો >સનદી, બી. એ.
સનદી, બી. એ. (જ. 18 ઑગસ્ટ, 1933, શિન્ડોલી, જિ. બેલગામ, કર્ણાટક) : કન્નડ કવિ અને વિવેચક. તેમણે એમ.એ., બી.એડ.ની ડિગ્રી પ્રાપ્ત કરી હતી. દૂરદર્શનના અધિકારીપદેથી સેવાનિવૃત્ત થયા પછી તેઓ લેખનકાર્યમાં પ્રવૃત્ત થયેલા. તેમની માતૃભાષા ઉર્દૂ હોવા છતાં કન્નડમાં 30 ગ્રંથો આપ્યા છે. તેમના ઉલ્લેખનીય ગ્રંથોમાં ‘તાજમહલ’ (1962); ‘પ્રતિબિંબ’ (1964); ‘ધ્રુવબિંદુ’…
વધુ વાંચો >સન્ના કથેગલુ
સન્ના કથેગલુ (જ. 1891; અ. ) : શ્રીનિવાસ (મસ્તી વેંકટેશ આયંગર) રચિત વાર્તાસંગ્રહ. તે ગ્રંથ 12 (1965) અને ગ્રંથ 13 (1967) એમ બે ભાગમાં પ્રગટ કરાયો હતો. તે વાર્તાસંગ્રહને 1968ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો હતો. તેમાં કુલ 15 વાર્તાઓ બે જૂથમાં સંગૃહીત કરવામાં આવી છે. પ્રથમ જૂથમાં…
વધુ વાંચો >સબારડ, બસવરાજ
સબારડ, બસવરાજ (જ. 20 જૂન 1954, કુકનુર, જિ. રાયચૂર, કર્ણાટક) : કન્નડ કવિ અને નાટ્યકાર. તેમણે 1975માં કર્ણાટક યુનિવર્સિટીમાંથી એમ.એ.; 1982માં ગુલબર્ગ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરી. તેઓ 1995થી ગુલબર્ગ યુનિવર્સિટીની એકૅડેમિક કાઉન્સિલના સભ્ય; કર્ણાટક સાહિત્ય અકાદમીના સભ્ય; કર્ણાટક રાજ્ય બંદય સાહિત્ય સંઘટનના પ્રમુખ અને અભિનવ ગંગોત્રી, સાહિત્યિક અને સાંસ્કૃતિક…
વધુ વાંચો >સબારડ, વિજયશ્રી
સબારડ, વિજયશ્રી (જ. 1 ફેબ્રુઆરી 1957, બિડાર, કર્ણાટક) : કન્નડ લેખિકા. તેમણે કર્ણાટક યુનિવર્સિટીમાંથી એમ.એ. અને ગુલબર્ગ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની ડિગ્રી મેળવી. તેઓ ગુલબર્ગ યુનિવર્સિટીમાં રીડર તરીકે કામગીરી બજાવે છે. અત્યાર સુધીમાં તેમણે 6 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘જ્વલંત’ (1979); ‘લક્ષ્મણરેખા દાતિદવારુ’ (1981) તેમના જાણીતા કાવ્યસંગ્રહો છે. ‘ત્રિવેણી અવરા કદંબરિગલુ’ (1980);…
વધુ વાંચો >સમ્સા
સમ્સા (જ. 1898, આગરા, જિ. મૈસૂર, કર્ણાટક; અ. 1939) : કન્નડ કવિ, વાર્તાકાર અને અસામાન્ય પ્રતિભાશાળી નાટ્યકાર. તેમણે અંગ્રેજી, કન્નડ અને સંસ્કૃતમાં વિદ્વત્તા મેળવી, થોડાં વર્ષ શિક્ષક તરીકે કામગીરી કર્યા બાદ સમગ્ર ભારતનો પ્રવાસ ખેડ્યો. તેમનું ખરું નામ એ. એસ. વેંકટાદ્રી અય્યર હતું. 1936માં તેઓ મૈસૂર પાછા ફર્યા ત્યારે વિચાર,…
વધુ વાંચો >સરાહ અબૂબકર (શ્રીમતી)
સરાહ અબૂબકર (શ્રીમતી) (જ. 30 જૂન 1936, કાસરગોડ, કેરળ) : કન્નડ લેખિકા. તેઓ 198790 દરમિયાન કર્ણાટક સાહિત્ય અકાદમીનાં સભ્ય; 1992-95 દરમિયાન કન્નડ યુનિવર્સિટીનાં સિન્ડિકેટ-સભ્ય; 1993-96 ફિલ્મ પ્રિવ્યૂ કમિટીનાં પણ સભ્ય હતાં. તેમની માતૃભાષા મલયાળમ હોવા છતાં તેમણે કન્નડમાં 14 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘ચંદ્રગિરિ’, ‘તીર્થદલ્લી’ (1984); ‘સહાના’ (1985); ‘વજ્રગલુ’ (1988);…
વધુ વાંચો >સંધ્યા રેડ્ડી, કે. આર.
સંધ્યા રેડ્ડી, કે. આર. (શ્રીમતી) (જ. 22 જૂન 1953, ચિત્રદુર્ગ, કર્ણાટક) : કન્નડ લેખિકા. મૈસૂર યુનિવર્સિટીમાંથી તેમણે કન્નડમાં બી.એસસી.; એમ.એ. અને લોકસાહિત્યમાં પીએચ.ડી.ની ડિગ્રી મેળવી. તેઓ બગલોરમાં એનજીઈએફ લિમિટેડના ગુણવત્તા અને ધોરણોના વિભાગનાં નાયબ મૅનેજરના પદ સાથે લેખનકાર્ય કરતાં રહ્યાં. 197981 દરમિયાન કન્નડ લોકસાહિત્ય એન્સાઇક્લોપીડિયાનાં સહ-સંપાદિકા; ‘એનજીઈએફવાણી’નાં સંપાદિકા; ટેક્નિકલ સામયિક…
વધુ વાંચો >સંપુતાની, કોસુ
સંપુતાની, કોસુ (જ. 3 જાન્યુઆરી 1930, કોડિહાલ્લી, તા. ડોડ્ડાબલ્લાપુર, બૅંગલોર, કર્ણાટક) : કન્નડ કવિ અને નાટ્યકાર. તેઓ બાંધકામ વિભાગમાંથી સિવિલ એન્જિનિયર તરીકે સેવાનિવૃત્ત થયા પછી ‘મેઘા’ અને ‘ભાવના’ના સહ-સંપાદક રહ્યા. તેમની માતૃભાષા મરાઠી હોવા છતાં કન્નડમાં 24 ગ્રંથો આપ્યા છે. ‘ગોરવય્યા’ (1967); ‘નાગરી નારી’ (1984); ‘બુડુ બુદિકે સંતન્ના’ (1985) બાળગીતસંગ્રહો…
વધુ વાંચો >સીદી સઈદ
સીદી સઈદ (જ. ? હબ્શા, એબિસિનિયા, આફ્રિકા; અ. 24 ડિસેમ્બર 1576) : ગુજરાતની મુઝફ્ફરી સલ્તનતના અંતકાળનો વિદ્યાઉપાસક અમીર. જેમણે સુલતાન મહમૂદશાહ ત્રીજા (1536-1553) અને સુલતાન અહમદશાહ બીજા(1560-1573)નો સમય જોયો હતો. તેમણે અમદાવાદમાં પ્રખ્યાત જાળીવાળી મસ્જિદ બંધાવી હતી. સીદી સઈદ હબ્શાથી યમન આવીને તુર્કોની ફોજમાં જોડાયા હતા અને મુસ્તફાખાન રૂમી નામના…
વધુ વાંચો >