Jurisprudence

સોગંદનામું (affidavit)

સોગંદનામું (affidavit) : કેટલીક અરજીઓમાં લખેલી વિગતોની પુષ્ટિ કરવા માટે તથા કેટલાક સંજોગોમાં ન્યાયાલય સમક્ષ પુરાવા તરીકે રજૂ કરવા સારુ લેવાતું સહીવાળું લેખિત નિવેદન. સામાન્ય રીતે તે જ્યુડિશ્યિલ ફર્સ્ટ ક્લાસ મૅજિસ્ટ્રેટ, મૅજિસ્ટ્રેટ, ન્યાયાધીશ કે નૉટરી અથવા અધિકૃત અધિકારી સમક્ષ લેવામાં આવતું હોય છે. આવું નિવેદન આપનારે તેમાં દર્શાવેલ હકીકતો સાચી…

વધુ વાંચો >

સોરાબજી સોલી જહાંગીર

સોરાબજી, સોલી જહાંગીર (જ. 9 માર્ચ 1930, મુંબઈ) : ભારતના અગ્રણી ધારાશાસ્ત્રી અને દેશના પૂર્વ ઍટર્ની-જનરલ. સમગ્ર શિક્ષણ મુંબઈમાં. મુંબઈ યુનિવર્સિટીની બી.એ. તથા એલએલ.બી.ની પદવીઓ પ્રાપ્ત કર્યા પછી 1953માં તેમણે મુંબઈમાં વકીલાત શરૂ કરી અને તરત જ એક અગ્રણી ધારાશાસ્ત્રી તરીકે નામના મેળવી. શરૂઆતમાં 1953–1970 દરમિયાન મુંબઈની વડી અદાલતમાં કામ…

વધુ વાંચો >

હિદાયતુલ્લાહ મોહમ્મદ

હિદાયતુલ્લાહ, મોહમ્મદ (જ. 17 ડિસેમ્બર 1905; અ. 18 સપ્ટેમ્બર 1992) : ભારતના ઉપરાષ્ટ્રપ્રમુખ અને સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ. ભારતમાં અનુસ્નાતક કક્ષા સુધીનું શિક્ષણ મેળવી ઇંગ્લૅન્ડ ગયા. કેમ્બ્રિજમાંથી બૅરિસ્ટર ઍટ લૉ થયા. હિન્દુ મહિલા પુષ્પાબહેન સાથે તેમણે આંતરધર્મીય લગ્ન કર્યા હતા. ભારત આવી ઍડ્વોકેટ તરીકે નાગપુર વડી અદાલતમાં કામગીરી બજાવી. 1930–1946ના…

વધુ વાંચો >

હિંદુ અવિભક્ત પેઢી / ભાગીદારી

હિંદુ અવિભક્ત પેઢી / ભાગીદારી : ભાગીદારીના કાયદા (Indian Partnership Act – 1932) હેઠળ રચાયેલી પેઢી કરતાં તદ્દન જુદા અને વિશિષ્ટ પ્રકારના હિંદુ અવિભક્ત કુટુંબની મિલકતની મદદ વડે આર્થિક/વાણિજ્ય પ્રવૃત્તિ કરતું કૌટુંબિક એકમ. ભારત અને નેપાળમાં પ્રસાર પામેલ હિંદુ ધર્મની કેટલીક વિશિષ્ટતાઓ પૈકીની એક વિશિષ્ટતા સંયુક્ત કુટુંબ પ્રથાની છે. વંશના…

વધુ વાંચો >

હિંદુ કાયદો

હિંદુ કાયદો : હિંદુ લગ્ન અધિનિયમ, 1955માં આપેલ વ્યાખ્યા મુજબ જે હિંદુ છે તેને લાગુ પડતો કાયદો; જેમાં હિંદુઓ ઉપરાંત જૈનો, શીખો અને બૌદ્ધોનો પણ સમાવેશ થાય છે. ભારતની ભૂમિએ જગતના ધર્મોના સ્થાપકો જ માત્ર પેદા નથી કર્યા; તેણે કાયદાની એક એવી વ્યવસ્થા ઉત્પન્ન કરી જે ભરતખંડ ઉપરાંત બર્મા (હવે…

વધુ વાંચો >

હિંસા

હિંસા : શારીરિક બળના ઉપયોગ દ્વારા અથવા અસ્ત્ર કે શસ્ત્રના માધ્યમ દ્વારા લક્ષ્યને ઈજા પહોંચાડવાના અથવા હાનિ પહોંચાડવાના અથવા જાનથી મારી નાંખવાના ઇરાદાથી આચરેલું કૃત્ય. ઘણી વાર આવું કૃત્ય અતિરેકી ભાવનાશીલતાનું અથવા તીવ્ર ઉત્તેજનાનું અથવા વિનાશકારી નૈસર્ગિક બળનું પરિણામ હોય છે. જ્યારે તે ત્રણ અથવા વધારે માણસોનું સહિયારું કૃત્ય હોય…

વધુ વાંચો >

હેબિયસ કૉર્પસ (બંદી-પ્રત્યક્ષીકરણ)

હેબિયસ કૉર્પસ (બંદી-પ્રત્યક્ષીકરણ) : ઇંગ્લિશ કૉમન લૉની અત્યંત જાણીતી ‘રિટ’. ‘રિટ’ એટલે આજ્ઞા. પુરાણા સમયમાં ઇંગ્લિશ કાયદા હેઠળ દાદ માગવા માટે રાજાને અરજી કરવી પડતી. આ અરજીના નિશ્ચિત નમૂનાઓ હતા. એ નમૂનાઓમાં જો દાવાનું કારણ (cause of action) બંધબેસતું આવતું હોય તો દાદ મળતી; તેમ જો ન થતું હોય તો…

વધુ વાંચો >