Italian literature
મેટાસ્ટાઝિયો, પિયેટો
મેટાસ્ટાઝિયો, પિયેટો (જ. 3 જાન્યુઆરી 1698, રોમ; અ. 12 એપ્રિલ 1782) : ઇટાલીના કવિ અને નાટ્યલેખક. તેમનું મૂળ નામ પિયેટો ઍન્ટૉનિયો ડૉમેનિકો બૉનવેન્ચુરા હતું. કાવ્યલેખનની તેમની નૈસર્ગિક શક્તિથી ગ્રૅવિન નામના સાક્ષર તેમની તરફ આકર્ષાયા હતા અને પિયેટોના શિક્ષણ માટે તેમણે પ્રબંધ કર્યો હતો; વળી તેઓ પોતાનો વારસો પણ પિયેટોને આપતા…
વધુ વાંચો >મૅન્ઝોની, ઍલેસાન્ડ્રો
મૅન્ઝોની, ઍલેસાન્ડ્રો (જ. 7 માર્ચ 1785, મિલાન; અ. 22 મે 1873, મિલાન) : ઇટાલીના કવિ અને નવલકથાકાર. તેમની નવલકથા ‘ધ બિટ્રોથ્ડ’(1825–27)ને પ્રભાવે રાષ્ટ્રવાદી ‘રિસૉર્ગિમેન્ટો’ યુગ દરમિયાન સ્વદેશાભિમાનનો ભારે જુવાળ પ્રગટ્યો હતો. વિશ્વસાહિત્યની ઉત્તમ કૃતિઓમાં પણ તેની ગણના થાય છે. 1792માં તેમનાં માતાપિતાના છૂટાછેડા પછી, મોટાભાગનું તેમનું બાળપણ ધાર્મિક શાળાઓમાં પસાર…
વધુ વાંચો >મૅરિનેતી, ફિલિપો એમિલિયો
મૅરિનેતી, ફિલિપો એમિલિયો (જ. 22 ડિસેમ્બર 1876, ઍલેગ્ઝાન્ડ્રિયા, ઇજિપ્ત; અ. 2 ડિસેમ્બર 1944, ઈટાલી) : ઇટાલિયન કવિ, સંપાદક તથા આધુનિક કલાની ભવિષ્યવાદ (futurism) ચળવળના પ્રણેતા. 1905માં શરૂ કરેલા સાહિત્યિક સામયિક ‘પોએસિયા’(Poesia)ને મૅરિનેતીએ ભવિષ્યવાદની ચળવળના પ્રસારનું માધ્યમ બનાવેલું. જગતની પ્રાચીન અને મધ્યકાલીન સંસ્કૃતિઓ, તેમનાં ધર્મ, પુરાકથાઓ, સાહિત્ય અને કલાઓનો ધ્વંસ કરી…
વધુ વાંચો >મૉન્તાલે, યૂજેનિયો
મૉન્તાલે, યૂજેનિયો (જ. 12 ઑક્ટોબર, 1896 જિનોઆ; અ. 12 સપ્ટેમ્બર 1981, મિલાન) : ઇટાલિયન કવિ, ગદ્યકાર, સંપાદક અને અનુવાદક. તેમને 1975માં સાહિત્ય માટેનું નોબેલ પારિતોષિક પ્રાપ્ત થયું. 1930 તથા 1940ના દાયકામાં ઉગારેતી તથા ક્વૉસિમૉદોની સાથે મૉન્તાલેની ગણના કીમિયાગર કવિ તરીકે થયેલી. માલાર્મે, રેમ્બો અને વાલેરી જેવા ફ્રેન્ચ પ્રતીકવાદી કવિઓનો તેમના…
વધુ વાંચો >મૉરેવિયા, આલ્બર્તો
મૉરેવિયા, આલ્બર્તો (જ. 28 નવેમ્બર 1907, રોમ; અ. 1990) : ઇટાલીના વાર્તાકાર, નવલકથાકાર અને પત્રકાર. તેમના કથાસાહિત્યમાં આલેખાયેલાં સામાજિક અળગાપણા તથા પ્રેમવિહીન કામુકતા બદલ તેઓ જાણીતા છે. તેમને 16 વર્ષની વયે ક્ષય લાગુ પડ્યો પણ સૅનેટૉરિયમમાંનાં બે વર્ષ દરમિયાન તેમણે ફ્રેન્ચ અને અંગ્રેજીનો અભ્યાસ કર્યો; બૉકાચિયો, ઍરિયૉસ્ટો, શેક્સપિયર તથા મૉલિયેરની…
વધુ વાંચો >લેઓપાર્દી, જાકોમો
લેઓપાર્દી, જાકોમો (જ. 29 જૂન 1798, રીકાનાતી, પેપલ સ્ટેટ્સ, ઇટાલી; અ. 14 જૂન 1837, નેપલ્સ) : ઇટાલિયન કવિ, તત્વજ્ઞાની અને સાક્ષર. પોતાના વિદ્વત્તાપૂર્ણ ચિંતનશીલ ગ્રંથો અને ઉત્તમ ઊર્મિકાવ્યો થકી તેઓ ઓગણીસમી સદીના એક મૂર્ધન્ય સાહિત્યકારની પ્રતિષ્ઠા પામ્યા છે. ઉંમરના પ્રમાણમાં ઘણા સમજણા અને પીઢ, પરંતુ જન્મજાત ખોડખાંપણ ધરાવતા લેઓપાર્દીનો જન્મ…
વધુ વાંચો >લેડી ચૅટર્લીઝ લવર (1928)
લેડી ચૅટર્લીઝ લવર (1928) : ડી. એચ. લૉરેન્સરચિત નવલકથા. સૌપ્રથમ 1928માં ઇટાલીમાં ફ્લૉરેન્સમાં તેનું ખાનગી રાહે પ્રકાશન થયું હતું. તેના વાંધાજનક ભાગને રદ કરીને તે લંડનમાં 1932માં પ્રસિદ્ધ થઈ હતી. વીસમી સદીમાં તે એક સૌથી વિશેષ ચર્ચાસ્પદ કૃતિ બની રહી. આ નવલકથામાં લેડી ચૅટર્લી (કૉન્સ્ટન્સ ચૅટર્લી) બ્રિટિશ લેખક, બૌદ્ધિક…
વધુ વાંચો >વસારી, જ્યૉર્જિયો (Vasari, Georgio)
વસારી, જ્યૉર્જિયો (Vasari, Georgio) (જ. 30 જુલાઈ 1511, એરેત્ઝો, ઇટાલી; અ. 27 જૂન 1574, ફ્લોરેન્સ, ઇટાલી) : ઇટાલિયન રેનેસાં કલાનો ઇતિહાસ લખવા માટે અમર થઈ જનાર કલા-ઇતિહાસકાર અને જીવનકથાકાર. એનાં લખાણોને આજે રેનેસાંસ કલા અંગેની માહિતી માટે થઈને સૌથી વધુ પ્રમાણભૂત દસ્તાવેજ માનવામાં આવે છે. એ ચિત્રકાર હોવા ઉપરાંત સ્થપતિ…
વધુ વાંચો >વિટ્ટોરિની ઑલિયો
વિટ્ટોરિની ઑલિયો (જ. 23 જુલાઈ 1908, સિરાક્યૂસ, સિસિલી; અ. 13 ફેબ્રુઆરી 1966, મિલાન, ઇટાલી) : ઇટાલીના સાહિત્યકાર. નવલકથા, અનુવાદ અને વિવેચનક્ષેત્રે તેમનું પ્રદાન નોંધપાત્ર છે. ઇટાલીના નવ્યવાસ્તવવાદ(Neoclassicism)ની, ફાસીવાદ-(fascism)ના હૂબહૂ ચિત્રણવાળી નવલકથાઓના લેખક તરીકે તેમણે સામ્યવાદ-વિરોધી રાષ્ટ્રીય સરમુખત્યારશાહી વખતની નિરંકુશસત્તાવાદી રાજકીય, સામાજિક અને આધ્યાત્મિક વેદનાને અભિવ્યક્ત કરી છે. વીસમી સદીના વિશ્વયુદ્ધ…
વધુ વાંચો >વેગે, નાગેશ્વર રાવ
વેગે, નાગેશ્વર રાવ (જ. 18 જાન્યુઆરી 1932, પેડા અવતપલ્લી, જિ. કૃષ્ણા, આંધ્રપ્રદેશ) : ભારતીય અંગ્રેજી અને ઇટાલિયન કવિ. તેમણે 1955માં આંધ્ર યુનિવર્સિટીમાંથી બી.એ.ની અને પછી પરમા યુનિવર્સિટી, ઇટાલીમાંથી એમ.ડી.ની પદવીઓ મેળવી અને સ્વિસ મેડિકલ સોસાયટીના ફેલો બન્યા. ત્યારબાદ તેમણે ગેરા પિયાનોમાં ડૉક્ટરનો વ્યવસાય શરૂ કર્યો. હૉસ્પિટલ મેડૉસ્કિયોના ડેપ્યુટી મેડિકલ ડિરેક્ટર…
વધુ વાંચો >