Industry Business and Management

વિશ્વવેપાર-સંગઠન (The World Trade Organization – WTO)

વિશ્વવેપાર–સંગઠન (The World Trade Organization – WTO) : રાષ્ટ્રો વચ્ચેના વેપાર અંગે થયેલી સમજૂતીઓના અમલ પર દેખરેખ રાખવા માટેનું અનેકદેશીય સંગઠન. ઉરુગ્વે-રાઉન્ડના નામે ઓળખાતી આંતરરાષ્ટ્રીય વેપાર અંગેની સમજૂતીના ભાગ રૂપે 1-1-1995થી આ સંગઠન અસ્તિત્વમાં આવ્યું છે. ઉરુગ્વે-રાઉન્ડની વાટાઘાટો આઠ વર્ષ ચાલી હતી, 1986માં તેની શરૂઆત થઈ હતી અને 1994માં તે…

વધુ વાંચો >

વિશ્વેશ્વરૈયા, મોક્ષગુંડમ્

વિશ્વેશ્વરૈયા, મોક્ષગુંડમ્ (જ. 15 સપ્ટેમ્બર 1861, મુદેનેહલાદી, જિ. કોલર, મૈસૂર; અ. 1962) : ભારતના મહાન સિવિલ ઇજનેર અને દ્રષ્ટા. અનેક ઇલકાબો અને માનાર્હ ઉપાધિઓથી સન્માનાયેલ આ ઇજનેરે 60 વર્ષથી પણ વધારે સમય ભારતમાં અનેક ક્ષેત્રોમાં મહત્વનું યોગદાન આપ્યું છે. પ્રથમ વર્ગમાં પ્રથમ નંબર મેળવી તેમણે પુણેની એન્જિનિયરિંગ કૉલેજમાં અભ્યાસ પૂરો…

વધુ વાંચો >

વિસર્જન (ભાગીદારી પેઢીનું)

વિસર્જન (ભાગીદારી પેઢીનું) : ભાગીદારી પેઢી તરીકે ચાલતો ધંધો બંધ થવાની પ્રક્રિયા. ભારતીય અધિનિયમ 1932, અનુચ્છેદ 4 અનુસાર વ્યક્તિઓ અથવા તેઓની વતી એક વ્યક્તિ દ્વારા ચલાવવામાં આવતા ધંધાનો નફો વહેંચવા માટે સંમત થયેલા સમૂહના અન્યોન્યના સંબંધને ભાગીદારી અને તે સમૂહને એકત્રિત રીતે પેઢી કહેવાય છે. ભાગીદારીનું વિસર્જન એટલે ભાગીદારોના હાલના…

વધુ વાંચો >

વીમાની પૉલિસી

વીમાની પૉલિસી : વીમો ઉતારનાર અને લેનાર વચ્ચેનો લેખિત કરાર. વીમો ઉતારનાર મહદ્અંશે કંપની સ્વરૂપે હોય છે. કોઈ એક કંપની અનેક વીમા લેનારાના વીમા ઉતારે છે. બધા વીમા લેનારા વચ્ચે સમાનતા જળવાઈ રહે તે હેતુથી વીમા કંપની પૉલિસીનું પત્રક એકસરખું તૈયાર કરીને છાપે છે. વીમાના મુખ્યત્વે બે પ્રકાર છે :…

વધુ વાંચો >

વીમાયોગ્ય હિત

વીમાયોગ્ય હિત : વીમાનો કરાર કરવામાં વીમો લેનારને વિશુદ્ધ (genuine) હિત હોવું જોઈએ તે પ્રકારનો કાનૂની સિદ્ધાંત. અપેક્ષિત જોખમ જો વાસ્તવિકતામાં પરિણમે તો તેમાંથી થતા નુકસાનનું વળતર મેળવવા માટે કરવામાં આવતા વીમાકરારમાં વીમો લેનારનો વીમા-વસ્તુમાં એવો સ્વાર્થ હોવો જોઈએ કે તે વસ્તુના ટકવાથી વીમો લેનારનો સ્વાર્થ સચવાતો હોય અને એના…

વધુ વાંચો >

વીમા-વળતર

વીમા–વળતર : કુદરતી મૃત્યુથી ઉત્તરજીવી સગાને અથવા આગ, અકસ્માત અને ચોરીના લીધે મિલકતને થયેલી હાનિ અને ખોટ માટે વીમો ઉતારનાર દ્વારા વીમો ઉતરાવનારને કરવામાં આવતી નાણાકીય ચુકવણી. જેમને જોખમનો ભય સતાવતો હોય તેઓ પ્રીમિયમ નામની થોડી થોડી રકમ ભરી, જેને ખરેખર નુકસાન થાય તેને તે ભરપાઈ થાય એટલી રકમ મળે…

વધુ વાંચો >

વીમાવિજ્ઞાન

વીમાવિજ્ઞાન : અકસ્માત કે મોટી દુર્ઘટનાથી વ્યક્તિ કે સંસ્થાને થતા આર્થિક નુકસાનનું વળતર મળી શકે તે પ્રકારની વ્યવસ્થાના પાયામાં રહેલા સિદ્ધાંતો. માનવજીવન અનેક જોખમોથી ભરેલું છે. જેમ જેમ આર્થિક વિકાસ થતો ગયો છે તેમ તેમ માનવી જોખમ અને જોખમથી થતા નાણાકીય નુકસાન પ્રત્યે સભાન બનતો ગયો છે. જોખમની વ્યાખ્યા એ…

વધુ વાંચો >

વીમો

વીમો : એક બાજુના પક્ષકારને જોખમમાંથી નુકસાન થાય તો તે પૈસાથી ભરપાઈ કરી આપવા માટે અગાઉથી અવેજમાં પ્રીમિયમનો સ્વીકાર કરીને અન્ય બાજુના પક્ષકારે આપેલી લેખિત ખાતરી. ઉત્ક્રાંતિકાળથી માણસજાત લડાઈ, રોગચાળો, આગ, પૂર, વાવાઝોડું અને ધરતીકંપથી જાન અને માલ અંગે અસુરક્ષા અનુભવે છે. તેની સામે રક્ષણકવચ તરીકે વીમાવ્યવસાયની શરૂઆત થઈ. ઈસુના…

વધુ વાંચો >

વેચાણવેરો

વેચાણવેરો : માલના વેચાણ, હેરફેર (turnover) અને વપરાશ ઉપર રાજ્ય સરકાર દ્વારા નાંખવામાં આવતો વેરો. ભારતમાં બીજા વિશ્વયુદ્ધ (1939-45) પછી વેચાણવેરો પ્રવેશ્યો. કૉંગ્રેસ પ્રધાનમંડળે 1937માં બૃહદ મુંબઈ રાજ્યમાં એનાં બીજ નાખી દારૂબંધીના વિકલ્પે વેચાણવેરો 1946માં દાખલ કર્યો હતો. માલના ઉત્પાદન, હેરફેર, વેચાણ અને વપરાશ પર વેચાણવેરો નાખી શકાય. ભારતના બંધારણના…

વધુ વાંચો >

વેચાણ-સંચાલન (Marketing Management)

વેચાણ–સંચાલન (Marketing Management) : વસ્તુની વિભાવનાથી ગ્રાહકોના સંતુષ્ટીકરણની પ્રવૃત્તિઓનું સંચાલન. વિપુલ ઉત્પાદન, વિશાળ વિતરણવ્યવસ્થા અને ગતિશીલ પ્રભાવી માહિતીપ્રસારણ યુગમાં ઉત્પાદકે માત્ર નિર્માણ કરી વિનિમય દ્વારા ગ્રાહકને સંતોષવાની પ્રક્રિયાને ગણનાપાત્ર મહત્વ આપવામાં આવે છે. તેમાં વિક્રયકર્તા (salesman) વ્યક્તિગત સંપર્ક દ્વારા ગ્રાહકની જરૂરિયાતોને સંતોષી ઉત્પાદક માટે રળવાની સુગમતા કરી બંને વચ્ચે મહત્વની…

વધુ વાંચો >