Industry Business and Management
લૉઇડ્ઝ વીમા નિગમ
લૉઇડ્ઝ વીમા નિગમ : બ્રિટનનું જાણીતું વીમા નિગમ. ઇંગ્લૅન્ડમાં રાજકીય અને વાણિજ્ય વ્યવહારોમાં અલિખિત નિયમો અને રૂઢિઓનું વર્ચસ્ છે. આ વ્યવહારોમાં ભાગ લેતી વ્યક્તિઓનું ઊંચું ચારિત્ર્ય આ વ્યવહારોને સુપેરે ચલાવે છે. જો ઇંગ્લૅન્ડમાં રાજકીય ક્ષેત્રે તેના અલિખિત બંધારણનું ઉદાહરણ આપી શકાય તો વાણિજ્ય ક્ષેત્રમાં તેના વીમા વ્યવસાયીઓ/ધંધાદારીઓના મંડળ લૉઇડ્ઝનું ઉદાહરણ…
વધુ વાંચો >લોન
લોન : ધંધાદારી અથવા સામાન્ય વ્યક્તિ પાસે પોતાની આગવી મૂડી અપર્યાપ્ત હોય ત્યારે અન્ય પાસેથી ઉછીનાં લીધેલાં નાણાં. સામાન્ય રીતે ધંધા માટે લોન લેવામાં આવે છે, પરંતુ ઊંચી અને ટકાઉ કિંમતની અસ્કામતો જેવી કે જમીન, મકાન અને મોટરકાર ખરીદવા માટે પણ લોન લેવાનું ચલણ છે. આર્થિક વ્યવહારની આ પ્રકારની લેવડદેવડ…
વધુ વાંચો >વચલો માણસ (middle man)
વચલો માણસ (middle man) : વેચનારાઓ અને ખરીદનારાઓ વચ્ચે મધ્યવર્તી તરીકે વિવિધ પ્રકારની સેવાઓ આપીને કમાણી કરતી વ્યક્તિ કે પેઢી. આ વર્ગમાં વેપારીઓ, દલાલો, એજન્ટો વગેરેનો સમાવેશ થાય છે. તેમાં મોટો વર્ગ વેપારીઓનો છે. ખેતરો અને કારખાનાંમાં પેદા થતી ચીજોને તેમના અંતિમ ગ્રાહકો સુધી પહોંચાડવાની કામગીરી તેઓ બજાવે છે. તેમાં…
વધુ વાંચો >વટાવગૃહ (Discount House)
વટાવગૃહ (Discount House) : વિનિમયપત્ર પાકે તે અગાઉ તેની દાર્શનિક કિંમત કરતાં ઓછી કિંમતે ખરીદવાનો ધંધો કરતાં લંડનનાં વ્યાપારીગૃહો. ઇંગ્લૅન્ડમાં મોટાભાગની પ્રવૃત્તિઓ રૂઢિગત રીતે ચાલે છે. લંડનનું નાણાંબજાર વિશ્વમાં જૂનામાં જૂનું નાણાંબજાર છે. આ બજારમાં પણ રૂઢિઓ ક્રમશ: તૈયાર થઈ જેના એક ભાગસ્વરૂપ વટાવગૃહ છે. નાણાંબજારની પ્રવૃત્તિઓનું એકમ નાણું છે.…
વધુ વાંચો >વર્દે, વામનરાવ પુંડલિક
વર્દે, વામનરાવ પુંડલિક (જ. 2 ડિસેમ્બર 1895, વેંગુર્લા, મહારાષ્ટ્ર; અ. 30 સપ્ટેમ્બર 1977, મુંબઈ) : ભારતીય નાગરિક સહકારી બૅંકિંગ ક્ષેત્રના ઘડતર અને વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવનાર અને તેથી ‘સહકાર અગ્રણી’નું બિરુદ પ્રાપ્ત કરનાર સહકારી બૅંકિંગ ક્ષેત્રના નિષ્ણાત. સમગ્ર ઉચ્ચ શિક્ષણ મુંબઈમાં. ત્યાંની સિડનહામ કૉલેજમાંથી મુંબઈ યુનિવર્સિટીની બી.કૉમ.ની પદવી પ્રાપ્ત કર્યા…
વધુ વાંચો >વર્લ્ડ કૉન્ફેડરેશન ઑવ્ ફ્રી ટ્રેડ યુનિયન્સ
વર્લ્ડ કૉન્ફેડરેશન ઑવ્ ફ્રી ટ્રેડ યુનિયન્સ : આંતરરાષ્ટ્રીય સ્તર પર મજૂરમંડળો વચ્ચે સહકાર સ્થાપવા માટે રચવામાં આવેલી મજૂરમંડળોની સંસ્થા. સ્થાપના 1949. તે પૂર્વે 1945માં આ જ હેતુને સિદ્ધ કરવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરની મજૂરમંડળોની એક સંસ્થા સ્થાપવામાં આવી હતી, જેનું મૂળ નામ વર્લ્ડ ફેડરેશન ઑવ્ ટ્રેડ યુનિયન્સ (WFTU) રાખવામાં આવ્યું હતું.…
વધુ વાંચો >વહીવટી કાયદો
વહીવટી કાયદો વહીવટી સત્તામંડળોની સત્તાઓ અને ફરજોનું બયાન કરતો તથા તેની કાર્યરીતિ અને પરિણામોમાંથી ઉદભવતી સમસ્યાઓના ઉપાયો પર પ્રકાશ પાડતો કાયદો. વીસમી સદીમાં જેમ જેમ સરકારની જવાબદારીઓમાં અને તેના કાર્યક્ષેત્રમાં વધારો થતો ગયો અને સમાજકલ્યાણ, ઔદ્યોગિક સંબંધો, આવશ્યક વસ્તુઓનાં ઉત્પાદન અને વહેંચણી, ઝૂંપડપટ્ટીઓની સુધારણા, પ્રજાનું સ્વાસ્થ્ય, બાળકોનું શિક્ષણ વગેરે ક્ષેત્રોમાં…
વધુ વાંચો >વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન
વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન : ભારતની સુરક્ષિત અને આધુનિક સગવડતા ધરાવતી ઝડપી ટ્રેન. ભારતના લોકો ઝડપી મુસાફરી કરી શકે એ માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનો આ સ્વપ્ન પ્રોજેક્ટ છે એટલે એમણે અત્યાર સુધી શરૂ થયેલી તમામ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને પ્રત્યક્ષ કે પરોક્ષ ઉપસ્થિત રહી પ્રસ્થાન કરાવ્યું છે. 15 ફેબ્રુઆરી…
વધુ વાંચો >વાણિજ્ય
વાણિજ્ય : ચીજવસ્તુઓ અને સેવાઓના ક્રય અને વિક્રયની પ્રવૃત્તિ અને તેમાં મદદરૂપ થતી અન્ય પ્રવૃત્તિઓ. વિતરણ અને વિનિમય સાથે સંકળાયેલી પ્રવૃત્તિઓ કરવા માટે વાણિજ્ય હેઠળ મુખ્યત્વે વેપાર થતો હોય છે. વેપાર એટલે નાણાં કે નાણાં મેળવવાના વચનના બદલામાં માલ અથવા સેવાની તબદીલી – વેપાર યોગ્ય રીતે ચાલે તે માટે એને…
વધુ વાંચો >વાણિજ્ય-ભૂગોળ
વાણિજ્ય-ભૂગોળ : દેશ-વિદેશની ભૌગોલિક સંપત્તિના આર્થિક તેમજ વાણિજ્ય-વ્યવહાર માટે થતા ઉપભોગનો અભ્યાસ કરતી વિશિષ્ટ વિદ્યાશાખા. મનુષ્યે પૃથ્વી પર પગલાં માંડ્યાં ત્યારથી પ્રાકૃતિક પરિબળોના વિદોહન દ્વારા તેની પાયાની જરૂરિયાતો – અન્ન, કપડાં અને મકાન – સંતોષવા માટે તે પ્રયત્નશીલ રહ્યો છે. સમયાંતરે પોતાના બુદ્ધિબળનો ઉપયોગ કરી માણસ કુદરતી પરિબળો પર અંકુશ…
વધુ વાંચો >