Industry Business and Management

પડતર-નિયમન (cost-control)

પડતર–નિયમન (cost-control) : ધંધાકીય એકમનું સુચારુ સંચાલન કરવા માટે વહીવટી અધિકારીઓ દ્વારા કરવામાં આવતું ઉત્પાદનના પડતર-ખર્ચનું નિયમન. સામાન્ય સંજોગોમાં ધંધાકીય એકમનો મૂળભૂત હેતુ મહત્તમ નફો મેળવવાનો હોય છે. નફાની ગણતરીમાં ઉત્પાદનની પડતર કિંમત અગત્યનો ભાગ ભજવે છે. તેથી ધંધાકીય એકમના દરેક વિભાગનું સંકલન કરીને તથા પદ્ધતિસરનાં અસરકારક પગલાં લઈને પડતર-ખર્ચ…

વધુ વાંચો >

પડતર-પત્રક (cost sheet)

પડતર–પત્રક (cost sheet) : ઉત્પાદન-પડતર અથવા વિક્રય-પડતર નક્કી કરવા માટે પડતરના જુદા જુદા ઘટકોની વ્યવસ્થિત નોંધ રાખવાનું પત્રક. ઉત્પાદન અથવા સેવાના વેચાણમાં થતો નફો કે નુકસાન જાણવા માટે તેમના ઉત્પાદનમાં પડતર-કિંમત કેટલી થઈ તે જાણવું જરૂરી છે. તેથી પડતર-કિંમત નક્કી કરવા માટે પડતર-પત્રક તૈયાર કરવામાં આવે છે. આવું નમૂનારૂપ પડતર-પત્રક…

વધુ વાંચો >

પડતર-પદ્ધતિઓ (costing methods)

પડતર-પદ્ધતિઓ (costing methods) : વસ્તુના ઉત્પાદન અથવા સેવાના પુરવઠા માટે થયેલા કુલ ખર્ચને વસ્તુ અથવા સેવાના કુલ એકમો વડે ભાગીને એકમદીઠ પડતર કાઢવાની પદ્ધતિ. પ્રત્યેક ઔદ્યોગિક સંગઠન ઉત્પાદન અથવા સેવાની પડતર વસૂલ કરવા માટે પોતાની પ્રવૃત્તિઓની વિશિષ્ટતા લક્ષમાં રાખીને પોતાની આગવી પડતર-પદ્ધતિ અપનાવે છે. તેમાંની કેટલીક પદ્ધતિઓ નીચે પ્રમાણે છે…

વધુ વાંચો >

પડતર-સંકલ્પનાઓ

પડતર–સંકલ્પનાઓ : ઉત્પાદિત માલ અને સેવાની કિંમત નક્કી કરવાની પ્રક્રિયા અને પ્રવિધિની વિવિધ દૃષ્ટિકોણથી વિશ્લેષણ કરતી વિભાવનાઓ. પડતર-વિશ્લેષણનો ઉપયોગ દરેક ઉત્પાદન-પ્રવૃત્તિ માટે ખૂબ મહત્ત્વનો છે. આવું વિશ્લેષણ કરવા માટે અને ધંધાકીય નિર્ણયો લેવા માટે પડતર-સંકલ્પનાઓ (cost concepts) શું છે અને નિર્ણયો લેવામાં તે કેવી રીતે ઉપયોગી થઈ શકે તે સમજવું…

વધુ વાંચો >

પણ્યાવર્ત (turnover)

પણ્યાવર્ત (turnover) : ઉદ્યોગ અને વેપાર ધંધામાં માલ અથવા સેવાના વેચાણથી પ્રાપ્ત થયેલી એકત્ર રકમ  વકરો. વિક્રય પરથી આવેલો ‘વકરો’ શબ્દ પણ વેચાણનો જ સંકેત કરે છે. મોટેભાગે વાર્ષિક ગાળા માટે ગણતરી કરાય છે. વેપારમાં માલના વેચાણથી જ આવક થાય તેનું પરિમાણ વેપાર, વેચાણ અને આવકના પ્રમાણનો તેમજ લાભની માત્રા…

વધુ વાંચો >

પરથુ

પરથુ : કંપની જેવા ધંધાકીય એકમની કામગીરી, કાર્યક્ષમતા અને નફાકારકતા જાણવા માટે તૈયાર કરવામાં આવતું કાચું દૈનિક અથવા રોજિંદું સરવૈયું. કંપની અથવા ધંધાકીય એકમ પાસે મૂડી, દેવાં, મિલકતો અને લેણાં કેટલાં છે તથા ચોક્કસ સમય દરમિયાન ધંધામાંથી કેટલો નફો કે નુકસાન થયાં તેની વિગતો ધંધાકીય એકમનું સરવૈયું અને નફાનુકસાન ખાતું…

વધુ વાંચો >

પરિવર્તનીય ડિબેન્ચર

પરિવર્તનીય ડિબેન્ચર : પાકતી મુદતે રોકડમાં ચુકવણી કરવાને બદલે નિશ્ચિત તારીખ-દરે અને ધારકની પસંદગી અનુસાર કંપનીના શૅરમાં રૂપાંતર કરવામાં આવે તે પ્રકારનું ડિબેન્ચર. નિયમિત વ્યાજની આવક, મૂડીની સલામતી અને શૅરબજારમાં સૂચીકરણ (listing) દ્વારા ઉદ્ભવતી તરલતાનો લાભ લેવા માટે સામાન્ય રોકાણકાર બાંધી મુદતની થાપણના બદલે ડિબેન્ચરમાં રોકાણ કરવાનું પસંદ કરે છે.…

વધુ વાંચો >

પરિવહન

પરિવહન માનવી તેમ જ માલસામાનને લાવવા – લઈ જવા (યાતાયાત) માટે વપરાતાં સાધનો અને સગવડોને લગતી બાબત. આદિકાળથી માનવીની ભૌતિક સુખસુવિધામાં, માનવીની તેમજ તેને ઉપયોગી માલસામાનની પરિવહનગત સાનુકૂળતાએ ઘણો મોટો ભાગ ભજવ્યો છે. આ કારણે પરિવહનનાં સાધનોમાં સતત વિકાસ થતો રહ્યો છે. પરિવહન માટે પ્રાચીન કાળમાં પશુઓનો ઉપયોગ થતો. ત્યારથી…

વધુ વાંચો >

પાત્રીકરણ

પાત્રીકરણ : જુઓ આધાનપાત્ર પરિવહન.

વધુ વાંચો >

પારેખ મંગળદાસ ગિરધરદાસ

પારેખ, મંગળદાસ ગિરધરદાસ (જ. 6 જૂન 1862, અમદાવાદ; અ. 6 ડિસેમ્બર 1930, અમદાવાદ) : અમદાવાદના અગ્રણી ઉદ્યોગપતિ અને પ્રજાપ્રિય પરોપકારી સજ્જન. તેમનો જન્મ સાધારણ આર્થિક સ્થિતિવાળા કુટુંબમાં થયો હતો. 20 વર્ષની ઉંમરે મૅટ્રિકની પરીક્ષા પસાર કર્યા પછી સુતરાઉ કાપડની મિલમાં ટૂંકા પગારથી તેમણે નોકરીની શરૂઆત કરી હતી. નોકરી દરમિયાન કાપડ-મિલ-ઉદ્યોગની…

વધુ વાંચો >