Industry Business and Management
દરિયાઈ વીમો
દરિયાઈ વીમો : વહાણના માલિક, વહાણમાં મોકલાતા માલના માલિક અને નૂર મેળવવા માટે હકદાર. આ ત્રણેનાં હિતને આંતરરાષ્ટ્રીય વેપાર દરમિયાન થતા દરિયાઈ જોખમ અંગે રક્ષણ આપનાર વીમો. વીમો એ જોખમ સામેનું રક્ષણ છે. વીમાના તમામ પ્રકારોમાં સૌપ્રથમ વિકાસ દરિયાઈ વીમાનો થયો હતો. આંતરરાષ્ટ્રીય વેપારમાં દરિયાઈ જોખમનો ભાગ ઘણો મોટો હોય…
વધુ વાંચો >દુનાં, ઝ્યાં હેન્રી
દુનાં, ઝ્યાં હેન્રી (જ. 8 મે 1828, જિનીવા; અ. 30 ઑક્ટોબર 1910, હિડન, સ્વિટ્ઝર્લૅન્ડ) : આંતરરાષ્ટ્રીય સંસ્થા રેડક્રૉસના સ્થાપક. હેન્રી દુનાં સ્વિસ વેપારી હતા. અલ્જિરિયામાં ભીષણ દુકાળને લીધે પોતાના વેપારી પ્રયોજનથી તેઓ ઇટાલી આવેલા. તે વખતે ત્યાં યુદ્ધ ફાટી નીકળેલું. દુનાંએ આખો દિવસ ટેકરીની પેલે પાર પોતાના બાયનૉક્યુલર વડે ત્યાં…
વધુ વાંચો >દેવકરણ નાનજી
દેવકરણ નાનજી (જ. 1858, પોરબંદર; અ. 1922) : વ્યાપાર તથા વાણિજ્ય ક્ષેત્રના અગ્રણી. જન્મ મોઢ વણિક જ્ઞાતિમાં. પિતાનું નામ નાનજી દેસાઈ અને માતાનું નામ દેવકોરબાઈ હતું. કુટુંબની આર્થિક સ્થિતિ ઘણી નબળી હતી. તેમની 9 વર્ષની કાચી વયે પિતાનું અવસાન થતાં મોટા ભાઈ છગનદાસે અભ્યાસ માટે તેમને 11 વર્ષની વયે મુંબઈ…
વધુ વાંચો >દોશી, વાલચંદ હીરાચંદ
દોશી, વાલચંદ હીરાચંદ (જ. 23 નવેમ્બર 1882, સોલાપુર; અ. 8 એપ્રિલ 1953, સિદ્ધપુર) : દેશભક્ત ઉદ્યોગપતિ. રૂનો વેપાર તેમજ ધીરધારનો ધંધો કરનાર જૈન વેપારીને ઘેર વાલચંદ હીરાચંદનો જન્મ થયો હતો. તેમણે ઔરંગાબાદ, સોલાપુર, મુંબઈ તેમજ પુણે ખાતે અભ્યાસ કર્યો હતો. બી.એ.(અર્થશાસ્ત્ર)ની અંતિમ પરીક્ષા આપ્યા વગર, પિતાની તબિયત નાદુરસ્ત રહેતી હોવાથી,…
વધુ વાંચો >દ્વિપક્ષી વ્યાપારી કરાર
દ્વિપક્ષી વ્યાપારી કરાર : બે દેશો વચ્ચે વ્યાપાર અંગે કરવામાં આવતા વિશિષ્ટ કરારો. આર્થિક વિકાસ અને આંતરરાષ્ટ્રીય વ્યાપારના વિકાસની સાથોસાથ કેટલીક બાબતોને કરારો દ્વારા નિયંત્રિત કરવાનો પ્રશ્ન બે વિશ્વયુદ્ધો વચ્ચેના ગાળામાં વધુ ધ્યાન ખેંચે તેવો બન્યો હતો. આવા કરારોનો મુખ્ય ઉદ્દેશ બે દેશો વચ્ચેના વ્યાપારમાં એકબીજાને વિશિષ્ટ સવલતો આપવાનો હોય…
વધુ વાંચો >ધંધાકીય એકત્રીકરણ
ધંધાકીય એકત્રીકરણ (business integration) : સમાન આર્થિક હેતુ સિદ્ધ કરવા માટે ઔદ્યોગિક અથવા વ્યાપારી એકમોનું ધંધાકીય જોડાણ (combination) અથવા વિલયન (merger, amalgamation). મોટા પાયાના ઉત્પાદનના એટલે કે કદવિકાસના લાભ હાંસલ કરવા માટે અને કિંમતોનું નિયમન તથા ઉત્પાદનના કદ પર નિયંત્રણ દ્વારા હરીફાઈ ટાળવા માટે ઔદ્યોગિક તથા વ્યાપારી ઘટકોનું એકત્રીકરણ કરવામાં…
વધુ વાંચો >ધંધાકીય મૂલ્યાંકન
ધંધાકીય મૂલ્યાંકન : વ્યાપારી સંસ્થા કે પેઢીની અસ્કામતો અને જવાબદારીઓનું સાફી મૂલ્યાંકન. વર્ષાન્તે ધંધામાં થયેલા નફા કે નુકસાનની ગણતરી કરવી હોય, ધંધાનું વેચાણ કરવાનું હોય, વ્યક્તિગત માલિકીના કે પેઢીના ધંધાનું લિમિટેડ કંપનીમાં રૂપાંતર કરવાનું હોય, એક કંપનીનું બીજી કંપનીમાં વિલીનીકરણ (merger) કરવાનું હોય અથવા બે કંપનીઓનું એકબીજી સાથે જોડાણ કે…
વધુ વાંચો >ધ્યેયલક્ષી સંચાલન
ધ્યેયલક્ષી સંચાલન : પૂર્વનિર્ણીત ધ્યેયો અને હેતુઓને સિદ્ધ કરવા માટે સંગઠનના ઉચ્ચ અધિકારીઓ તથા કર્મચારીઓ દ્વારા પરસ્પર સમજૂતીથી નિર્ધારિત કરવામાં આવતી સંચાલનની યોજનાબદ્ધ પદ્ધતિ. તેનાં બે મુખ્ય પાસાં હોય છે. સંગઠનનાં ધ્યેયો નક્કી કરવાં તથા તે ધ્યેયો કાર્યાન્વિત કરવા માટેની વ્યૂહરચના ઘડવી. આ અર્થમાં ધ્યેયલક્ષી સંચાલન એ ધ્યેયસિદ્ધિ માટેની વ્યૂહરચનાને…
વધુ વાંચો >નકારનું પ્રમાણપત્ર (protest)
નકારનું પ્રમાણપત્ર (protest) : હૂંડી/વિનિમયપત્ર (bill of exchange) કે વચનપત્ર(promissory note)ના અસ્વીકારની નોંધ કરી તે અંગે નોટરીએ આપેલું પ્રમાણપત્ર. હૂંડી/વિનિમયપત્ર એટલે એવો સંલેખ કે જેમાં તે લખનારે કોઈ ચોક્કસ વ્યક્તિને કે તેવી વ્યક્તિના હુકમ અનુસાર અથવા તે લેખ રજૂ કરનારને ચોક્કસ રકમ ચૂકવવા અન્ય ચોક્કસ વ્યક્તિને ઉદ્દેશીને બિનશરતી હુકમ કરી…
વધુ વાંચો >નફો
નફો : માલની ખરીદકિંમત અથવા ઉત્પાદન-ખર્ચ તથા વેચાણકિંમત વચ્ચેનો તફાવત. સામાન્ય વ્યવહારમાં હિસાબનીસો નફાની ગણતરી જે રીતે કરે છે તેની સમજૂતી આ રીતે આપી શકાય : માલની પડતર-કિંમત તથા વેચાણકિંમત વચ્ચેના તફાવતને નફો ગણવામાં આવે છે. જો વેચાણકિંમત પડતરકિંમત કરતાં વધારે હોય તો નફો થાય છે એમ કહેવાય અને જો…
વધુ વાંચો >