Industry Business and Management

ડૉક વૉરન્ટ

ડૉક વૉરન્ટ : ડૉક કંપની દ્વારા ગોદામમાં  રાખવામાં આવેલા માલનો માલિકીહક દર્શાવતી રસીદ. આ રસીદ દ્વારા તેમાં જણાવેલ વ્યક્તિને અથવા માલના માલિક દ્વારા દર્શાવેલ ત્રાહિત પક્ષને ગોદીમાંથી માલ મેળવવાનો અધિકાર પ્રાપ્ત થાય છે. આમ ડૉક વૉરન્ટ એ એક અગત્યનો દસ્તાવેજ છે. જો માલને ડૉક વૉરન્ટના  આધારે બૅંક કે સંસ્થામાં ગીરો…

વધુ વાંચો >

ડૉલર

ડૉલર : વિશ્વના કેટલાક દેશોનું મુખ્ય ચલણ તથા આંતરરાષ્ટ્રીય વિનિમયનું પ્રમુખ માધ્યમ. કૅનેડા, ઑસ્ટ્રેલિયા, ન્યૂઝીલૅન્ડ, હૉંગકૉંગ, સિંગાપોર, અમેરિકા વગેરે પંદરેક જેટલા દેશોના ચલણનું નામ ડૉલર છે; પરંતુ આંતરરાષ્ટ્રીય આર્થિક વ્યવહારોમાં ડૉલર એટલે અમેરિકાનું નાણું એમ જ સમજવામાં આવે છે કારણ કે બીજા વિશ્વયુદ્ધ પછી અમેરિકાનો ડૉલર અનૌપચારિક રીતે આંતરરાષ્ટ્રીય નાણું…

વધુ વાંચો >

તંત્રનિયમાવલી

તંત્રનિયમાવલી (manual) : વ્યાવસાયિક વ્યવસ્થાપન કેવી રીતે કરવું તે અંગે ટૂંકાણમાં વ્યવહારુ અને સ્પષ્ટ સૂચનાઓ આપતી માર્ગદર્શક પુસ્તિકા. ધંધાકીય એકમો વિસ્તૃત બજાર માટે ઉત્પાદન કરતા હોવાથી તેમનાં કદ મોટાં થયાં છે અને તેમનાં કાર્યો અને કાર્યસંબંધો જટિલ બન્યાં છે. તેથી ઉત્પાદન એકમના આયોજનના અમલ અને મૂલ્યાંકનની પ્રક્રિયાઓ ઉપર અંકુશ  અને…

વધુ વાંચો >

તાતા, જમશેદજી નસરવાનજી

તાતા, જમશેદજી નસરવાનજી (જ. 3 માર્ચ 1839, નવસારી; અ. 19 મે 1904, નાઉહાઇમ, જર્મની) : અર્વાચીન ઔદ્યોગિક ભારતના પ્રણેતા (pioneer) અને ભારતની સૌથી વધુ દૂરંદેશીભરી વ્યાપારી પેઢીના સ્થાપક. પ્રાથમિક શિક્ષણ વતનમાં લીધા પછી 14 વર્ષની વયે તેઓ મુંબઈની એલ્ફિન્સ્ટન ઇન્સ્ટિટ્યૂટમાં દાખલ થયા અને 17 વર્ષની વયે એલ્ફિન્સ્ટન કૉલેજમાં અભ્યાસ શરૂ…

વધુ વાંચો >

તાતા, જહાંગીર રતનજી દાદાભાઈ

તાતા, જહાંગીર રતનજી દાદાભાઈ (જ. 29 જુલાઈ 1904, પૅરિસ; અ. 30 નવેમ્બર 1993, જિનીવા) : ભારતના પ્રથમ પંક્તિના ઉદ્યોગપતિ. જમશેદજી તાતાના પિતરાઈ ભાઈ (રતનજી દાદાભાઈ)ના પુત્ર. તેમનો જન્મ રતનજી તાતાની ભારતીય પારસી પરંપરાને સંપૂર્ણ સ્વીકારનાર ફ્રેંચ પત્ની સુઝેનની કૂખે થયો હતો. બાળપણ ત્રણ બહેનો સાથે ફ્રાંસ અને મુંબઈ વચ્ચે વિતાવ્યું.…

વધુ વાંચો >

તાળાબંધી

તાળાબંધી (lock-out) : કારખાનાના માલિક દ્વારા કામચલાઉ કામ બંધ કરવાનું  જાહેર કરવામાં આવે અથવા કામદારોને કામ નહિ કરવા માટે જણાવવામાં આવે અથવા માલિક દ્વારા કામદારોને કામ પર આવવાની મનાઈ ફરમાવવામાં આવે તેવી પરિસ્થિતિ. તાળાબંધી અને હડતાળ વિરોધાભાસી પરિસ્થિતિઓ છે. કામદારો પોતાની માગણીઓનો માલિક દ્વારા અસ્વીકાર કરવામાં આવે ત્યારે કામ નહિ…

વધુ વાંચો >

તિજોરીપત્ર

તિજોરીપત્ર (treasury bill) : સરકારને અલ્પકાલીન લોન આપનારને સમયસર નાણાં ચૂકવવા અંગે સરકાર દ્વારા અપાતી વચનચિઠ્ઠી. પોતાને ટૂંકા ગાળા માટે ત્રણ કે છ માસ માટે, નાણાં ધીરનારને મુદત પૂરી થયે મુકરર તારીખે નાણાં ચૂકવવામાં આવશે એ મતલબની સરકાર દ્વારા આપવામાં આવતી વચનચિઠ્ઠી. એને ધારણ કરનાર ચોક્કસ તારીખે સરકાર પાસેથી દાર્શનિક…

વધુ વાંચો >

તેજીમંદી

તેજીમંદી : જુઓ, વ્યાપારચક્ર

વધુ વાંચો >

તેલ ઉદ્યોગ — ખાદ્ય

તેલ ઉદ્યોગ — ખાદ્ય : વિવિધ પ્રકારના ખાદ્યતેલનું ઉત્પાદન કરતા ઉદ્યોગો. મગફળી, તલ, ખરસાણી, સૂર્યમુખી, દિવેલાં, રાઈ, સરસવ, કસુંબી, અળશી વગેરે તેલીબિયાંમાંથી દાણાનું પિલાણ કરી તેલ કાઢવા માટે સંકળાયેલ ઔદ્યોગિક એકમોની તેલ ઉદ્યોગોમાં ગણતરી થાય છે. તેલીબિયાંમાંથી તેલ કાઢવાની મુખ્યત્વે ત્રણ રીતો પ્રચલિત છે : (1) બળદ અથવા પાવરથી ચાલતી…

વધુ વાંચો >

થાપર, કરમચંદ

થાપર, કરમચંદ (જ. 1895, લુધિયાના; અ. 1962) : ભારતના અગ્રણી ઉદ્યોગપતિ તથા થાપર ઉદ્યોગસંકુલના નિર્માતા. લુધિયાનાના એક સામાન્ય કુટુંબમાં જન્મ. પંજાબ યુનિવર્સિટીમાંથી 1917માં સ્નાતકની પદવી મેળવ્યા પછી લુધિયાના ખાતે નાના પાયા પર વ્યાપાર શરૂ કર્યો. 1920માં કૉલકાતા ખાતે વ્યાપાર શરૂ કરવાના ઇરાદાથી ત્યાં સ્થળાંતર કર્યું. ધીમે ધીમે વિવિધ પ્રકારના ઉદ્યોગોને…

વધુ વાંચો >