Industries
સી.પી.એમ. (CPM – critical path method)
સી.પી.એમ. (CPM – critical path method) : આલોચક માર્ગપદ્ધતિ. જે પરિયોજના પૂર્ણ કરવાનો સમય અગાઉથી નિ:શંક જ્ઞાત છે તેને કુશળતાપૂર્વક પૂરી પાડવા માટેનું વિશ્લેષણાત્મક માળખું. ધંધાકીય એકમનું ભાવિ આયોજન અને અંકુશ પર આધારિત છે. આયોજન ભવિષ્યમાં અને અંકુશ ભૂતકાળમાં જુએ છે. એ બેની વચ્ચે ધંધાકીય એકમની પ્રવૃત્તિઓ હોય છે. આયોજન…
વધુ વાંચો >સુમતિ મોરારજી
સુમતિ મોરારજી (જ. 13 માર્ચ, 1909, મુંબઈ; અ. 27 જૂન, 1998, મુંબઈ) : ભારતીય વહાણવટા વિકાસનાં પ્રણેત્રી અને તે ક્ષેત્રમાં વિશ્વભરમાં એકમાત્ર સફળ મહિલા વહીવટદાર. ગર્ભશ્રીમંત શેઠશ્રી મથુરદાસ ગોકળદાસના કુટુંબમાં જન્મ. છ ભાઈઓ વચ્ચેનું આ સાતમું સંતાન. સુમતિએ ખાનગી શિક્ષકો દ્વારા ઘેર રહીને જ શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. અતિતીવ્ર ગ્રહણશક્તિના…
વધુ વાંચો >સેવા-ઉદ્યોગો
સેવા-ઉદ્યોગો વસ્તુનું ઉત્પાદન, તેના પર પ્રક્રિયા કે વિનિમય સિવાયની ફક્ત સેવા દ્વારા આર્થિક ઉપાર્જનની પ્રવૃત્તિ; દા.ત., દૂરસંચાર, સંદેશાવ્યવહાર, માહિતી તકનીકી (I.T.), બૅંકો, વીમો, મૂડીબજાર, પ્રવાસન, મનોરંજન, શિક્ષણ, સુખાકારી, કાનૂની સેવા વગેરે. આ પ્રકારની સેવાઓમાં શારીરિક શ્રમને બદલે માનસિક કાર્ય વધુ રહે છે. તેથી ક્વચિત્ તે જ્ઞાન-ઉદ્યોગો તરીકે પણ ઓળખાય છે.…
વધુ વાંચો >સોમૈયા કરમસીભાઈ જેઠાભાઈ
સોમૈયા, કરમસીભાઈ જેઠાભાઈ (જ. 16 મે 1902, માલુંજા, જિલ્લો અહમદનગર, મહારાષ્ટ્ર; અ. 9 મે 1999, મુંબઈ) : મહારાષ્ટ્રમાં ખાંડ-ઉદ્યોગના વિકાસમાં તથા મુંબઈના ઘાટકોપર પરામાં વૈવિધ્યપૂર્ણ શિક્ષણસંકુલની સ્થાપના તથા તેના વિસ્તરણમાં મહત્વનું યોગદાન કરનાર દૂરંદેશી સ્વપ્નદ્રષ્ટા ઉદ્યોગપતિ. લુહાણા જ્ઞાતિમાં જન્મેલા કરમસીભાઈના પૂર્વજો કચ્છના વતની હતા. તેમના દાદા ઠાકરસીભાઈ કચ્છના તેરા નામના…
વધુ વાંચો >હાથીદાંતનો હુન્નર
હાથીદાંતનો હુન્નર : હાથીદાંત પર કોતરણીયુક્ત કૃતિઓનું સર્જન અને વ્યાપાર. હાથીદાંત પરનું કોતરકામ ભારતમાં ઘણા પ્રાચીન કાળથી જાણીતું હતું. હડપ્પા સભ્યતાના ખોદકામોમાંથી પણ હાથીદાંત પરની કોતરણીના અનેક નમૂનાઓ મળ્યા છે. ભારતમાં હાથીદાંત પર કોતરણી કરનાર વર્ગને ‘દંતકાર’, ‘દંતઘાટક’ વગેરે નામે ઓળખવામાં આવતો. વાત્સ્યાયન કામસૂત્રમાં કાલિદાસ અને માઘની કૃતિઓમાં હાથીદાંતનાં રમકડાંનો…
વધુ વાંચો >હીરા (Diamonds) અને હીરાઉદ્યોગ
હીરા (Diamonds) અને હીરાઉદ્યોગ અદભુત રત્ન. આભૂષણોના ઉપયોગમાં લેવાતા કુદરતી સ્ફટિકો. પ્રાગ્-ઐતિહાસિક તેમજ મધ્ય ઐતિહાસિક કાળમાં ભારત, શ્રીલંકા અને બૉર્નિયો જ માત્ર એવા દેશો હતા, જ્યાંથી હીરા મળી શકતા હતા. તેનાં પ્રાપ્તિસ્થાનો (સ્રોત) નદીજન્ય ભૌતિક સંકેન્દ્રણો હતાં. આ અંગેનો પુરાવો પ્લિની(ઈ. સ. 23-79)નાં લખાણોમાંથી મળી રહે છે. એ વખતે ‘હીરા’ના…
વધુ વાંચો >હીરાઘસુ
હીરાઘસુ : જુઓ પરંપરાગત વ્યવસાયો.
વધુ વાંચો >હોઝિયરી (knitted fabrics)
હોઝિયરી (knitted fabrics) : સૂતર, રેશમ, ઊન અથવા તો સંશ્લેષિત રેસાના એક કે એકાધિક દોરાઓને પરસ્પર ગૂંથીને તૈયાર કરવામાં આવતા કાપડનાં વસ્ત્રો. આવા કાપડની વણાટ-ગૂંથણી હાથથી અથવા યંત્રની સહાયથી કરવામાં આવે છે. હસ્તગૂંથણમાં હૂકવાળા સોયા(crochet)નો ઉપયોગ કરવામાં આવે છે. તેને અંકોડીનું ગૂંથણ પણ કહેવાય છે. સામાન્યત: તેનો ઉપયોગ સ્વેટરો ભરવામાં…
વધુ વાંચો >હોટલ-ઉદ્યોગ
હોટલ-ઉદ્યોગ પ્રવાસીઓ કે મુસાફરોને વિશ્રામ, ભોજન વગેરે સવલતો નિર્ધારિત કિંમતે પૂરી પાડવા માટેનો ઉદ્યોગ. પ્રત્યેક હોટલની તેની શક્તિ-મર્યાદા અનુસાર સદગૃહસ્થોને સેવા આપવાની અને એમ કરતાં વાજબી વળતર મેળવવાની એની અધિકૃતતા વ્યાપકપણે સ્વીકારાયેલી છે. જ્યાં વળતર બાબત નિયંત્રણ ન હોય ત્યાં હોટલ પોતે પોતાનો દર નિશ્ચિત કરી શકે છે. તેમાં પ્રવાસીઓને…
વધુ વાંચો >