Indian culture
દાનવ
દાનવ : કશ્યપ ઋષિ અને દક્ષની પુત્રી દનુના પુત્રો તે દાનવો. માતાના નામ પરથી તેમનું નામ પડ્યું છે. દાનવની જેમ ‘દનુજ’ શબ્દ પણ તેમને માટે વપરાયો છે. મહાભારતના આદિપર્વના અધ્યાય 6 અને મત્સ્યપુરાણના અધ્યાય 6 મુજબ દનુને 40 પુત્રો હતા. જ્યારે અન્ય પુરાણો દનુને 61 પુત્રો હતા એમ માને છે.…
વધુ વાંચો >દાસ
દાસ : દાસ ‘દસ્યુ’ જેવી કોઈ જાતિ હતી અને ઋગ્વેદ(5–34–6, 6, 22–10, 6–33–3, 3–50–6, 7–83–1, 10–38–3, 10–69–6, 7 અથર્વ 5 –11 –3)માં સંસ્કારી (આર્ય) ભારતીયોના શત્રુઓ તરીકે નિર્દિષ્ટ થયેલ જોવા મળે છે. એ લોકોને પોતાના કિલ્લેબંધ પુર હતાં. (2–20–8, 1–103–3, 3–12–6, 4–32–10) ઋગ્વેદ(2–20–8)માં તો આ પુરોને લોખંડનું રક્ષણ હોય એવો…
વધુ વાંચો >દિવાળી
દિવાળી : હિંદુઓનો સૌથી લોકપ્રિય તહેવાર. ધર્મશાસ્ત્ર આસો વદ ચૌદશ, અમાસ અને કારતક સુદ પડવો – એ ત્રણ દિવસોને દિવાળીનું પર્વ માને છે. લોકવ્યવહારમાં આસો વદ બારશ – વાઘબારશથી શરૂ કરી કારતક સુદ બીજ સુધીના છ દિવસોનું દિવાળી પર્વ ગણાય છે. આ તહેવાર દીવાનો, અર્થાત્ પ્રકાશનો હોવાથી તેને દિવાળી કહે…
વધુ વાંચો >દુર્ગ
દુર્ગ : નગરના રક્ષણ અર્થે બાંધવામાં આવતો કિલ્લો. પ્રાચીન અને મધ્યકાલીન ભારતમાં દુર્ગ-નિર્માણને રાજ્યના અનિવાર્ય અંગ તરીકે લેખવામાં આવેલ છે. દુર્ગ વિનાના રાજાને ઝેરવિહીન સર્પ કે દંતશૂળવિહીન હાથી સાથે સરખાવવામાં આવ્યો છે. એક હજાર હાથી અને એક લાખ ઘોડા જેટલું બળ રાજા એક દુર્ગ દ્વારા પ્રાપ્ત કરી શકે છે એવું…
વધુ વાંચો >દુર્ગા
દુર્ગા : હિંદુ ધર્મ મુજબ આદ્યશક્તિ પાર્વતી દેવીનું કાલી, ચંડી, ભૈરવી વગેરે જેવું ઉગ્ર રૂપ. દુર્ગાનો જન્મ આદ્યશક્તિથી થયો છે. ‘સુપ્રભેદાગમ’ નામના ગ્રંથમાં દુર્ગાને વિષ્ણુની નાની બહેન કહી છે. શૈવ–આગમો દુર્ગાનાં નવ રૂપો ગણાવે છે; જેમાં (1) નીલકંઠી, (2) ક્ષેમંકરી, (3) હરસિદ્ધિ, (4) રુદ્રાંશદુર્ગા, (5) વનદુર્ગા, (6) અગ્નિદુર્ગા, (7) જયદુર્ગા,…
વધુ વાંચો >દુર્યોધન
દુર્યોધન : મહાભારત મહાકાવ્યનો પ્રતિનાયક. તે સારો યોદ્ધો હોવાથી ‘સુયોધન’ એવા અન્ય નામે પણ ઓળખાતો હતો. દુર્યોધનના નામનો અર્થ, મુશ્કેલીથી જેની સાથે યુદ્ધ થઈ શકે (જીતી શકાય) તેવો. ચંદ્રવંશી ધૃતરાષ્ટ્ર અને ગાંધારીનો આ જ્યેષ્ઠ પુત્ર હતો. તેના જન્મસમયે અનેક દુશ્ચિહનો થયાં હતાં. આ જોઈને, મહાત્મા વિદુરે તેનો ત્યાગ કરવા માટેનું…
વધુ વાંચો >દુર્વાસા
દુર્વાસા : પરશુરામની જેમ જ, પોતાના અત્યંત ક્રોધી સ્વભાવને લીધે જાણીતા અને શિવના અંશરૂપ મનાતા મહાન ધર્મનિષ્ઠ ઋષિ. તે મહર્ષિ અત્રિ અને અનસૂયાના પુત્ર હતા. તે ઔર્વ મુનિની કંદલી નામની પુત્રી સાથે પરણ્યા હતા. વિવાહ સમયની પ્રતિજ્ઞા અનુસાર, કંદલીના સો અપરાધ માફ કર્યા અને પછી વધુ એક અપરાધ થતાં તેને…
વધુ વાંચો >દુ:શાસન
દુ:શાસન : ધૃતરાષ્ટ્રના સો પુત્રોમાંનો એક. જેને કાબૂમાં રાખવો મુશ્કેલ પડે, નિયંત્રિત ન થઈ શકે, તે દુ:શાસન. જીવનનાં કોઈ મૂલ્યો કે આદર્શોને પણ ન સ્વીકારનાર, ઉદ્દંડ એવું આ મહાભારતનું પાત્ર છે. પોતાના મોટા ભાઈ દુર્યોધનના જેવો જ તે શૂરવીર, પરાક્રમી, મહારથી અને યુદ્ધપ્રેમી હતો. આમ છતાં સ્વભાવે દુષ્ટ અને નિરંકુશ…
વધુ વાંચો >દૂલનદાસી પંથ
દૂલનદાસી પંથ : સંત દૂલનદાસીએ સ્થાપેલો કૃષ્ણભક્તિમાં માનતો પંથ. તેઓ આશરે સત્તરમા સૈકામાં ઉત્તરપ્રદેશના સમસી(લખનૌ)ના નિવાસી હતા. તેમણે ગૃહસ્થાશ્રમમાં રહીને શ્રીકૃષ્ણની દાસીભાવે ભક્તિ કરી હતી. તેમણે ઉત્તરપ્રદેશના રાયબરેલી વિસ્તારમાં પગપાળા પ્રવાસ કરીને પોતાના પંથનો પ્રચાર કર્યો હતો. ઉત્તરપ્રદેશમાં તેમણે આ પંથના પ્રચાર માટે 14 ગાદીઓ સ્થાપી હતી અને પોતાના શિષ્યોને…
વધુ વાંચો >દેલવાડાનાં મંદિરો
દેલવાડાનાં મંદિરો : સોલંકીકાલ દરમિયાન ગુજરાતના મંદિર સ્થાપત્યના ઉત્તમ નમૂનારૂપ મંદિરોનું નિર્માણ થયું તેમાં આબુ પર્વત પર દેલવાડાના સ્થળે આવેલાં આ મંદિરો શિરમોર છે. આબુ પર્વત ઉપર દેલવાડાના સ્થળે આવેલાં હોવાથી આબુ પરનાં મંદિરો કરતાં દેલવાડાના મંદિરો કે દેરાં તરીકે લોકોમાં વધુ જાણીતા છે. સોલંકી રાજા ભીમદેવ 1લાના મંત્રી વિમલ…
વધુ વાંચો >