Imaging

કૅરૉલ – લૂઇસ

કૅરૉલ, લૂઇસ (જ. 27 જાન્યુઆરી 1832, ડેર્સબરી, ચેશાયર, ઇંગ્લૅન્ડ; અ. 14 જાન્યુઆરી 1898, ગિલ્ડફર્ડ, સરે) : અંગ્રેજ બાળસાહિત્યકાર, તર્કશાસ્ત્રી, ગણિતજ્ઞ અને ફોટોગ્રાફર. મૂળ નામ ચાર્લ્સ લુટવિજ ડૉડ્ગસન. જગતભરમાં આબાલવૃદ્ધ વાચકોના પ્રિય વાર્તાકાર. માતા ફ્રાન્સિસ જેન લટ્વિજ. પિતા પાદરી. યૉર્કશાયરના રેક્ટર. ડેર્સબરી ઔદ્યોગિકીકરણની અસરથી વેગળું નાનકડું ગામ. બધાં ભાંડુડાં ઘરમાં જ…

વધુ વાંચો >

કોડાક

કોડાક : ઈસ્ટમૅન કોડાક કંપની (સ્થાપના : 1901) : કૅમેરા અને ફોટોગ્રાફીનાં સાધનો બનાવનાર કંપની. 1888માં આ કંપનીના સ્થાપક જ્યૉર્જ ઈસ્ટમૅને તેના ફિલ્મપટ્ટીવાળા બૉક્સ કૅમેરાને ‘કોડાક’ નામ આપ્યું. તે પછી સ્થપાયેલી કંપની ઈસ્ટમૅન કોડાક કંપની તરીકે વિખ્યાત બની. જાણીતા કોડાક કૅમેરાના પ્રથમ ઉત્પાદક જ્યૉર્જ ઈસ્ટમૅને 1880માં ફોટોગ્રાફ લેવા માટેની પ્લેટનો…

વધુ વાંચો >

કૉબર્ન ઍલ્વિન લૅન્ગડૉન

કૉબર્ન, ઍલ્વિન લૅન્ગડૉન  (જ. 11 જૂન 1882, બોસ્ટન, અમેરિકા;  અ. 23 નવેમ્બર 1966, રોસ-ઓન-સી (Rhos-on-Sea), વેઇલ્સ, બ્રિટન) : બ્રિટિશ ફોટોગ્રાફર. આઠ વરસની ઉંમરે કૅમેરા ભેટ મળતાં કૉબર્ને ફોટોગ્રાફીના પ્રયત્નો શરૂ કરેલા. 1899માં સત્તર વરસની ઉંમરે ફોટોગ્રાફર એડ્વર્ડ સ્ટાઇખન (steichen) સાથે તેમની મુલાકાત થઈ, જેને પ્રતાપે તેમણે ફોટોગ્રાફીને ગંભીરતાથી લીધી. એ…

વધુ વાંચો >

ખત્રી, ગિરીશ હીરાલાલ

ખત્રી, ગિરીશ હીરાલાલ (જ. 1945, અમદાવાદ) : આધુનિક ગુજરાતી ચિત્રકાર અને ફોટોગ્રાફર. ગુજરાતના નામાંકિત ચિત્રકાર હીરાલાલ ખત્રીના તેઓ પુત્ર. અમદાવાદની શેઠ સી. એન. ફાઇન આર્ટ કૉલેજમાં ચિત્રકલાનો અભ્યાસ કરીને તેમણે 1968માં ડિપ્લોમા મેળવ્યો. એ પછી તેઓ વડોદરા ખાતેની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઑવ્ બરોડાની ફૅકલ્ટી ઑવ્ ફાઇન આર્ટ્સમાં ફોટોગ્રાફીના પ્રાધ્યાપક તરીકે…

વધુ વાંચો >

ખોપકર, દત્તાત્રેય

ખોપકર, દત્તાત્રેય (જ. 16 ડિસેમ્બર 1917, ઉનાવા) : ગુજરાતના જાણીતા તસવીરકાર. મૂળ મહારાષ્ટ્રના ખપોલી ગામના, કાયસ્થ પ્રભુ જ્ઞાતિના પણ જન્મે ગુજરાતી; મહારાષ્ટ્રની પ્રજામાં જોવા મળતો કલાપ્રેમ તેમના કુટુંબમાં પણ જોવા મળે છે. તેમના મોટા ભાઈ દ્વારકાનાથે તેમને ફોટોગ્રાફી શીખવા માટે 14-15 વર્ષની ઉંમરે પ્રોત્સાહન આપ્યું અને તેમની સાથે 1939માં ખોપકર્સ…

વધુ વાંચો >

છબીકલા (ફોટોગ્રાફી)

છબીકલા (ફોટોગ્રાફી) છબીકલા — કલા તરીકે ગ્રીક શબ્દ ‘photos’ એટલે પ્રકાશ અને ગ્રીક શબ્દ ‘graphos’ એટલે લખાણ. તેથી ફોટોગ્રાફી – Photography એટલે સપાટ ફલક પર પ્રકાશ વડે કરાતું અંકન. તેની કલા તે છબીકલા. 15મી સદીમાં કલાકાર લિયૉનાર્દો દ. વિન્ચીએ પોતાની નોંધપોથીમાં ‘Camera-obscura’ (‘કૅમેરા’ એટલે ઓરડો, ‘ઑબ્સ્કુરા’ એટલે અંધારું)નો ઉલ્લેખ કર્યો…

વધુ વાંચો >

ઠાકર, રમેશ

ઠાકર, રમેશ (જ. 27 જૂન 1931, વડોદરા) : ગુજરાતના તસવીરકાર-ચિત્રકાર અને કલાસંગ્રાહક; ટપાલ-ટિકિટસંગ્રાહક, હસ્તાક્ષરસંગ્રાહક તેમજ સંગીત-સંગ્રાહક. ગુજરાતના વઢવાણ શહેરના વતની. ફોટોગ્રાફર પિતા તથા કલાચાહક દેશપ્રેમી વડીલ બંધુ ભૂપતભાઈની પ્રેરણાથી માત્ર અગિયાર વર્ષની વયે ‘હિંદ છોડો’ ચળવળમાં ભાગ લીધો. 1943માં કરાંચી રહેવા જવાનું થતાં અનેક રાષ્ટ્રીય નેતાઓને મળવાનું અને સાંભળવાનું બન્યું.…

વધુ વાંચો >

નીસ, જોસેફ નાઇસફોર

નીસ, જોસેફ નાઇસફોર (જ. 7 માર્ચ 1765, ફ્રાન્સ; અ. 3 જુલાઈ 1833, ફ્રાન્સ) : ફ્રેન્ચ સંશોધક અને છબીકલાના અગ્રણી સંશોધક. સાધનસંપન્ન કુટુંબના પુત્ર. નાદુરસ્ત તબિયતને કારણે લશ્કરમાંથી ફારેગ થયા પછી, માદરે વતન ચૅલૉન-સર-સૅઑનમાં કાયમી વસવાટ સ્વીકારી જીવનના અંતકાળ સુધી શોધખોળમાં વ્યસ્ત રહેલા. 1807માં તેમના ભાઈ ક્લૉદની મદદથી પ્રાણવાયુ સાથે અન્ય…

વધુ વાંચો >

પટેલ, પ્રાણલાલ કરમશીભાઈ

પટેલ, પ્રાણલાલ કરમશીભાઈ (જ. 1 જાન્યુઆરી 1910, કેશિયા, જિ. જામનગર; અ. 18 જાન્યુઆરી 2014, અમદાવાદ) : ગુજરાતના અગ્રણી ફોટોકલાકાર. 1929માં વર્નેક્યુલર ફાઇનલ પાસ કર્યા પછી 1932થી બળવંત ભટ્ટ અને રવિશંકર રાવળ પાસે બૉક્સ-કૅમેરા વડે તાલીમ લેવી શરૂ કરી. 1936માં સુપર આઇકૉન્ટા, 1939માં રોલિફૅક્સ અને નિકોન કૅમેરા વડે તેઓ છબી પાડતા…

વધુ વાંચો >

પટેલ, સુલેમાન

પટેલ, સુલેમાન (જ. 1934, થાનગઢ; અ. 6 ઑગસ્ટ 1992, થાનગઢ) : આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કરનાર ગુજરાતના વન્ય જીવનના છબીકાર. સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢના એક સાધારણ ખેડૂતના તેઓ પુત્ર. અભ્યાસ માત્ર સાત ધોરણ સુધી જ કર્યો હતો. 16 વરસની ઉંમરે સુલેમાનના જીવનમાં એક અસાધારણ પ્રસંગ બની ગયો. 1948માં તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુ…

વધુ વાંચો >