History of India
સોમૈયા કરમસીભાઈ જેઠાભાઈ
સોમૈયા, કરમસીભાઈ જેઠાભાઈ (જ. 16 મે 1902, માલુંજા, જિલ્લો અહમદનગર, મહારાષ્ટ્ર; અ. 9 મે 1999, મુંબઈ) : મહારાષ્ટ્રમાં ખાંડ-ઉદ્યોગના વિકાસમાં તથા મુંબઈના ઘાટકોપર પરામાં વૈવિધ્યપૂર્ણ શિક્ષણસંકુલની સ્થાપના તથા તેના વિસ્તરણમાં મહત્વનું યોગદાન કરનાર દૂરંદેશી સ્વપ્નદ્રષ્ટા ઉદ્યોગપતિ. લુહાણા જ્ઞાતિમાં જન્મેલા કરમસીભાઈના પૂર્વજો કચ્છના વતની હતા. તેમના દાદા ઠાકરસીભાઈ કચ્છના તેરા નામના…
વધુ વાંચો >સોલના
સોલના : સ્વીડનના મધ્ય-પૂર્વભાગમાં, સ્ટૉકહોમ પરગણામાં, સ્ટૉકહોમથી વાયવ્ય તરફ આવેલું શહેર. ભૌગોલિક સ્થાન : 59° 22´ ઉ. અ. અને 18° 01´ પૂ. રે.. અહીં આઠમાથી દસમા સૈકાના, યુરોપના વેપારી-ચાંચિયાના કાળગાળાના પાષાણના અક્ષરો તથા ઘણાં દફનસ્થળો ધરાવતી પ્રાચીન વસાહત જોવા મળે છે. અહીંની જાણીતી ઇમારતોમાં બારમી સદીનું ચર્ચ, કાર્લબર્ગ મહેલ, અઢારમી…
વધુ વાંચો >સોલાપુર
સોલાપુર : મહારાષ્ટ્ર રાજ્યના પુણે વિભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું નગર. ભૌગોલિક સ્થાન : તે 17° 41´ ઉ. અ. અને 75° 55´ પૂ. રે.ની આજુબાજુનો 14,886 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરમાં અહમદનગર અને ઓસ્માનાબાદ જિલ્લો, પૂર્વમાં ઓસ્માનાબાદ જિલ્લો અને કર્ણાટક રાજ્યસીમા, દક્ષિણે કર્ણાટક રાજ્યસીમા…
વધુ વાંચો >સ્કંદગુપ્ત (ઈ. સ. 455–468)
સ્કંદગુપ્ત (ઈ. સ. 455–468) : ગુપ્તવંશનો છેલ્લો મહાન પરાક્રમી રાજવી. સ્કંદગુપ્ત પિતા કુમારગુપ્તના અવસાન પછી ગાદીએ આવ્યો હતો. તેના સમયમાં ગુપ્તવંશની જ્યેષ્ઠ પુત્રને ગાદી મળે તેવી પરંપરા સચવાઈ ન હતી. જ્યેષ્ઠ પુત્ર પુરુગુપ્તને પરાજય આપી તે ગાદીએ આવ્યો હતો. તેના સ્તંભાલેખના વિવરણ મુજબ તેણે પુષ્યમિત્ર અને હૂણોના આક્રમણને મારી હઠાવી…
વધુ વાંચો >સ્થિરમતિ
સ્થિરમતિ : ચોથી સદીમાં અર્થાત્ ક્ષત્રપકાલ દરમિયાન થઈ ગયેલા બોધિસત્વ (બૌદ્ધ સાધક). તેઓ અસંગના શિષ્ય હતા. આચાર્ય સ્થિરમતિએ વલભીમાં બપ્પપાદીય વિહાર નામે વિહાર બંધાવ્યો હતો. એ નામમાં ‘બપ્પપાદ’થી એમના ગુરુ અસંગ અભિપ્રેત હશે. ચીની પ્રવાસી યુઅન શ્વાંગ નોંધે છે કે વલભીપુરથી થોડે દૂર અચલે બંધાવેલો સંઘારામ (વિહાર) છે, જ્યાં બોધિસત્વ…
વધુ વાંચો >સ્મિથ વિન્સન્ટ
સ્મિથ, વિન્સન્ટ (જ. 3 જૂન 1843, ડબ્લિન, આયરલૅન્ડ; અ. 6 ફેબ્રુઆરી 1920, ઑક્સફર્ડ, ઇંગ્લૅન્ડ) : આધુનિક ભારતના પ્રતિષ્ઠિત ઇતિહાસકાર. તેમના પિતા એક્વિલ સ્મિથ પ્રાચીન વસ્તુઓના અભ્યાસી હતા. વિન્સન્ટ સ્મિથે ટ્રિનિટી કૉલેજ, ડબ્લિનમાં અભ્યાસ કરીને ડી.લિટ્.ની ડિગ્રી મેળવી હતી. તેઓ 1871માં ઇન્ડિયન સિવિલ સર્વિસમાં જોડાયા અને જુદા જુદા હોદ્દા પર કામ…
વધુ વાંચો >સ્વરાજ્ય પક્ષ
સ્વરાજ્ય પક્ષ : ધારાસભાઓમાં ચૂંટાઈને સરકારને ‘અંદરથી’ બંધારણીય લડત આપવા કૉંગ્રેસની અંદર જ દેશબંધુ ચિત્તરંજન દાસ તથા મોતીલાલ નેહરુએ જાન્યુઆરી, 1923માં સ્થાપેલો રાજકીય પક્ષ. ગાંધીજીએ અસહકારનું આંદોલન ફેબ્રુઆરી 1922માં બંધ રાખ્યું અને તે પછી તેમની ધરપકડ થઈ. ત્યાર બાદ દેશ સમક્ષ કોઈ કાર્યક્રમ રહ્યો નહિ. તેથી લોકોમાં હતાશા ફેલાઈ અને…
વધુ વાંચો >સ્વામી શ્રદ્ધાનંદ
સ્વામી શ્રદ્ધાનંદ (જ. 1856, તલવન, જાલંધર, પંજાબ; અ. 23 ડિસેમ્બર 1926, દિલ્હી) : સ્વાતંત્ર્યસૈનિક, આર્યસમાજી, હિંદુ-મુસ્લિમ એકતાના હિમાયતી, ગુરુકુલ કાંગડીના સ્થાપક. તેમનો જન્મ જાણીતા ખત્રી કુટુંબમાં થયો હતો. તેમના પિતા નાનકચંદ ઈસ્ટ ઇંડિયા કંપનીની નોકરીમાં હતા. શરૂઆતમાં સ્વામીજીનું નામ બૃહસ્પતિ રાખવામાં આવ્યું હતું; પરંતુ પછીથી તેમના પિતા તેમને મુંશીરામ નામથી…
વધુ વાંચો >હકીમ અજમલખાન
હકીમ અજમલખાન (જ. 1863; અ. 29 ડિસેમ્બર 1927) : યુનાની વૈદકીય પદ્ધતિના પુરસ્કર્તા અને મુસ્લિમ લીગના એક સ્થાપક. દિલ્હીમાં જન્મેલા અજમલખાનના પૂર્વજોએ મુઘલ બાદશાહોના શાહી હકીમ તરીકે કામ કર્યું હતું. નાની વયથી જ અજમલખાને અંગ્રેજી શિક્ષણ લેવાને બદલે કુટુંબમાં જ યુનાની વૈદકીય અભ્યાસ કર્યો હતો. પાછળથી તેમણે યુનાની વૈદકીય સારવારને…
વધુ વાંચો >હક્ક ફઝલુલ
હક્ક, ફઝલુલ (જ. 26 ઑક્ટોબર 1873, ચખાર, જિ. બારિસાલ, બાંગલાદેશ; અ. 27 એપ્રિલ 1962, ઢાકા, બાંગલાદેશ) : ઑલ ઇન્ડિયા મુસ્લિમ લીગના સ્થાપક, પાકિસ્તાનના ગૃહમંત્રી, પૂર્વ પાકિસ્તાનના ગવર્નર, કૃષક પ્રજા પાર્ટીના (1937) અને કૃષક શ્રમિક પાર્ટી(1954)ના સ્થાપક. અબ્દુલ કાસમ ફઝલુલ હક્ક, તેમના પિતા કાજી મોહંમદ વાજેદના એકમાત્ર પુત્ર હતા. ફઝલુલ હક્કના…
વધુ વાંચો >