સ્થિરમતિ : ચોથી સદીમાં અર્થાત્ ક્ષત્રપકાલ દરમિયાન થઈ ગયેલા બોધિસત્વ (બૌદ્ધ સાધક). તેઓ અસંગના શિષ્ય હતા. આચાર્ય સ્થિરમતિએ વલભીમાં બપ્પપાદીય વિહાર નામે વિહાર બંધાવ્યો હતો. એ નામમાં ‘બપ્પપાદ’થી એમના ગુરુ અસંગ અભિપ્રેત હશે. ચીની પ્રવાસી યુઅન શ્વાંગ નોંધે છે કે વલભીપુરથી થોડે દૂર અચલે બંધાવેલો સંઘારામ (વિહાર) છે, જ્યાં બોધિસત્વ ગુણમતિ અને સ્થિરમતિએ પોતાના વિહાર દરમિયાન નિવાસ કર્યો હતો અને લબ્ધપ્રતિષ્ઠ ગ્રંથો લખ્યા હતા. તેઓએ નાલંદા વિદ્યાપીઠમાં પણ નામના મેળવી હતી.

જયકુમાર ર. શુક્લ