History of India
શેખ, જમાલુદ્દીન
શેખ, જમાલુદ્દીન (અ. ઈ. સ. 1533) : ચિશ્તિયા ફિરકાના એક સૂફી સંત. ખાનકાહની મદરેસામાં તેઓ શિક્ષણકાર્ય કરતા હતા. તેમણે જુદા જુદા વિષયો ઉપર અનેક ગ્રંથો લખ્યા હતા. તે ગ્રંથોમાંનું એક ‘રિસાલએ મુઝાકિરા’ (ચર્ચાનો રસાલો) મજહબ વિશેની એક અગત્યની પુસ્તિકા છે. આ પુસ્તિકામાં તેમણે સરળ ભાષામાં ઇસ્લામના મહત્ત્વના સિદ્ધાંતો સમજાવ્યા છે.…
વધુ વાંચો >શેખ, નૂરુદ્દીન
શેખ, નૂરુદ્દીન (જ. 1377, ખેજોગીપોરા, તા. કુલગામ, જિ. જમ્મુ; અ. 1441, રૂપવન, તા. બેરવા, કાશ્મીર) : મહાન કાશ્મીરી સંત અને કાશ્મીરી યૌગિક સંસ્કૃતિના પ્રતીક. તેમનું મૂળ નામ નંદ ઋષિ હતું. તેઓ ‘શેખ-ઉલ્-આલમ’, ‘આલમદારી કાશ્મીર’, ‘શમ્સ-ઉલ્-આરિફિન’, ‘કાશુર વાઝખાન’, ‘પિરાની પીર’, ‘પીરી ઋષિ’ અને ‘સહજ આનંદ’નાં વિવિધ ઉપનામે ઓળખાતા હતા. ધર્મ-શ્રદ્ધા અને…
વધુ વાંચો >શેખ, મુજીબુર રહેમાન
શેખ, મુજીબુર રહેમાન (જ. 17 માર્ચ 1920, તાન્જીપુરા, ઢાકા, અખંડ ભારત; અ. 15 ઑગસ્ટ 1975, ઢાકા, બાંગ્લાદેશ) : બંગાળી રાજકીય નેતા, બાંગ્લાદેશના રાષ્ટ્રપિતા અને પ્રથમ વડાપ્રધાન તથા પ્રમુખ. તેઓ મધ્યમવર્ગીય જમીનદાર કુટુંબનું સંતાન હતા. પ્રારંભિક ઉચ્ચ શિક્ષણ કોલકાતાની ઇસ્લામિયા કૉલેજમાંથી મેળવ્યું અને સ્નાતક થયા. ત્યારબાદ ટૂંકા ગાળા માટે ઢાકા યુનિવર્સિટીમાં…
વધુ વાંચો >શેલૂકર, આબા
શેલૂકર, આબા : ગુજરાતના સૂબા ચિમણાજીનો નાયબ. રઘુનાથરાવ(રાઘોબા)નો પુત્ર બાજીરાવ ડિસેમ્બર 1796માં પેશવા બન્યો. તેણે તેના ભાઈ ચિમણાજીને ગુજરાતનો સૂબેદાર નીમ્યો. ચિમણાજી માત્ર દસ વર્ષનો હતો. તેથી મરાઠા રીત મુજબ તેના નાયબ તરીકે આબા શેલૂકરને મોકલવામાં આવ્યો. તેનું આખું નામ ભીમરાવ કૃષ્ણરાવ શેલૂકર હતું. તે 1798માં અમદાવાદ આવ્યો અને આબા…
વધુ વાંચો >શૈલોદ્ભવ વંશ
શૈલોદ્ભવ વંશ : દક્ષિણ ઓરિસા અથવા કોંગોડા પર રાજ્ય કરતો વંશ. ઈ. સ. 619 સુધી આ વંશના રાજાઓએ શશાંકનું આધિપત્ય સ્વીકાર્યું હતું. ત્યારબાદ તેમનું સ્વતંત્ર રાજ્ય સ્થપાયું હતું. ઈસુની છઠ્ઠી સદીની છેલ્લી પચીસીમાં ઓરિસાના દક્ષિણ ભાગમાં શૈલોદ્ભવકુળ રાજ્ય કરતું હતું. તેમનું રાજ્ય કોંગોડા ઉત્તરમાં ચિલકા સરોવરથી ગંજમ જિલ્લામાં મહેન્દ્રગિરિ પર્વત…
વધુ વાંચો >શ્રેણિક
શ્રેણિક : જુઓ બિંબિસાર.
વધુ વાંચો >સક્સેના, શિબ્બનલાલ
સક્સેના, શિબ્બનલાલ (જ. 1 જાન્યુઆરી 1907, આગ્રા; અ. ?) : સ્વાતંત્ર્યસૈનિક, સંસદસભ્ય, ખેડૂતો અને મજૂરોના નેતા. શિબ્બનલાલનો જન્મના મધ્યમ વર્ગના કાયસ્થ કુટુંબમાં થયો હતો. તેમણે દેહરાદૂન, સહરાનપુર, કાનપુર અને અલ્લાહાબાદમાં શિક્ષણ લીધું. તેમણે અલ્લાહાબાદ યુનિવર્સિટીમાંથી ગણિતશાસ્ત્ર વિષયમાં બી.એ. તથા એમ.એ.ની પરીક્ષાઓ અને આગ્રા યુનિવર્સિટીમાંથી તત્ત્વજ્ઞાન વિષય સાથે એમ.એ.ની પરીક્ષા પાસ…
વધુ વાંચો >સત્યપ્રકાશ
સત્યપ્રકાશ : જુઓ કરસનદાસ મૂળજી
વધુ વાંચો >સન્યાલ, સચીન્દ્રનાથ
સન્યાલ, સચીન્દ્રનાથ (જ. 1895, વારાણસી, ઉત્તરપ્રદેશ; અ. 1945, ગોરખપુર) : ભારતના મહાન ક્રાંતિકારોમાંના એક નીડર સ્વાતંત્ર્યસેનાની. તેમનો જન્મ હરિનાથ સન્યાલ નામના રૂઢિચુસ્ત બ્રાહ્મણ અને પ્રખર રાષ્ટ્રવાદીને ત્યાં થયો હતો. હરિનાથે પોતાના પુત્રોને ક્રાંતિકારી ચળવળ અને ખાસ કરીને અનુશીલન સમિતિમાં જોડાવા અનુરોધ કર્યો હતો. હરિનાથ પણ અરવિંદ ઘોષના ભાઈ અને બંગાળના…
વધુ વાંચો >સપાદલક્ષ
સપાદલક્ષ : રાજસ્થાનમાં અજમેરની ઉત્તરે શાકંભરી(સાંભર)ની આસપાસનો પ્રદેશ. તે જાંગલ દેશ પણ કહેવાતો હતો. ત્યાં અર્ણોરાજ (ઈ.સ. 1139-1153), વિગ્રહરાજ (ઈ.સ. 1153-1164) અને પૃથ્વીરાજ ચૌહાણ (ઈ.સ. 1178-1192) જેવા પરાક્રમી અને નામાંકિત રાજાઓ થઈ ગયા. ત્યાંના રાજવંશનો સ્થાપક વાસુદેવ હતો. તેના વંશજોમાં સામંત, પૂર્ણતલ્લ, જયરાજ, વિગ્રહરાજ 1લો વગેરે રાજાઓ થઈ ગયા. ગુજરાતના…
વધુ વાંચો >