History of India

આઝાદ હિંદ ફોજ

આઝાદ હિંદ ફોજ : ભારતની આઝાદી મેળવવા બ્રિટિશ સૈન્ય સામે લડવા માટે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન રચાયેલી ભારતીય સેના. તેની સ્થાપના અસ્થાયી રીતે 17 ફેબ્રુઆરી, 1942માં રાસબિહારી બોઝ અને કૅપ્ટન મોહનસિંગ દ્વારા કરવામાં આવ્યા પછી તેની વિધિસર સ્થાપના 5 જુલાઈ, 1943ના રોજ કરવામાં આવી હતી. બીજા વિશ્વયુદ્ધ (1939-45) દરમિયાન અગ્નિ એશિયાના…

વધુ વાંચો >

આઠવલે, પાંડુરંગ વૈજનાથ

આઠવલે, પાંડુરંગ વૈજનાથ (જ. 19 ઑક્ટોબર 1920, રોહા, મહારાષ્ટ્ર, અ. 25 ઑક્ટોબર 2003, મુંબઈ, મહારાષ્ટ્ર) : આધુનિક ભારતના વેદશાસ્ત્રસંપન્ન દાર્શનિક અને ચિંતક.  તેમણે ભારતીય તથા પાશ્ચાત્ય તત્વજ્ઞાન અને સમાજશાસ્ત્રનો તુલનાત્મક તથા તલસ્પર્શી અભ્યાસ કર્યો છે. મુંબઈમાં વર્ષોથી ઉપનિષદ તથા ગીતા પર શ્રીમદ્ ભગવદગીતા પાઠશાળામાં તેઓ નિયમિત પ્રવચનો કરે છે અને…

વધુ વાંચો >

આદિકાલીન ભારતમાં વિદેશી આક્રમણો

આદિકાલીન ભારતમાં વિદેશી આક્રમણો : પ્રજા-જાતિ (શાસક) (પ્રદેશ) (સમય ઈ. સ. પૂર્વે) આદિ ઇરાની સાયરસ બલૂચિસ્તાન થઈ 558-530 કાબુલ-ગાંધાર-સિંધ 518 ગ્રીક (યવનો ઍલેક્ઝાન્ડર સિંધુથી બિયાસ(વિપાસા) 327 સેલ્યુકસ સિંધુ પટ 305 (બૅક્ટ્રિયન) ડિમેટ્રિયસ(દિમિત્ર) (શાકલ-શિયાલકોટથી 190-165 મિનેન્ડર (મિલિન્દ) અયોધ્યા સુધી) 115-90 સિથિયન (શકો) રાજ્યપાલો બૅક્ટ્રિયાથી ઈરાન થઈ 80 ભારતમાંના ગ્રીકશાસનો પર ચડાઈ…

વધુ વાંચો >

આદિજાતિ

આદિજાતિ : પ્રાચીન સમયથી રહેતો આવેલો અને હાલ માનવસંસ્કૃતિના પ્રારંભિક સ્તરે જીવન વિતાવતો જનસમૂહ. આદિજાતિ માટે અંગ્રેજીમાં ‘ઍબોરિજિનલ’ (મૂળ વતનીઓ), ‘ઇંડિજીનસ પીપલ’, ‘ઓટોથોન’, ‘ફૉરેસ્ટ ડ્વેલર્સ’, ‘સૅવેજિઝ’ કે ‘પ્રિમિટિવ’ (આદિમ), ‘ઍનિમિસ્ટ (ગૂઢ આત્મવાદીઓ) જેવા શબ્દો વપરાય છે. ભારતમાં આદિજાતિ માટે સામાન્યત: આદિવાસી (tribal) શબ્દ પ્રચલિત છે. જંગલોમાં રહેતા હોય તેમને માટે…

વધુ વાંચો >

આદિત્યસેન

આદિત્યસેન : મગધના ઉત્તરકાલીન ગુપ્તોમાં 672માં થયેલો સંભવત: છેલ્લો ગુપ્ત રાજા. તેણે પોતાની પુત્રી મૌખરી ભોગવર્મા વેરે અને દૌહિત્રીને નેપાળના રાજા શિવદેવ વેરે પરણાવેલી. તે પોતાને ‘મહારાજાધિરાજ’ કહેવડાવતો. દેવગઢ(સંતાલ પરગણા)ના એક મંદિર-લેખમાં તેણે ચોળદેશ જીત્યાનો અને ત્રણ અશ્વમેધ યજ્ઞો કર્યાનો ઉલ્લેખ છે. તેની રાણી કોણદેવીએ અનેક પુણ્યકાર્યો કર્યાં હતાં. પ્રવીણચંદ્ર…

વધુ વાંચો >

આદિમ જૂથો

આદિમ જૂથો : આદિમ એટલે આરંભ, ઉદભવ અથવા સંસ્કૃતિનો ઉષ:કાળનો સમય. આદિમ એટલે પ્રથમ અથવા પ્રાથમિક એવો શબ્દાર્થ થાય છે. અંગ્રેજી ભાષામાં આદિમ માટે ‘primitive’ શબ્દપ્રયોગ કરવામાં આવે છે. આ શબ્દ લૅટિન ભાષાના ‘primitivus’ શબ્દ ઉપરથી ઊતરી આવ્યો છે, જેનો અર્થ પ્રાચીન કે પહેલાંનું એવો થાય છે. વેબ્સ્ટરના શબ્દકોશ પ્રમાણે…

વધુ વાંચો >

આદિવાસી સમાજ

આદિવાસી સમાજ – પ્રાસ્તાવિક – ધાર્મિક પ્રણાલિકાઓ – ગુજરાતના આદિવાસીઓ – આદિવાસી રાજનૈતિક સંગઠન – ભારતના આદિવાસીઓ – આદિવાસી અને રાજકારણ – આફ્રિકાના આદિવાસીઓ – ભૂમિ-અધિકારો – આદિવાસી સામાજિક સંગઠન – જમીન સંબંધી વિવાદો – આદિવાસી સામાજિક સમાનતા – આદિવાસી બળવા અને સામાજિક ચળવળો – પરંપરાગત કાયદો – આદિવાસી વિકાસયોજનાઓ…

વધુ વાંચો >

આધમખાન (આઝમખાન)

આધમખાન (આઝમખાન) ( જ. 1531 કાબુલ, અફઘાનિસ્તાન; અ. 16 મે 1562 આગ્રા ફોર્ટ) : અકબરની ધાત્રી માહમ આંગાનો નાનો પુત્ર. એ રીતે એ અકબરનો દૂધભાઈ થતો. આધમખાન સ્વભાવે ઘણો સ્વાર્થી હતો. બૈરમખાનની વધતી જતી સત્તાને નાબૂદ કરવા તે અકબરની સતત કાનભંભેરણી કર્યા કરતો. એટલે અકબરે બૈરમખાનને દૂર હઠાવ્યો. એ સમયે…

વધુ વાંચો >

આભીર (પ્રજા)

આભીર (પ્રજા) : પ્રાચીન ભારતની એક ગોપાલક જાતિ. આજના આહીરો તે પૂર્વેના આભીરો જ હતા એવો એક મત છે; પતંજલિ ઋષિ એમના મહાભાષ્યમાં તેમનો જાતિ તરીકે ઉલ્લેખ કરે છે. મહાભારતના અશ્વમેધિક પર્વમાં એવો ઉલ્લેખ આવે છે કે પોતાના ક્ષત્રિય ધર્મની ઉપેક્ષા કરવા માટે તેમનો શૂદ્ર જાતિમાં સમાવેશ કરવામાં આવ્યો. શલ્યપર્વમાં…

વધુ વાંચો >

આમ

આમ : જૈન પ્રબંધોમાં નિર્દિષ્ટ એક રાજા. તે કયો એ બાબતમાં મતભેદ છે. કેટલાક તેને કનોજનો પ્રતીહાર રાજા નાગભટ્ટ પહેલો માને છે, જ્યારે અન્ય વિદ્વાનો તેને એ વંશનો વત્સરાજ માને છે. આઠમી સદીના ઉત્તરાર્ધમાં થયેલા આ રાજાએ, જૈન અનુશ્રુતિ મુજબ, કનોજમાં 100 હાથ ઊંચું મંદિર બંધાવેલું ને એમાં મહાવીરસ્વામીની સોનાની…

વધુ વાંચો >