History of India
પરમાર રાજ્યો
પરમાર રાજ્યો : પરમાર વંશનાં રાજ્યો માળવા, રાજસ્થાન અને ગુજરાતમાં આવેલાં હતાં. અવંતી, આબુ, વાગડ, ભિન્નમાલ અને કિરાડુ રાજસ્થાનમાં અને દાંતા, મૂળી ને સંતરામપુર રાજ્યો ગુજરાતમાં હતાં. માળવા : પરમાર વંશનું સૌથી મોટું અને પ્રસિદ્ધ રાજ્ય અવંતી માળવાનું હતું. તેની પ્રથમ રાજધાની ઉજ્જૈન હતી પણ મુંજના સમયમાં ધારા નગરી તેની…
વધુ વાંચો >પરમાર વંશ
પરમાર વંશ : રજપૂતોનાં કુલ 36 કુળો પૈકીનું એક કુળ. અનુશ્રુતિ પ્રમાણે રજપૂતો મુખ્યત્વે સૂર્ય અને ચંદ્ર વંશના છે. પરમાર વંશના મૂળ પુરુષની ઉત્પત્તિ આબુ પર્વત ઉપર વસિષ્ઠે કરેલા યજ્ઞકુંડમાંથી થઈ હતી. તેથી આ વંશના રાજાઓ અગ્નિકુળના કહેવાય છે. આ કુળની વિગત માળવાના રાજા સિંધુરાજના રાજકવિ પદ્મગુપ્ત પરિમલના મહાકાવ્ય ‘નવસાહસાંકચરિત’માંથી…
વધુ વાંચો >પલ્લવ રાજ્ય (ઈ. સ.ની સાતમીથી દસમી સદી)
પલ્લવ રાજ્ય (ઈ. સ.ની સાતમીથી દસમી સદી) : દક્ષિણ ભારતના પલ્લવ જાતિના રાજાઓ. દક્ષિણ ભારતમાં છઠ્ઠી સદીના અંતે કાંચી (હાલના કાંજીવરમ્) મુકામે પોતાનું સ્વતંત્ર રાજ્ય સ્થાપનાર પલ્લવો કોણ હતા તે પરત્વે ઇતિહાસવિદોમાં મતભેદ છે. બહુમતી ઇતિહાસકારોના મંતવ્ય મુજબ તેઓ મૂળ ઉત્તર ભારતના વતની હતા અને પછીથી દક્ષિણ ભારતમાં જઈને વસ્યા…
વધુ વાંચો >પંડિત પરમાનંદ ‘ઝાંસી’
પંડિત, પરમાનંદ ‘ઝાંસી’ (જ. 6 જૂન 1892, સિકરૌધા, બુંદેલખંડ; અ. 13 એપ્રિલ 1982, દિલ્હી) : કેન્દ્રીય ક્રાંતિકાર. કિશોરાવસ્થાથી જ રાષ્ટ્રપ્રેમી. પંડિત સુંદરલાલ, પંડિત મદનમોહન માલવીય અને પંડિત મોતીલાલ નહેરુનો તેમના ઉપર પ્રભાવ પડ્યો હતો. વિદેશી સત્તા સામે સશસ્ત્ર ક્રાંતિ કરવા સ્થપાયેલ એક ગુપ્ત સંગઠનમાં જોડાઈ તેઓ ક્રાંતિકારી પ્રવૃત્તિ કરવા લાગ્યા.…
વધુ વાંચો >પંડિત વિજયાલક્ષ્મી
પંડિત, વિજયાલક્ષ્મી (જ. 18 ઑગસ્ટ 1900, અલ્લાહાબાદ; અ. 1 ડિસેમ્બર 1990, દહેરાદૂન) : સ્વાતંત્ર્યસૈનિક, યુનાઇટેડ સ્ટેટ્સ તથા સોવિયેત સંઘમાં ભારતનાં રાજદૂત, યુનાઇટેડ નૅશન્સની સામાન્ય સભાનાં પ્રથમ મહિલા પ્રમુખ, મહારાષ્ટ્રનાં ભૂતપૂર્વ ગવર્નર. તેમના પિતા મોતીલાલ નહેરુ ઉત્તરપ્રદેશના પ્રસિદ્ધ વકીલ હતા. તેમનો ઉછેર શ્રીમંતાઈમાં પશ્ચિમની ઢબથી થયો હતો. તેમણે બધું શિક્ષણ પોતાના…
વધુ વાંચો >પંડિત સુંદરલાલ
પંડિત, સુંદરલાલ (જ. 26 સપ્ટેમ્બર 1886, ખટોલી, મુઝફ્ફરનગર, ઉત્તરપ્રદેશ; અ. 9 મે 1981) : શરૂમાં ક્રાંતિકારી અને પછી ગાંધીવાદી સ્વાતંત્ર્યસૈનિક, પત્રકાર, વિદ્વાન લેખક, હિંદુ-મુસ્લિમ એકતાના પ્રખર હિમાયતી. જન્મ મધ્યમવર્ગના કાયસ્થ કુટુંબમાં. તેમના પિતા તોતારામ સામાન્ય સરકારી નોકર હતા. માતાનું નામ ભગવતીદેવી હતું. સુંદરલાલે નાની ઉંમરે ફારસી, હિંદી અને ઉર્દૂ ભાષાઓનું…
વધુ વાંચો >પાટલિપુત્ર
પાટલિપુત્ર : મગધનું પ્રાચીન પાટનગર. તે વૈશાલીના વજ્જીઓ(વૃજ્જીઓ)ના આક્રમણ સામે રક્ષણ કરવા ગૌતમ બુદ્ધના સમકાલીન મગધનરેશ અજાતશત્રુના અમાત્ય વસ્સકારે ઈ. પૂ. 480ના અરસામાં ગંગા-શોણ નદીના સંગમ પર બંધાવેલું. પ્રાચીન પાટનગર ગિરિવ્રજ-રાજગૃહ હતું, પરંતુ અજાતશત્રુના પૌત્ર ઉદયાશ્વે પાટનગર પાટલિપુત્રમાં ખસેડ્યું. પાટલિપુત્ર ‘કુસુમપુર’ ને ‘પુષ્પપુર’ પણ કહેવાતું. ‘પાટલિપુત્ર’માં પાટલિવૃક્ષનો ખાસ મહિમા હતો.…
વધુ વાંચો >પાણિપત
પાણિપત : દિલ્હીની ઉત્તરે આવેલ ઐતિહાસિક યુદ્ધમેદાન. વાયવ્ય ભારતમાં આવેલા હરિયાણા રાજ્યના પાણિપત જિલ્લાનું એક નગર. તે દિલ્હીથી ઉત્તરે આશરે 80 કિમી. અંતરે જમના નદીના ખુલ્લા મેદાનમાં, ઉત્તરપ્રદેશ અને હરિયાણાની રાજ્ય-સરહદની નજીક પશ્ચિમ તરફ આવેલું છે. ભૌગોલિક સ્થાન : 29º23′ ઉ. અ. અને 76o 58′ પૂ. રે. આ નગરમાં સુતરાઉ…
વધુ વાંચો >પાલ બિપિનચંદ્ર રામચંદ્ર
પાલ, બિપિનચંદ્ર રામચંદ્ર (જ. 7 નવેમ્બર 1858, પોઈલ, જિ. સિલ્હટ, બાંગ્લાદેશ; અ. 20 મે 1932, કૉલકાતા) : બંગાળના પત્રકાર, લેખક અને રાજકીય નેતા. તેમણે સિલ્હટની ગવર્નમેન્ટ હાઈસ્કૂલમાં તથા કૉલકાતાની પ્રેસિડન્સી કૉલેજમાં અભ્યાસ કર્યો. વિદ્યાર્થીકાળ દરમિયાન તેઓ આનંદમોહન બોઝ, દ્વારકાનાથ ગાંગુલી, અઘોરનાથ ચૅટરજી, કેશવચંદ્ર સેન જેવા પ્રતિષ્ઠિત આગેવાનોના સંપર્કમાં આવ્યા અને…
વધુ વાંચો >પાલ વંશ (ઈ. સ.ની આઠમીથી બારમી સદી)
પાલ વંશ (ઈ. સ.ની આઠમીથી બારમી સદી) : બંગાળ પર શાસન કરનાર બૌદ્ધ ધર્મના પાલ વંશના શાસકો. બંગાળમાં પાલ વંશનો સ્થાપક ગોપાલ નામનો રાજા હતો. બંગાળના સરદારો અને લોકોએ સર્વસંમતિથી તેની રાજા તરીકે પસંદગી કરી હતી. ગોપાલે લગભગ ઈ. સ. 750થી 770 સુધી રાજ્ય કરી લોકોને શાંતિ તથા સલામતી આપી.…
વધુ વાંચો >