History of India
ગોળમેજી પરિષદો
ગોળમેજી પરિષદો : બ્રિટિશ સરકારે 1919ના મૉન્ટેગ્યુ-ચેમ્સફર્ડ સુધારામાં ફેરફાર સૂચવવા માટે 1927માં નિયુક્ત કરેલ સાઇમન કમિશને કરેલી ભલામણ અનુસાર ભારતના ભાવિ બંધારણ, જવાબદાર રાજ્યતંત્ર તથા પ્રાંતિક સ્વરાજ્યનું સ્વરૂપ નિશ્ચિત કરવા માટે લંડનમાં જેમ્સ મહેલમાં 1930, 1931, તથા 1932માં બોલાવેલી પરિષદો. તેમાં બ્રિટિશ હિંદના રાજકીય પક્ષો, દેશી રાજાઓ તથા ઇંગ્લૅન્ડના ત્રણ…
વધુ વાંચો >ગોળવલકર, માધવ સદાશિવ
ગોળવલકર, માધવ સદાશિવ (જ. 19 ફેબ્રુઆરી 1906, નાગપુર; અ. 5 જૂન 1973, નાગપુર) : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના દ્વિતીય સરસંઘસંચાલક તથા હિંદુત્વની વિચારસરણીને વરેલા રાષ્ટ્રવાદી સંગઠક. પિતા પ્રથમ ડાકતાર ખાતામાં અને પછી શિક્ષક. માતા લક્ષ્મીબાઈ. મહારાષ્ટ્રના કોંકણ ભૂભાગનું ગોળવલી ગામ એ તેમનું મૂળ વતન, જેના પરથી કુટુંબનું ‘ગોળવલકર’ નામ પડ્યું. તત્કાલીન…
વધુ વાંચો >ગોંડા (Gonda)
ગોંડા (Gonda) : ઉત્તરપ્રદેશના ફૈઝાબાદ વિભાગમાં ઉત્તર તરફ આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. તે 26° 46´થી 27° 50´ ઉ. અ. અને 81° 33´થી 82° 46´ પૂ. રે. વચ્ચેનો 4,003 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની મહત્તમ લંબાઈ 68 કિમી. અને મહત્તમ પહોળાઈ 66 કિમી. જેટલી છે.…
વધુ વાંચો >ગૌડ
ગૌડ : જુઓ પાલવંશ.
વધુ વાંચો >ગૌતમીપુત્ર શાતકર્ણિ
ગૌતમીપુત્ર શાતકર્ણિ (શાસનકાળ આશરે ઈ. સ. 106થી 130) : દક્ષિણાપથનો સાતવાહન વંશનો પરાક્રમી રાજા. એણે ક્ષહરાત વંશની સત્તાનો અંત આણ્યો ને સાતવાહન કુળના યશને પુન: પ્રતિષ્ઠિત કર્યો. એણે મહારાષ્ટ્ર, વિદર્ભ, માળવા, સુરાષ્ટ્ર અને રાજસ્થાનના પ્રદેશ જીતી લીધા ને સાતવાહનોની સત્તા વિંધ્યથી મલય (ત્રાવણકોર) અને મહેન્દ્ર પર્વત(પૂર્વઘાટ)થી સહ્ય (પશ્ચિમઘાટ) પર્યંત પ્રસારી.…
વધુ વાંચો >ગૌર, હરિસિંગ (સર)
ગૌર, હરિસિંગ (સર) (જ. 26 નવેમ્બર 1870, સાગર; અ. 25 ડિસેમ્બર 1949, સાગર) : જાણીતા કેળવણીકાર, ધારાશાસ્ત્રી તથા પ્રખર રાષ્ટ્રવાદી સાંસદ. જન્મ ક્ષત્રિય ખેડૂત કુટંબમાં. હરિસિંહ બાળલગ્નના વિરોધી હોવાથી જ્ઞાતિમાં મોટી ઉંમરની કન્યા ન મળતાં તેઓ ઑલિવિયા નામની ખ્રિસ્તી કન્યા સાથે પરણ્યા. માધ્યમિક શાળાની પરીક્ષામાં પ્રથમ વર્ગમાં પાસ થયા અને…
વધુ વાંચો >ગ્રહવર્મા
ગ્રહવર્મા : કાન્યકુબ્જ(કનોજ)ના મૌખરિ વંશનો રાજવી. થાનેશ્વરના રાજવંશ સાથે મૌખરિ વંશની મૈત્રી હતી. થાનેશ્વરના પ્રતાપી રાજા પ્રભાકરવર્ધનને રાજ્યશ્રી નામની કુંવરી હતી. અનેક રાજકુલો તરફથી એનાં માગાં આવતાં હતાં. આમાંથી મૌખરિ રાજા અવંતિ વર્મા (ઈ. સ. 576–600)ના પુત્ર ગ્રહવર્માની પસંદગી કરવામાં આવી હતી. આ સંબંધને કારણે બંને રાજકુટુંબો વચ્ચે ગાઢ સંબંધ…
વધુ વાંચો >ઘટોત્કચગુપ્ત, પહેલો
ઘટોત્કચગુપ્ત, પહેલો : મગધના ગુપ્તવંશના સ્થાપક શ્રીગુપ્તનો પુત્ર. વાકાટકોના અભિલેખોમાં એને ગુપ્તોના ‘આદિરાજ’ તરીકે ગણાવ્યો છે, જે સૂચવે છે કે વસ્તુત: એ ગુપ્તવંશનો પહેલો પ્રતાપી રાજા હતો અને મગધ પર એણે ગુપ્તોની સત્તાનો વિસ્તાર કર્યો હતો. અલબત્ત, રાજસત્તા વધારવા છતાં આ પ્રતાપી રાજાએ કેવળ ‘મહારાજ’નું બિરુદ જ ધારણ કર્યું હતું.…
વધુ વાંચો >ઘટોત્કચગુપ્ત, બીજો
ઘટોત્કચગુપ્ત, બીજો : મગધના ગુપ્તવંશનો રાજા. તે કુમારગુપ્ત પહેલા અને સ્કંદગુપ્તની વચ્ચેના સમયગાળામાં સત્તા પર આવેલો જણાય છે. બષાઢ(વૈશાલી)માંથી મળેલી મુદ્રા ઉપર ‘શ્રીઘટોત્કચગુપ્તસ્ય’ એટલું જ લખાણ મળે છે; પરંતુ તુમેનમાંથી મળેલ અભિલેખમાં આપેલી ગુપ્તોની વંશાવળીમાં એનો કુમારગુપ્ત પહેલા પછી તરત ઉલ્લેખ કરેલો છે અને તેને માટે કહ્યું છે કે, ‘એણે…
વધુ વાંચો >ઘર્સીસાગર (ગડસીસર)
ઘર્સીસાગર (ગડસીસર) : જેસલમેરના ગઢથી પૂર્વમાં આવેલું સરોવર. તે ગઢ અને ગામના બાંધકામ વખતે બનાવવામાં આવેલ. આ સરોવરનો ઘેરાવો લગભગ 1 ચોકિમી. વિસ્તારમાં ફેલાયેલ છે અને જ્યારે તે સંપૂર્ણ રીતે ભરાય છે ત્યારે તેમાં 3 વર્ષ સુધી વપરાય તેટલું પાણી સમાય છે. સરોવરની વચ્ચે નાની નાની બંગલી બનાવાયેલ છે અને…
વધુ વાંચો >