History of India
ગુણરત્નગણિ (આશરે સત્તરમી સદી)
ગુણરત્નગણિ (આશરે સત્તરમી સદી) : ગુજરાત-રાજસ્થાનના ખરતરગચ્છના વિનયસમુદ્રગણિના શિષ્ય, ‘વાચનાચાર્ય’ પદવી ધારણ કરનાર અને મમ્મટના કાવ્યપ્રકાશ ઉપર ‘સારદીપિકા’ નામે ટીકાના રચયિતા. તે જૈન હોવા છતાં આચાર્ય હેમચન્દ્ર કે અન્ય જૈન આચાર્યોને અનુસરતા નથી. પણ જે તે મુદ્દા ઉપર સ્વતંત્ર અભિપ્રાયો આપે છે. આમ છતાં તેમની કાવ્યપ્રકાશટીકા ઉપર ‘બાલચિત્તાનુરંજની’ અને ‘સારબોધિની’…
વધુ વાંચો >ગુપ્ત, પ્રભાવતી (ચોથી કે પાંચમી સદી)
ગુપ્ત, પ્રભાવતી (ચોથી કે પાંચમી સદી) : ગુપ્ત રાજવી ચંદ્રગુપ્ત બીજાની દીકરી અને વાકાટક રાજા રુદ્રસેન બીજાની પત્ની. એના રાજકાલના તેરમા વર્ષના પુણેના તામ્રપત્રમાં તે પોતાને યુવરાજની માતા તરીકે ઓળખાવે છે. પ્રભાવતી-રુદ્રસેનના લગ્નસંબંધથી વિંધ્ય રાજ્ય સાથે ગુપ્તોની શાહી સત્તાનું ભાગીદારીપણું અને દક્ષિણ ભારતમાં ગુપ્તોને પ્રાપ્ત થયેલી સત્તાવિસ્તારની તક ધ્યાનાર્હ છે.…
વધુ વાંચો >ગુપ્ત, ભૂપેશ
ગુપ્ત, ભૂપેશ (જ. 20 ઑક્ટોબર 1914, ઇટના, જિ. મૈમેનસિંગ, બાંગ્લાદેશ; અ. 6 ઑગસ્ટ 1981, મૉસ્કો) : ભારતના અગ્રણી સામ્યવાદી કાર્યકર. તદ્દન નાની વયે એ સ્વાતંત્ર્યસંગ્રામમાં જોડાયા હતા. તે સમયે બંગાળમાં ‘યુગાન્તર’ અને ‘અનુશીલન’ નામનાં બે ક્રાંતિકારી જૂથો હતાં. ભૂપેશ ગુપ્ત ‘અનુશીલન’ નામના જૂથમાં હતા. તેમની ક્રાંતિકારી પ્રવૃત્તિના પરિણામે 1930, 1931…
વધુ વાંચો >ગુપ્ત મન્મથનાથ
ગુપ્ત, મન્મથનાથ (જ. 7 ફેબ્રુઆરી 1908 વારાણસી; અ. 26 ઑક્ટોબર 2000, દિલ્હી) : ક્રાંતિકારી આંદોલનના સક્રિય સભ્ય. 1937માં એમણે પ્રકાશિત કરેલ ક્રાંતિયુગ કે સંસ્મરણમાંથી તત્કાલીન સ્વાતંત્ર્યચળવળની કેટલીક મહત્ત્વની ઘટનાઓની જાણકારી મળે છે. એમણે ક્રાંતિકારી આંદોલનનો પ્રમાણભૂત ઇતિહાસ ‘ભારતમેં સશસ્ત્ર ક્રાંતિકારી ચેષ્ટાકા ઇતિહાસ’ 1939માં પ્રસ્તુત કર્યો હતો. ગુપ્તજીના હિંદીમાં 80 જેટલા…
વધુ વાંચો >ગુપ્ત રાજાઓ
ગુપ્ત રાજાઓ : જુઓ ગુપ્ત સામ્રાજ્ય.
વધુ વાંચો >ગુપ્તસંવત
ગુપ્તસંવત : જુઓ સંવત
વધુ વાંચો >ગુપ્ત સામ્રાજ્ય
ગુપ્ત સામ્રાજ્ય : ભારતનો સુવર્ણકાલીન રાજવંશ. મગધના મૌર્ય સામ્રાજ્યના અસ્ત પછી પાંચ સદીઓ બાદ ગુપ્ત વંશે મગધના સામ્રાજ્યની પુન:સ્થાપના કરીને ભારતના (ખાસ કરીને ઉત્તર ભારતના) રાજકીય તેમજ સાંસ્કૃતિક અભ્યુદય દ્વારા સુવર્ણકાલ પ્રવર્તાવ્યો. કેટલાંક પુરાણોમાં ગુપ્ત રાજ્યના ઉદય સુધીની ઐતિહાસિક અનુશ્રુતિ આપી છે, એમાં ગુપ્ત રાજાઓ પ્રયાગ, સાકેત અને મગધ પર…
વધુ વાંચો >ગુર-એ-અમીર કબર
ગુર-એ-અમીર કબર : તૈમૂરનો મકબરો. પંદરમી સદી પહેલાં સમરકંદમાં બંધાયેલ સ્થાપત્ય સંકુલ. તેમાં મદરેસા, ખાનકાહ અને વિશાળ ખંડો વગેરે હતાં. અંકારાના યુદ્ધમાં તૈમૂરનો વારસ અને પૌત્ર મહમ્મદ સુલતાન મરાયો (ઈ. સ. 1402) ત્યારે તૈમૂરે આ સંકુલમાં ખંડોને સ્થાને એક વિશાળ મકબરો બંધાવ્યો જે 1404માં સમરકંદની બીબી ખાતુમે મસ્જિદ પ્રમાણે સુધરાવ્યો.…
વધુ વાંચો >ગુર્જરત્રા – ગૂર્જરત્રા
ગુર્જરત્રા – ગૂર્જરત્રા : દેશવાચક સંજ્ઞા. સંસ્કૃતીકરણ પામેલા ‘ગૂર્જરત્રા’ શબ્દનો ઉલ્લેખ દેશવાચક તરીકે રાજસ્થાનના ઘટિયાલ-(વિ. સં. 918 – ઈ. સ. 862)ના લેખમાં અને પ્રતિહાર કક્કુક(નજીકના સમય)ના લેખમાં જોવા મળે છે. ઘટિયાલ(એ જ વર્ષ)ના પ્રાકૃત લેખમાં ‘ગુજ્જરત્તા’ પ્રાકૃતીકરણ જોવા મળે છે. ગુર્જર પ્રતિહારોનું રાજ્ય પશ્ચિમ મારવાડમાં હતું અને આ પ્રદેશના એ…
વધુ વાંચો >ગુર્જર પ્રતિહારો
ગુર્જર પ્રતિહારો : શિલાલેખો પ્રમાણે રઘુવંશી રાજા રામચંદ્રના પ્રતિહાર બનેલા લક્ષ્મણના મનાતા વંશજો. વસ્તુત: તેઓ હરિચન્દ્ર નામે કોઈ પ્રતિહારના વંશજ હોવાનું પ્રતીત થાય છે. ઈ. સ.ની છઠ્ઠી સદીમાં ગુપ્ત સામ્રાજ્યના પતનકાળે અનેક રાજસત્તાઓ સ્થપાઈ તેના ઉપક્રમમાં દક્ષિણ રાજસ્થાનમાં ગુર્જર રાજવંશ સ્થપાયો. આ ગુર્જરો હૂણોની સાથે વિદેશથી આવેલા હોવાનું અનુમાન છે;…
વધુ વાંચો >