History of India
કલિંગ પ્રજા
કલિંગ પ્રજા : કલિંગ પ્રદેશમાં નિવાસ કરતી પ્રજા. પ્રાચીન ભારતીય સાહિત્યમાં આ પ્રજાના ઉલ્લેખો અંગ અને બંગ સાથે કરવામાં આવેલ છે. મહાભારત અને પૌરાણિક અનુશ્રુતિ પ્રમાણે બલિ રાજાના પાંચ પુત્રો પૈકી કલિંગના નામ પરથી પ્રદેશ અને પ્રજા કલિંગ તરીકે ઓળખાયાં. ભરતમુનિના નાટ્યશાસ્ત્રમાં આ પ્રજાનો રંગ ‘શ્યામ’ કરવા સૂચના આપી છે.…
વધુ વાંચો >કાકતીય વંશ
કાકતીય વંશ : આંધ્ર પ્રદેશનો પ્રસિદ્ધ રાજવંશ. કાકતી દેવીના ઉપાસક હોવાથી વંશનું આ નામ પડ્યું છે. બીજા મંતવ્ય પ્રમાણે કાકતીયપુરના રહેવાસી હોવાથી તેમના વંશનું આ નામ પડ્યું છે. કાકતીયોના પૂર્વવૃત્તાંત માટે ઘણો મતભેદ છે. ગારુવપાડાના અગ્રહારના દાનપત્રમાં કાકતીય રાજા સૂર્યવંશી હતા એવો ઉલ્લેખ છે, જ્યારે ભારતીય વિદ્યાભવનના ઇતિહાસગ્રંથમાં તેઓ શૂદ્ર…
વધુ વાંચો >કાકોરી ષડ્યંત્ર
કાકોરી ષડ્યંત્ર : ભારતના સ્વાતંત્ર્યસંગ્રામ દરમિયાન ક્રાન્તિકારી નવયુવાનો દ્વારા રેલવે દ્વારા જતી સરકારી રોકડ લૂંટવાનો અભૂતપૂર્વ બનાવ. આ ઉગ્રદળના ક્રાંતિકારી યુવાનોને નાણાકીય કટોકટી વારંવાર સતાવતી. તે દૂર કરવા દળના મુખ્ય નેતા રામપ્રસાદ બિસ્મિલે રેલગાડીમાં આવતી સરકારી રોકડ લૂંટવાનું નક્કી કર્યું. તે સમયે કલકત્તા મેલ દ્વારા રેલવે સ્ટેશનની આવક લખનઉ મોકલવામાં…
વધુ વાંચો >કાચગુપ્ત
કાચગુપ્ત : સંભવત: ગુપ્તવંશનો રાજા. જોકે ગુપ્તોની વંશાવલીમાં એનો સમાવેશ થયો નથી. તેના સોનાના સિક્કા મળ્યા છે. તેના અગ્રભાગમાં રાજાની ઊભી આકૃતિ છે, એમાં એ જમણા હાથે અગ્નિમાં આહુતિ આપતો અને ડાબા હાથે ધ્વજદંડ ધારણ કરેલો દેખાય છે. વળી આ ભાગમાં ‘પૃથ્વી જીતીને કાચ ઉત્તમ કાર્યો વડે સ્વર્ગને જીતે છે’…
વધુ વાંચો >કાઝી મુહિબ્બુલ્લા બિહારી
કાઝી મુહિબ્બુલ્લા બિહારી : મુઘલ સમ્રાટ ઔરંગઝેબના સમયમાં લખનૌ અને હૈદરાબાદ(દક્ષિણ)ના કાઝી. તે પટના(બિહાર)ના વતની હતા. તેમણે પોતાના સમયના પંડિતો પાસેથી ઇસ્લામી કાયદાશાસ્ત્રનું જ્ઞાન મેળવ્યું હતું. ઔરંગઝેબે તેમને પોતાના પૌત્ર રફીઉલકદર બિન શાહઆલમના શિક્ષક બનાવ્યા હતા. શાહઆલમના કાળમાં તેમને મુખ્ય ન્યાયાધીશના પદે નિયુક્ત કરાયા હતા અને ‘ફાઝિલખાન’ ખિતાબથી નવાજવામાં આવ્યા…
વધુ વાંચો >કાનપુર કાવતરા કેસ
કાનપુર કાવતરા કેસ (1924) : સામ્યવાદી વિચારસરણી ધરાવતા આગેવાનો સામે બ્રિટિશ સરકારને ઉથલાવી પાડવાના આરોપસર ચલાવાયેલો કેસ. રશિયામાં 1917માં સામ્યવાદી ક્રાંતિ થયા બાદ સોવિયેત સરકારની સ્થાપના થઈ. તેની પ્રેરણાથી વિશ્વના દેશોમાં સામ્યવાદનો પ્રચાર કરવા માટે આંતરરાષ્ટ્રીય સામ્યવાદી સંગઠન સ્થાપવામાં આવ્યું. ભારત અને અન્ય એશિયાઈ દેશોમાં તેની શાખાઓ શરૂ કરવાનો નિર્ણય…
વધુ વાંચો >કાન્હેરે, અનંત લક્ષ્મણ
કાન્હેરે, અનંત લક્ષ્મણ (જ. 7 જાન્યુઆરી 1891, અંજની, રત્નાગિરિ; અ. 11 એપ્રિલ 1910, થાણા જેલ, મહારાષ્ટ્ર) : ભારતીય ક્રાંતિકારી. પિતા લક્ષ્મણ ગોવિંદ રત્નાગિરિ જિલ્લાના ચિતપાવન બ્રાહ્મણ હતા. નોકરીની શોધમાં તેઓ ઇન્દોર ગયા. તેથી અનંતનું બાળપણ ઇન્દોરમાં વીત્યું હતું. તે 1903માં તેના મામા ગોવિંદ ભાસ્કર બર્વેને ઘેર ઔરંગાબાદ ગયા. તેને કસરતનો…
વધુ વાંચો >કામા, માદામ ભિખાઈજી રુસ્તમજી
કામા, માદામ ભિખાઈજી રુસ્તમજી (જ. 24 સપ્ટેમ્બર 1861, મુંબઈ; અ. 19 ઑગસ્ટ 1936, મુંબઈ) : પ્રથમ ભારતીય ક્રાંતિકારી મહિલા, પ્રખર રાષ્ટ્રવાદી તથા ભારતની સ્વાધીનતા માટે સર્વસ્વ અર્પણ કરનાર પ્રથમ પારસી મહિલા. જન્મ મુંબઈમાં સમૃદ્ધ પારસી વ્યાપારી કુટુંબમાં. પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ સુવિખ્યાત સ્ત્રીકેળવણી સંસ્થા અલેક્ઝાંડ્રા ગર્લ્સ સ્કૂલ, મુંબઈમાં લીધું. 1885માં…
વધુ વાંચો >કારગિલ યુદ્ધ
કારગિલ યુદ્ધ : ભારત અને પાકિસ્તાન વચ્ચે 1999માં લડવામાં આવેલું અઘોષિત યુદ્ધ. 1947માં ભારતના ઉપખંડમાં થયેલ રાજકીય ઊથલપાથલને કારણે આ મહાદ્વીપમાં પાકિસ્તાન નામના એક નવા મુસ્લિમ મજહબી રાજ્યનો ઉદય થયો અને ત્યારથી 1999 સુધી ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાર વાર યુદ્ધો થયાં છે, જેમાંથી બે છદ્મ-યુદ્ધો હતાં (1947 અને 1999)…
વધુ વાંચો >કારુવાકી
કારુવાકી : અશોકની બીજી રાણી. એને તીવર નામે પુત્ર હતો. અશોકના પ્રયાગ-કોસમ રાની સ્તંભલેખમાં એને ‘दुतियाये देयिये ति तीवलमाते कालुवाकिये’ – ‘બીજી રાણી તીવરની માતા કારુવાકી’ કહી છે. આ સ્તંભલેખમાં એના ધાર્મિક દાનનો ઉલ્લેખ છે. ‘દિવ્યાવદાન’માં આ રાણીનું નામ ‘તિસ્સંરક્ખા – તિષ્યરક્ષિતા’ આપ્યું છે. એનું મૂળ નામ કારુવાકી હોવાનું અને…
વધુ વાંચો >