History of Gujarat
આનંદપુર
આનંદપુર : ઉત્તર ગુજરાતમાં આવેલા વડનગરનું જૂનું નામ. આશરે ઈ. પૂ. બીજી કે પહેલી સદીથી વિકસેલા આ નગરનો મુખ્ય ભાગ શર્મિષ્ઠા તળાવની પશ્ચિમ અને દક્ષિણ બાજુએ આશરે એક કિલોમીટરના વિસ્તારનો છે. તેની આજુબાજુ તેના જૂના અવશેષો છૂટાછવાયા આશરે એકથી દોઢ કિલોમીટરમાં વિસ્તરેલા છે. વલભીના મૈત્રક રાજાઓએ અહીંના બ્રાહ્મણોને દાન આપ્યાની…
વધુ વાંચો >આપાજી ગણેશ
આપાજી ગણેશ (કાર્યકાલ લગભગ 1755થી 1780) : જંબૂસર અને મકબૂલાબાદ (આમોદ) પરગણાંનો પેશવાઈ મક્કાસદાર (ફોજદાર). દસ્તાવેજોમાં તેનો ઉલ્લેખ ઈ. સ. 1755થી પ્રાપ્ત થાય છે. તેના નામનો ઉલ્લેખ ‘આપાજી ગણેશ સ્વામી ગોસાવી’ કે ‘આપાજી ગણેશ ભાગવત’ કે અંગ્રેજો મુજબ ‘અપ્પા, ગુમસ્તા’ કે ‘ગુનાજી અપ્પાજી’ મળે છે. પેશવા બાલાજી બાજીરાવે તા. 4-6-1760માં…
વધુ વાંચો >આરઝી હકૂમત
આરઝી હકૂમત : જૂનાગઢની સમાંતર સરકાર (1947). સૌરાષ્ટ્રનાં 222 રજવાડાંઓમાં જૂનાગઢ સૌથી મોટું રાજ્ય હતું. તેની 82 % વસ્તી હિંદુ હતી. તેની ચારે બાજુ ભારત સાથે જોડાયેલાં દેશી રજવાડાં હતાં અને મોટા ભાગનાં દેશી રાજ્યોએ ભારત સાથે જોડાવાના કરાર કર્યા હતા; છતાં જૂનાગઢના નવાબ મહોબતખાન ત્રીજા (1911-1947)એ 15 ઑગસ્ટ, 1947…
વધુ વાંચો >આરણ્યુ
આરણ્યુ : ગુજરાત-સૌરાષ્ટ્રમાં ગવાતી લોકદેવીની પરંપરાગત પ્રશસ્તિ. ચામુંડા, કાળકા, ખોડિયાર, શિકોતર, મેલડી વગેરે લોકદેવીઓ કાંટિયાવરણ, લોકવરણ વગેરેમાં કુળદેવી તરીકે પૂજાય છે. આ દેવીઓનું સ્થાપન ઘર-ઓરડામાં કે સ્વતંત્ર મઠમાં થાય છે. નવરાત્રમાં આ લોકજોગણીઓને તેનો ‘પોઠિયો’ (ભૂવો) સંધ્યાટાણે ધૂપદીપથી જુહારે છે. એ વખતે નવેનવ નોરતે કુળ-પરંપરાનો રાવળિયો જોગી દેવીની ‘ખડખડ્ય’ (આરણ્ય-પ્રશસ્તિ)…
વધુ વાંચો >ઇતિમાદખાન
ઇતિમાદખાન (જ. – અ. 1587) : ગુજરાતની સલ્તનતનો એક શક્તિશાળી અમીર તથા સૂબો. ગુજરાતના સુલતાન મહમૂદશાહ 3જા(1537-1554)ના વિશ્વાસુ હિંદુ ચાકરે ઇસ્લામ ધર્મ સ્વીકારી અબ્દુલકરીમ નામ ધારણ કર્યું હતું. સુલતાનની સેવામાં ઉત્તરોત્તર બઢતી મેળવી મુખ્ય વજીરપદે પહોંચીને ઇતિમાદખાનનો ખિતાબ પ્રાપ્ત કર્યો હતો. પછીનાં વીસ વર્ષ સુધી ગુજરાતના રાજકારણમાં તેણે મહત્વનો ભાગ…
વધુ વાંચો >ઇમામશાહ
ઇમામશાહ (જ. 1452; અ. 1513 અથવા 1520) : અમદાવાદની દક્ષિણે પીરાણાના જાણીતા પીર. તેઓ મુહમ્મદ બેગડાના સમયમાં (આ. 1470-71) ઈરાનથી ગુજરાતમાં આવી અમદાવાદની ઉત્તરે આશરે 14 કિમી. ઉપર આવેલા ‘ગીરમથા’ નામના ગામમાં સ્થાયી થયા. એ ગામને આજે ‘પીરાણા’ અર્થાત્ પીરોના સ્થાન તરીકે ઓળખવામાં આવે છે. એમના ચમત્કારોને કારણે ગુજરાતના સુલતાન…
વધુ વાંચો >ઈશાનવર્મા
ઈશાનવર્મા (રાજ્યકાળ 554-576 આશરે) : કનોજનો મૌખરિ વંશનો રાજા. પિતા ઈશ્વરવર્મા અને માતાનું નામ ઉપગુપ્તા. ઉપગુપ્તા ગુપ્તકુલની રાજકન્યા હતી. કનોજનું મૌખરિ રાજ્ય ઈશાનવર્માને વારસામાં મળ્યું હતું તેથી તેની ગણના મહારાજાધિરાજ તરીકે થવા લાગી. ઉત્તરકાલીન ગુપ્તોના કુમારગુપ્ત ત્રીજાએ ઉત્તરમાં કૂચ કરી ઈશાનવર્માને હરાવ્યો હતો. મૌખરિ અને ગુપ્તો વચ્ચે આ વિગ્રહ લાંબો…
વધુ વાંચો >ઉજ્જયંત
ઉજ્જયંત : સૌરાષ્ટ્રનો પર્વતવિશેષ. અનેક સિદ્ધ મહાત્માઓના તપથી પુનિત બનેલો ઉજ્જયંત જૈન અનુશ્રુતિ સાથે સંકળાયેલો છે. જૈનોના બાવીસમા તીર્થંકર અરિષ્ટનેમિની દીક્ષા તથા કેવલજ્ઞાન-નિર્વાણના પ્રસંગો અનુક્રમે રૈવતક તથા ઉજ્જયંત પર થયા હોવાની અનુશ્રુતિ છે. ઉજ્જયંતમાંથી નીકળતી સુવર્ણસિક્તા, પલાશિની ઇત્યાદિ નદીઓના પ્રવાહમાંથી સુદર્શન તળાવ મહાક્ષત્રપ રુદ્રદામાએ બંધાવ્યું હતું. ગુપ્ત સમ્રાટ સ્કંદગુપ્તના સમય(457)નો…
વધુ વાંચો >ઉદવાડા
ઉદવાડા : પારસીઓનું મુખ્ય તીર્થધામ. પશ્ચિમ રેલવેના મુંબઈ-વડોદરા મુખ્ય રેલમાર્ગ પર મુંબઈથી આશરે 178 કિમી. અને વલસાડથી આશરે 17 કિમી. અંતરે અરબી સાગરને કિનારે આવેલું છે. તે પારડી તાલુકામાં આવેલું ગામ છે. મૂળ ઈરાનના વતની-પારસીઓ આઠમી અને દસમી સદીના ગાળામાં દક્ષિણ ગુજરાત મારફત ભારતમાં આવ્યા. વલસાડની દક્ષિણે આવેલા સંજાણ બંદરે…
વધુ વાંચો >ઉલૂઘખાન
ઉલૂઘખાન (જ. ?; અ. 1301) : ગુજરાતવિજેતા સુલતાન અલાઉદ્દીન-(ઈ. સ. 1296-1316)નો ભાઈ. મૂળ નામ અલમાસ બેગ. અલાઉદ્દીને ગાદીએ આવીને તેને ઉલૂઘખાનનો ખિતાબ અને સાયાના (પંજાબ) પ્રદેશનું ગવર્નરપદ આપ્યું. તે જ વર્ષમાં સુલતાનના આદેશથી તેણે મરહૂમ સુલતાન જલાલુદ્દીનના પુત્રોને મુલતાન જઈને જેર કર્યા હતા અને તેમને બંદી બનાવી દિલ્હી લાવ્યો હતો.…
વધુ વાંચો >