History of Gujarat
સેન્દ્રક વંશ (ઈસવી સનની સાતમી સદી)
સેન્દ્રક વંશ (ઈસવી સનની સાતમી સદી) : ઈસવી સનની સાતમી સદીમાં દક્ષિણ ગુજરાતમાં રાજસત્તા ભોગવતો ગૌણ રાજવંશ. આશરે ઈ. સ. 620માં કટચ્યુરિ રાજ્યની સત્તા દક્ષિણના ચાલુક્ય રાજા પુલકેશી 2જાને હાથે નાશ પામી. તે પછી ઉત્તર લાટમાં ગુર્જરોની સત્તા પ્રવર્તી અને દક્ષિણ લાટમાં સેન્દ્રક વંશની સત્તા સ્થપાઈ. સેન્દ્રકો ભુજગેન્દ્ર અથવા ફણીન્દ્ર…
વધુ વાંચો >સૈન્ધવ રાજ્ય
સૈન્ધવ રાજ્ય : સૌરાષ્ટ્રમાં 8મી સદીમાં અહિવર્મા 1લાના પુત્ર પુષ્યેણે આશરે ઈ. સ. 711માં સ્થાપેલ રાજવંશ. સૌરાષ્ટ્રના આ સૈન્ધવ વંશમાં કુલ 14 શાસકો થયા હતા, જેનો છેલ્લો શાસક જાઈક 2જો આશરે ઈ. સ. 900થી 920 દરમિયાન સત્તા ઉપર હતો. આ વંશના મૂળપુરુષને સિંધદેશનો માનવામાં આવે છે. આ વંશનો મૂળપુરુષ આરબ…
વધુ વાંચો >સૈફખાન-1થી 4
સૈફખાન-1 : તારીખ 5 એપ્રિલ, 1526થી તારીખ 26મી મે, 1526 દરમિયાન ગુજરાત પર શાસન કરનાર સુલતાન સિકંદરખાનને પોતાના જ શયનખંડમાં મારી નાખનારા કાવતરાબાજોમાંનો એક. આ કાવતરાખોરોની ટોળકીમાં બહાઉલ્મુલ્ક, દાર-ઉલ-મુલ્ક, એક હબસી ગુલામ અને કેટલાક તુર્ક ગુલામો સાથે તે પણ સામેલ થયો હતો. સૈફખાન સહિત તમામની માહિતી ‘મિરાતે સિકંદરી’નો કર્તા આપે…
વધુ વાંચો >સોજિત્રા
સોજિત્રા : આણંદ જિલ્લામાં આવેલું ગામ. ભૌગોલિક સ્થાન : તે 22° 32´ ઉ. અ. અને 72° 53´ પૂ. રે. પર તાલુકામથક પેટલાદથી 11 કિમી. દૂર આવેલું છે. સોજિત્રા ચરોતરના સમતળ, ફળદ્રૂપ પ્રદેશમાં આવેલું છે. તેની આજુબાજુની જમીન ગોરાડુ છે. આબોહવા વિષમ છે. ઉનાળા અને શિયાળાનાં સરેરાશ મહત્તમ અને લઘુતમ દૈનિક…
વધુ વાંચો >સોડ્ઢલ
સોડ્ઢલ : સોલંકી કાલ દરમિયાન 11મી સદીમાં લાટ દેશના કાયસ્થ કવિ. તેમણે લખેલ ‘ઉદયસુંદરીકથા’ના આરંભમાં પોતાના કુલના ઉત્પત્તિસ્થાન વલભીનગરને સકલ ભુવનના ભૂષણરૂપ, ‘વલભી’ એવા પ્રસિદ્ધ નામથી રમ્ય અને અસીમ ગુણ ધરાવનાર રાજધાની તરીકે વર્ણવ્યું છે. કવિ સોડઢલે ‘ઉદયસુંદરીકથા’માં વલભીપતિ શીલાદિત્ય અને ઉત્તરાપથસ્વામી ધર્મપાલ વચ્ચે થયેલા યુદ્ધનો વૃત્તાંત વર્ણવ્યો છે. લાટરાજ…
વધુ વાંચો >સોનગઢ (ભાવનગર)
સોનગઢ (ભાવનગર) : ભાવનગર જિલ્લાના શિહોર તાલુકામાં ઉતાવળી નદીને કાંઠે આવેલું નગર. ભૌગોલિક સ્થાન : 21° 35´ ઉ. અ. અને 72° 00´ પૂ. રે.. તે ભાવનગરથી 21 કિમી., પાલિતાણાથી 24 કિમી., વલભીપુરથી 24 કિમી., તાલુકામથક શિહોરથી 5 કિમી. તથા લાઠીથી 64 કિમી. દૂર આવેલું છે. આ નગરનું મૂળ નામ સોનપુરી…
વધુ વાંચો >સોમદેવસૂરિ
સોમદેવસૂરિ : ઈસવી સનની પંદરમી સદીમાં થઈ ગયેલ જૈન આચાર્ય. તેઓ શ્વેતામ્બર સંપ્રદાયના તપાગચ્છના આચાર્ય રત્નશેખરસૂરિના શિષ્ય હતા. આચાર્ય રત્નશેખરસૂરિએ સોમદેવસૂરિને રાણકપુરમાં આચાર્યપદ આપ્યું હતું. સોમદેવસૂરિ ઉત્તમ કવિ ઉપરાંત પ્રખર વાદી પણ હતા. એમની કાવ્યકળાથી મેવાડપતિ રાણો કુંભ આકર્ષિત થયો હતો. પાવાપુર–ચંપકનેરનો રાજા જયસિંહ અને જૂનાગઢનો રા’ મંડલિક 3જો (ઈ.…
વધુ વાંચો >સોમનાથ
સોમનાથ : જૂનાગઢ જિલ્લાના વેરાવળ તાલુકામાં આવેલું પ્રાચીન નગર. ભૌગોલિક સ્થાન : તે 20° 53´ ઉ. અ. અને 70° 24´ પૂ. રે. પર વેરાવળથી માત્ર આઠ કિમી. દૂર અરબી સમુદ્રને કાંઠે સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગમાં આવેલું છે. ભારતનાં બાર જ્યોતિર્લિંગ પૈકીનું પ્રથમ ક્રમે આવતું જ્યોતિર્લિંગ સોમનાથ ખાતે આવેલું હોવાથી હિન્દુઓનું પ્રખ્યાત…
વધુ વાંચો >સોમશર્મા (1)
સોમશર્મા (1) : ગુજરાતના સોલંકી વંશના રાજા ભીમદેવ 1લા(ઈ. સ. 1022થી 1064)ના પુરોહિત. તેઓ સોમ અથવા સોમેશ્વર તરીકે પણ જાણીતા હતા. તેમના કુલમાં સોમેશ્વરદેવ સુપ્રસિદ્ધ સાહિત્યકાર થઈ ગયા. તેમણે ‘સુરથોત્સવ’ મહાકાવ્યના છેલ્લા સર્ગમાં પોતાના પૂર્વજોનો વૃત્તાંત આપ્યો છે. તે મુજબ વડનગરના વસિષ્ઠ ગોત્રના ગુલેચા કુલમાં સોલશર્મા નામે ઋગ્વેદી બ્રાહ્મણ થયો.…
વધુ વાંચો >સોમશર્મા (2)
સોમશર્મા (2) : પુરાણો મુજબ રુદ્ર-શિવનો 27મો અવતાર. પ્રભાસ-પાટણના ઈ. સ. 1169ના એક લેખ મુજબ સોમે પ્રભાસમાં સોમનાથનું સોનાનું મંદિર બંધાવ્યું હતું. શિવની આજ્ઞાથી ત્યાં પોતાની પદ્ધતિના સંપ્રદાયની પરંપરા સ્થાપી તથા તે સ્થાન પાશુપતોને અર્પણ કર્યું. પૌરાણિક ઉલ્લેખો પણ કહે છે કે શિવે પોતે પ્રભાસમાં સોમશર્મા રૂપે આવી આ મંદિર…
વધુ વાંચો >