History of Gujarat

વસ્તુપાલ

વસ્તુપાલ (જ. આશરે ઈ. સ. 1185; અ. 1240) : મધ્યકાલીન ગુજરાતમાં રાજકીય, સાંસ્કૃતિક અને ધાર્મિક ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કરનાર તથા વાઘેલા વીરધવલ અને વીસલદેવના મહામાત્ય. તેઓ પોરવાડ જ્ઞાતિના વણિક હતા. તેમના પિતાનું નામ આશરાજ (કે અશ્વરાજ) અને માતાનું નામ કુમારદેવી હતું. પોતાના પૂર્વજોની માફક તેઓ પણ સોલંકી રાજાની સેવામાં રહ્યા…

વધુ વાંચો >

વહોરા

વહોરા : શિયા પંથની મુખ્યત્વે ગુજરાતમાં વસેલી કોમ. ઈ. સ. 1539માં ઇસ્લામના 24મા દાઈ તુર્કોને કારણે ભારતમાં આવ્યા અને તેમણે સિદ્ધપુરમાં ગાદી સ્થાપી. તેમના પુત્ર પચીસમા દાઈ સૈયદ જમાલુદ્દીને અમદાવાદમાં ગાદી ફેરવી. ઈ. સ. 1590માં દાઉદી અને સુલેમાની ફિરકા અસ્તિત્વમાં આવ્યા. તેઓની વસ્તી ગુજરાતમાં સિદ્ધપુર, અમદાવાદ, દાહોદ, નડિયાદ વગેરે સ્થળોએ…

વધુ વાંચો >

વાળાઓ

વાળાઓ : સૌરાષ્ટ્રમાં વંથળી (જિ. જૂનાગઢ) અને તળાજા(જિ. ભાવનગર)ના શાસકો. રામવાળાને વાળા વંશનો ઐતિહાસિક પુરુષ કહી શકાય. એનું રાજ્ય વંથળીમાં કેવી રીતે હતું અને એ કે એના પૂર્વજો વંથળીમાં ક્યાંથી આવ્યા તે વિશે કોઈ માહિતી મળતી નથી. વાળા વંશનો બીજો એક રાજવી ઉગા વાળો દક્ષિણ-પૂર્વ સૌરાષ્ટ્રના તળાજા(જિ. ભાવનગર)માં રાજ્ય કરતો…

વધુ વાંચો >

વાંટા પદ્ધતિ

વાંટા પદ્ધતિ : ગુજરાતના સુલતાન અહમદશાહ પહેલા(1411’-42)એ રાજપૂત અને કોળી જમીનમાલિકોના વિરોધને શાંત પાડવા દાખલ કરેલી પદ્ધતિ. આ પદ્ધતિ અગાઉ અહમદશાહે જમીન પોતાને કબજે કરી લેવાનું શરૂ કર્યું, ત્યારે વારસાગત જમીન ધરાવનારા રાજપૂતો અને કોળીઓએ વિરોધ અને તોફાનો કર્યાં. એમણે ખાલસા ગામોના લોકોને પજવવા માંડ્યા. તેથી લોકોની મુશ્કેલીઓ વધી ગઈ…

વધુ વાંચો >

વિમલ મંત્રી

વિમલ મંત્રી : સોલંકી વંશના ગુજરાતના રાજા ભીમદેવ 1લા(ઈ. સ. 1022-1064)નો મંત્રી. ભીમદેવે મંત્રી વિમલને દંડનાયક તરીકે ચંદ્રાવતી-આબુ મોકલ્યો હતો. એણે ચંદ્રાવતીના પરમાર રાજા ધન્ધુકને એનું પદ પાછું અપાવ્યું ને એ ભીમદેવના સામંત તરીકે ચાલુ રહ્યો. દંડનાયક વિમલે ઈ. સ. 1032માં આબુ ઉપર આદિનાથનું દેરાસર બંધાવ્યું હતું, જે વિમલ-વસતિ (વિમલ-વસહી)…

વધુ વાંચો >

વિવિધતીર્થકલ્પ

વિવિધતીર્થકલ્પ : જિનપ્રભસૂરિએ ભારતનાં જૈન તીર્થોની યાત્રા દરમિયાન જુદા જુદા સમયે સંસ્કૃત-પ્રાકૃતમાં રચેલા કલ્પ. આ ગ્રંથ દિલ્હીમાં ઈ. સ. 1333માં સમાપ્ત થયો હતો. એનું નામ ‘કલ્પપ્રદીપ’ પણ છે. તેમાં ગુજરાતનાં કેટલાંક જૈન તીર્થોના કલ્પ છે; જેમ કે, શત્રુંજય, ઉજ્જયંત (ગિરનાર), અશ્વાવબોધ (ભરૂચમાં આવેલ છે.), સ્તંભનક (થામણા), અણહિલપુર તથા શંખપુર (શંખેશ્વર).…

વધુ વાંચો >

વીરધવલ

વીરધવલ (જ. ?; અ. 1238) : પાટણના સોલંકીઓના સામંત અને ધોળકાના રાણા લવણપ્રસાદનો વીર પુત્ર. તે તેના પિતાની સાથે રહીને પરાક્રમો કરતો હતો. આ પિતાપુત્રની જોડી તેરમી સદીના પૂર્વાર્ધમાં એટલી પ્રબળ સત્તા ધરાવતી હતી કે લવણપ્રસાદે ધાર્યું હોત તો તે અણહિલવાડ પાટણની રાજગાદી મેળવી શક્યો હોત. લવણપ્રસાદ વયોવૃદ્ધ થયા ત્યારે…

વધુ વાંચો >

વીરમગામ

વીરમગામ : અમદાવાદ જિલ્લાનો તાલુકો, તાલુકામથક અને નગર. ભૌગોલિક સ્થાન : તે 23° 07´ ઉ. અ. અને 72° 03´ પૂ. રે.ની આજુબાજુનો 1,714 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ તાલુકો જિલ્લાના વાયવ્ય ભાગમાં આવેલો છે. તેની  ઉત્તરે અને પૂર્વે મહેસાણા  જિલ્લાની સીમા, અગ્નિકોણ તરફ સાણંદ તાલુકો, દક્ષિણે ધોળકા તાલુકો,…

વધુ વાંચો >

વીરમગામ સત્યાગ્રહ

વીરમગામ સત્યાગ્રહ (1930-32) : સવિનય કાનૂનભંગની ચળવળ દરમિયાન વીરમગામ મુકામે મીઠાના કાનૂનભંગ માટે થયેલ સત્યાગ્રહ. ‘સૌરાષ્ટ્ર’ અખબારના તંત્રી અમૃતલાલ શેઠ તથા ગુજરાત પ્રાંતિક કૉંગ્રેસ સમિતિના મંત્રી મણિલાલ કોઠારી સત્યાગ્રહ-સંગ્રામ અંગે ગાંધીજીનું માર્ગદર્શન મેળવવા ગયા અને ગાંધીજીએ અમદાવાદ જિલ્લાના ધોલેરા અને વીરમગામમાં મીઠાના કાનૂનભંગના સત્યાગ્રહ માટે મંજૂરી આપી અને વીરમગામ સત્યાગ્રહની…

વધુ વાંચો >

વીસલદેવ

વીસલદેવ (જ. ? ; અ. 1262) : અણહિલવાડ પાટણની ગાદીએ બેસનાર વાઘેલા-સોલંકી વંશનો પ્રથમ રાજવી. વીસલદેવના વંશના રાજાઓનું કુળ ચૌલુક્ય હતું, પરંતુ વીસલદેવના પૂર્વજો વ્યાઘ્રપલ્લી (વાઘેલા) ગામના નિવાસી હોવાથી ‘વાઘેલા’ તરીકે ઓળખાયા. ઈ. સ. 1238માં વીરધવલનું મૃત્યુ થતાં ધોળકાના રાણા તરીકેનો ઉત્તરાધિકાર વીસલદેવને મળ્યો. ઈ. સ. 1239 અને 1241ની વચ્ચે…

વધુ વાંચો >