History of Gujarat
મોમિનખાન 1લો
મોમિનખાન 1લો (મીરઝા જાફર નજમુદ્દૌલા) (ઈ. સ. 1737–1743) : ગુજરાતનો મુઘલ સૂબેદાર. જોધપુરના અભયસિંહ રાઠોડ ગુજરાતના સૂબેદાર નિમાતાં એમની સાથે મોમિનખાન ગુજરાત આવ્યો હતો. ગુજરાતની બક્ષીગીરી તથા ખંભાતનો વહીવટ એને પાછાં મળ્યાં. ખંભાતનો વહીવટ પોતાના પિતરાઈ ભાઈ ફિદાઉદ્દીનખાનને સોંપી પોતે પેટલાદ રહેતો. જોધપુરના મહારાજા અભયસિંહે ગુજરાતની સૂબેદારી પોતાના પ્રતિનિધિ રતનસિંહ…
વધુ વાંચો >મોમિનખાન 2જો
મોમિનખાન 2જો (મુફ્તખિરખાન) (ઈ. સ. 1748–1758) : ગુજરાતનો મુઘલ સૂબેદાર. મોમિનખાન 1લાના મૃત્યુના સમાચાર દિલ્હી પહોંચતાં નવો સૂબેદાર નિમાતાં સુધી કામ કરવા માટે એના ભત્રીજા ફિદાઉદ્દીનખાન અને પુત્ર મુફ્તખિરખાનને સંયુક્તપણે વહીવટ ચલાવવાનો આદેશ આપવામાં આવ્યો. ફિદાઉદ્દીન અને મુફ્તખિર વચ્ચે પરસ્પર વહેમ અને શંકા ઉપસ્થિત થતાં બંને વચ્ચેનું અંતર વધતું ગયું.…
વધુ વાંચો >મોરબી
મોરબી : ગુજરાત રાજ્યનો મોરબી જિલ્લો. જિલ્લા મથક, તાલુકો તથા તે જ નામ ધરાવતું તાલુકામથક. ભૂતપૂર્વ દેશી રાજ્ય. ભૌગોલિક સ્થાન : તે 22° 49´ ઉ. અ. અને 70° 50´ પૂ. રે.ની આજુબાજુનો 4871.5 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ જિલ્લાની ઉત્તરે કચ્છ જિલ્લો, પૂર્વે સુરેન્દ્રનગર જિલ્લો, દક્ષિણે રાજકોટ જિલ્લો…
વધુ વાંચો >મોરબી સત્યાગ્રહ
મોરબી સત્યાગ્રહ (1931) : પરદેશી કાપડના વેપાર સામે સ્વદેશી માલ વાપરવાની ચળવળના ભાગ રૂપે થયેલો સત્યાગ્રહ. આઝાદી પહેલાં, સૌરાષ્ટ્રમાં જાડેજા વંશની રિયાસતોમાં મોરબી પ્રથમ વર્ગનું રાજ્ય હતું. લખધીરસિંહ ઠાકોર (અમલ 1922–1948) મોરબીના રાજા અને પુરુષોત્તમદાસ ગોરડિયા ત્યાંના દીવાન હતા. સવિનય કાનૂનભંગની ચળવળ (1930–32) દરમિયાન સૌરાષ્ટ્રના ફૂલચંદભાઈ શાહ, શિવાનંદજી વગેરે આગેવાનો…
વધુ વાંચો >મૌલાના મુહંમદઅલી જૌહર
મૌલાના મુહંમદઅલી જૌહર (જ. 10 ડિસેમ્બર 1878; અ. 4 જાન્યુઆરી 1931, ઇંગ્લૅન્ડ) : અંગ્રેજી શાસન વિરુદ્ધની આઝાદીની ચળવળના અગ્રિમ કાર્યકર, કૉંગ્રેસ પક્ષના રાષ્ટ્રવાદી મુસ્લિમ નેતા તથા કૉંગ્રેસપ્રમુખ અને ઉર્દૂ ભાષાના કવિ તથા અંગ્રેજી પત્રકાર. તેમનું નામ મુહંમદઅલી અને તખલ્લુસ ‘જૌહર’ હતું. તેમણે ગુજરાતમાં વડોદરાના ગાયકવાડી રાજ્યમાં મુલકી સેવામાં જોડાઈને કારકિર્દીની…
વધુ વાંચો >યક્ષશૂર
યક્ષશૂર (ઈ. સ.ની છઠ્ઠી સદી) : ગુજરાતમાં મૈત્રક કાલ (ઈ. સ. 470–788) દરમિયાન મૈત્રકોના આધિપત્ય હેઠળ પોરબંદર પાસેના ઢાંક(ફંકપ્રસ્રવણ)માં થયેલ ગારુલક વંશનો રાજા. મૈત્રક કાલ દરમિયાન ગુજરાતમાં બૌદ્ધ ધર્મ મોટા પ્રમાણમાં ફેલાયો હતો. ગારુલક વંશના રાજાઓ ઘણુંખરું પરમ ભાગવત હતા, પરંતુ તેઓ ધાર્મિક સહિષ્ણુતામાં માનતા હોવાથી શાક્ય વિહારોને ઉત્તેજન આપતા…
વધુ વાંચો >યોગરાજ
યોગરાજ (શાસનકાળ : ઈ. સ. 850થી 885) : વનરાજ ચાવડાનો ઉત્તરાધિકારી રાજા. એનો રાજ્યકાળ 35 વર્ષનો ગણાય છે. એની પ્રશસ્તિમાં એને પરાક્રમી અને પ્રતાપી રાજા આલેખવામાં આવ્યો છે. એ ધનુર્વિદ્યામાં નિપુણ અને રાજનીતિમાં પ્રવીણ હતો. ‘પ્રબંધ-ચિંતામણિ’માં આપેલી અનુશ્રુતિ મુજબ તેણે મનાઈ કરવા છતાં તેના પુત્રોએ વહાણોમાં પ્રભાસપાટણ આવેલો અન્ય રાજાનો…
વધુ વાંચો >રહીમ
રહીમ : જુઓ અબ્દુર્રહીમ ખાનખાનાન
વધુ વાંચો >રા’ખેંગાર-2
રા’ખેંગાર-2 (શાસનકાળ 10981-125) : સોરઠ(જૂનાગઢ)ના ચૂડાસમા વંશનો શાસક. આ વંશનો મૂળ પુરુષ ચંદ્રચૂડ સિંઘના સમા વંશનો હતો અને જૂનાગઢ પાસે વંથળી(વામનસ્થલી)માં મોસાળમાં આવીને રહ્યો હતો અને મામાના વારસ તરીકે 875માં ગાદીએ બેઠેલો. ત્યારથી ચૂડાસમા વંશનું શાસન વંથલીમાં શરૂ થયું. આ વંશના નવમા શાસક રા’નવઘણ2(1067-98)નો તે ચોથો પુત્ર. ચૂડાસમા વંશની રાજધાની…
વધુ વાંચો >રાજકોટ સત્યાગ્રહ (1938-39)
રાજકોટ સત્યાગ્રહ (1938-39) : રાજકોટ રાજ્યમાં લોકો ઉપર અત્યાચારો થવાથી જવાબદાર રાજ્યતંત્ર મેળવવા માટે થયેલ સત્યાગ્રહ. રાજકોટના ઠાકોર લાખાજીરાજ (1907-1930) પ્રજાપ્રેમી અને પ્રગતિશીલ વિચારો ધરાવતા હતા. તેમણે વહીવટમાં સલાહ આપવા માટે પ્રજાપ્રતિનિધિ સભાની સ્થાપના કરી હતી. રાજકોટમાં રાષ્ટ્રીય શાળા સ્થાપવા માટે તેમણે જમીન આપી હતી તથા ગાંધીજીનાં રચનાત્મક કાર્યો પ્રત્યે…
વધુ વાંચો >