History of Gujarat
બીલેશ્વરનું મંદિર
બીલેશ્વરનું મંદિર : ગુજરાત રાજ્યમાં પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકામાં બિલ્વગંગા નદીકિનારે બીલેશ્વર ગામમાં આવેલું મહાદેવનું મંદિર. તેનો સમય સાતમી સદીના પ્રારંભનો હોવાનું જણાય છે. તલમાનના તેના ભાગોમાં ગર્ભગૃહ, પ્રદક્ષિણાપથ અને ગૂઢમંડપનો સમાવેશ થાય છે. ગર્ભગૃહમાં મોટા કદના શિવલિંગની પ્રતિષ્ઠા કરેલી છે. ગર્ભગૃહની દ્વારશાખા પાછળના સમયની છે. ગૂઢમંડપ લંબચોરસ આકારનો છે.…
વધુ વાંચો >બુખારી, શરફુદ્દીન મુહમ્મદ
બુખારી, શરફુદ્દીન મુહમ્મદ (જ. ?; અ. 1515) : ‘તારીખે ગુજરાત’ નામના ફારસી ગ્રંથના લેખક. શરફુદ્દીન મુહમ્મદ બિન અહમદ બિન ઈસા બિન અલી બુખારી વિશે માહિતી ઉપલબ્ધ નથી. તેમના ઇતિહાસ ઉપરથી જાણવા મળે છે કે તેમણે ગુજરાતનો સંક્ષિપ્ત ઇતિહાસ ત્રણ ખંડોમાં ફારસી ભાષામાં લખ્યો હતો. પરંતુ દુર્ભાગ્યે તેના પહેલા બે ખંડ…
વધુ વાંચો >બુખારી, સૈયદ મહમૂદ બિન મુનવ્વિરુલ્મુલ્ક
બુખારી, સૈયદ મહમૂદ બિન મુનવ્વિરુલ્મુલ્ક (સોળમી સદીમાં હયાત) : ફારસી તવારીખકાર. તેઓ વટવા(અમદાવાદ)ના પ્રખ્યાત બુખારી સંત હ. બુરહાનુદ્દીન કુત્બે આલમના વંશજ હતા. તેમનું વાંશિક નામ આ પ્રમાણે છે : મહમૂદ બિન જલાલ મુનવ્વિરુલ મુલ્ક બિન મુહમ્મદ ઉર્ફે સય્યદજી બિન અબ્દુલવહાબ બિન એહમદ ઉર્ફે શાહપીર બિન બુરહાનુદ્દીન કુત્બે આલમ. તેમનો જન્મ…
વધુ વાંચો >બૅંકર, શંકરલાલ ઘેલાભાઈ
બૅંકર, શંકરલાલ ઘેલાભાઈ (જ. 27 ડિસેમ્બર 1889, મુંબઈ; અ. 7 જાન્યુઆરી 1985, અમદાવાદ) : રચનાત્મક કાર્યકર, મજૂરોના નેતા, સ્વાતંત્ર્યસૈનિક. જન્મ વૈષ્ણવ વણિક કુટુંબમાં. પિતા મુંબઈમાં બૅંકમાં નોકરી કરતા. માતા કમળાબહેન ધર્મચુસ્ત. તેઓ 1904માં એલ્ફિન્સ્ટન હાઈસ્કૂલમાંથી મૅટ્રિક અને 1908માં વિલ્સન કૉલેજમાંથી બી.એ. પાસ થયા. લોકમાન્ય ટિળકને રાજદ્રોહી લેખો માટે છ વર્ષની…
વધુ વાંચો >બોરસદ સત્યાગ્રહ
બોરસદ સત્યાગ્રહ (1923) : બહારવટિયાઓને પકડવા માટે વધારાની પોલીસનું ખર્ચ વસૂલ કરવા નાખેલા કર સામેની લડત. ખેડા જિલ્લાના બોરસદ તાલુકામાં બાબર દેવા, તેનો ભાઈ ડાભલો, અલી અને બીજા બહારવટિયા લૂંટ, ખૂન તથા અપહરણ કરીને લોકો ઉપર ત્રાસ ગુજારતા હતા. બાતમી આપનારને તેઓ મારી નાખતા. સરકાર એ ત્રાસ દૂર કરી શકી…
વધુ વાંચો >ભક્ત જલારામ
ભક્ત જલારામ (જ. 4 નવેમ્બર 1799, વીરપુર; અ. 23 ફેબ્રુઆરી 1881, વીરપુર) : સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ સદાવ્રતી સંત. પિતા પ્રધાન ઠક્કર, માતા રાજબાઈ. જલારામને નાનપણથી જ રામનામસ્મરણ, સંતસેવા તરફ વિશેષ ખેંચાણ હતું. તેમનાં લગ્ન આટકોટના પ્રાગજી ઠક્કરનાં પુત્રી વીરબાઈ સાથે થયાં હતાં. લગ્ન પછી પિતાની દુકાને બેસવા લાગ્યા, પણ સાધુ-સંતો દુકાને…
વધુ વાંચો >ભટાર્ક
ભટાર્ક (ઈ.સ.ની પાંચમી સદી) : સૌરાષ્ટ્રમાં મૈત્રક વંશની રાજસત્તાનો સ્થાપક. સ્કન્દગુપ્તના મૃત્યુ (ઈ.સ. 467) બાદ ગુપ્ત સામ્રાજ્યની પડતી થઈ ને સૌરાષ્ટ્ર જેવા દૂરના પ્રાંતમાં સ્થાનિક રાજસત્તા સ્થપાઈ. આ સત્તા સ્થાપનાર ભટાર્ક સેનાપતિ હતો. એણે ગિરિનગરમાં રહેલા ગુપ્ત સામ્રાજ્યના ગોપ્તાની સત્તાનું ઉન્મૂલન કરી વલભીમાં પોતાની સ્વતંત્ર સત્તા પ્રવર્તાવી. ‘એણે પ્રતાપથી વશ…
વધુ વાંચો >ભાનુમિત્ર
ભાનુમિત્ર (ઈ. પૂ. 1લી સદી) : લાટ દેશ(દક્ષિણ ગુજરાત)ના રાજા બલમિત્રનો નાનો ભાઈ અને યુવરાજ. જૈન અનુશ્રુતિ અનુસાર બલમિત્ર અને ભાનુમિત્ર બંને કાલકાચાર્યના ભાણેજ હતા. તેમનું પાટનગર ભરુકચ્છ (ભરૂચ) હતું. તેમના રાજ્યકાલ દરમિયાન આર્ય ખપુટાચાર્ય, એક સમર્થ વિદ્યાસિદ્ધ આચાર્ય, ભરૂચ ગયા હતા. કાલકાચાર્ય પારસ-કુલ(ઈરાન)થી 96 શાહી શકરાજાઓને લઈ આવ્યા. એ…
વધુ વાંચો >ભાવનગર
ભાવનગર : ગુજરાત રાજ્યનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 20° 59´થી 22° 21´ ઉ. અ. અને 71° 13´થી 72° 29´ પૂ. રે. વચ્ચેનો 11,155 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તે રાજ્યના કુલ વિસ્તારનો આશરે 5.69% જેટલો ભાગ ધરાવે છે અને રાજ્યમાં તે વિસ્તારની…
વધુ વાંચો >ભાવબૃહસ્પતિ
ભાવબૃહસ્પતિ (ઈ.સ. 12મી સદી) (જ. ?, વારાણસી): સોલંકીકાલીન ગુજરાતના પાશુપત મતના વિદ્વાન આચાર્ય. તેઓ ગાર્ગ્ય ગોત્રના કાન્યકુબ્જ બ્રાહ્મણ હતા. ભાવબૃહસ્પતિ નંદીશ્વરનો અવતાર ગણાતા. બાળપણમાં એમને અધ્યયન વિના પૂર્વના સંસ્કારોના બળે ચૌદ પ્રકારની વિદ્યાઓમાં નિપુણતા પ્રાપ્ત થઈ હતી. એમણે પાશુપત વ્રત ગ્રહણ કર્યું હતું. પોતે પરમ પાશુપતાચાર્ય હતા અને પાશુપત મતને…
વધુ વાંચો >