Hindi literature
સહાય, શિવપૂજન
સહાય, શિવપૂજન (જ. 1893, ઉન્વાસ, જિ. શાહબાદ, બિહાર; અ. 1963) : હિંદી વાર્તાકાર, નવલકથાકાર, ચરિત્રકાર તથા પત્રકાર. તેમનો જન્મ મધ્યમ વર્ગના પરિવારમાં થયો હતો. તેમના પિતા મુનશી ઈશ્વરી-દયાળ ડુમરા રાજના અધિકારી હતા અને ઉર્દૂ તથા ફારસીના જાણકાર હતા. શિવપૂજને ગામની મદરેસામાં ઉર્દૂ અને ફારસીનો અભ્યાસ કર્યો અને 1912માં આરાહની કાયસ્થ…
વધુ વાંચો >સહા, રણજિતકુમાર
સહા, રણજિતકુમાર (જ. 21 જુલાઈ 1946, ભાગલપુર, બિહાર) : હિંદી લેખક તથા અનુવાદક. 1966માં તેમણે હિંદીમાં ભાગલપુર યુનિવર્સિટીમાંથી એમ.એ.; 1974માં વિશ્વભારતીમાંથી પીએચ.ડી.; 1964માં ફાઇન આર્ટ્સમાં, 1989માં કમ્પરેટિવ લિટરેચરમાં તથા તિબેટનમાં ડિપ્લોમા પ્રાપ્ત કર્યાં. તેઓ સાહિત્ય અકાદમી, નવી દિલ્હીમાં ડેપ્યુટી સેક્રેટરી રહ્યા. 1977માં તેઓ ભાગલપુર યુનિવર્સિટીમાં હિંદીના અધ્યાપક; 197982 સુધી વિશ્વભારતી,…
વધુ વાંચો >સંસારચંદ
સંસારચંદ (જ. 16 જૂન 1935, ફતેહપુર, જિ. કાંગરા, હિમાચલ પ્રદેશ) : હિંદી કવિ અને લેખક. તેમણે હિમાચલ પ્રદેશ યુનિવર્સિટીમાંથી બી.એ.; પંજાબ યુનિવર્સિટીમાંથી ‘પ્રભાકર’ની પદવી મેળવી. પછી અધ્યાપનકાર્ય કરીને સેવાનિવૃત્ત થયા. તેઓ કાંગરા કલા સંગમના સામાન્ય મંત્રી; કાંગરા લોકસાહિત્ય પરિષદના તથા અન્ય સાહિત્યિક સંસ્થાઓના મંત્રી રહ્યા. ‘પ્રભાકર’ તેમનું તખલ્લુસ છે. તેમની…
વધુ વાંચો >સંસારચંદ્ર
સંસારચંદ્ર (જ. 28 ઑગસ્ટ 1917, મીરપુર, પંજાબ) : હિંદી તથા સંસ્કૃતના લેખક. તેમણે પંજાબ યુનિવર્સિટી, લાહોર અને પૂર્વ પંજાબ યુનિવર્સિટી, સોલનમાંથી સંસ્કૃત તથા હિંદીમાં એમ.એ.; પંજાબ યુનિવર્સિટી, ચંદીગઢમાંથી પીએચ.ડી. તથા બિહાર યુનિવર્સિટીમાંથી ડી.લિટ.ની પદવીઓ પ્રાપ્ત કરી. કારકિર્દીની શરૂઆત કટારલેખનથી શરૂ કરીને 1948-63 દરમિયાન એસ. ડી. કૉલેજ, અંબાલામાં સંસ્કૃત તથા હિંદી…
વધુ વાંચો >સંસ્કાર્તા, નાનુરામ
સંસ્કાર્તા, નાનુરામ (જ. 20 જુલાઈ 1916, ખારી, જિ. બિકાનેર, રાજસ્થાન) : રાજસ્થાની અને હિંદી લેખક. તેમણે કાશી સંસ્કૃત યુનિવર્સિટીમાંથી ‘સંસ્કૃતભૂષણ’; પંજાબ યુનિવર્સિટીમાંથી ‘પ્રભાકર’, ‘સાહિત્યરત્ન’ અને ‘સાહિત્ય મહોપાધ્યાય’ની પદવીઓ મેળવી હતી. તેઓ રાજસ્થાન સાહિત્ય અકાદમી, ઉદેપુરના સભ્ય રહેલા. અધ્યાપનકાર્ય કરી તેઓ સેવાનિવૃત્ત થયા છે. તેમણે રાજસ્થાની તથા હિંદીમાં કુલ 35 ગ્રંથો…
વધુ વાંચો >સંસ્કૃતિ કે ચાર અધ્યાય (1956)
સંસ્કૃતિ કે ચાર અધ્યાય (1956) : ઐતિહાસિક ભૂમિકા સાથે ભારતીય સંસ્કૃતિના વિકાસનું વિગતવાર અને પૃથક્કરણાત્મક વૃત્તાંત આપતી રામધારીસિંહ ‘દિનકર’(જ. 1908)ની કૃતિ. આ કૃતિને 1959ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. દિનકર રાષ્ટ્રીય ચેતનાના કવિ હોઈ, પ્રબળ રાષ્ટ્રીય ચેતનાથી પ્રેરાઈને તેમણે આ ગ્રંથની રચના કરી છે. તેમણે ભારતીય સંસ્કૃતિના…
વધુ વાંચો >સાકેત (1931)
સાકેત (1931) : ‘રાષ્ટ્રકવિ’ તરીકે જાણીતા મૈથિલીશરણ ગુપ્ત(જ. 1886)ની મહાકાવ્ય પ્રકારની શ્રેષ્ઠ હિંદી રચના. આ કૃતિના કેન્દ્રમાં રામકથા છે, પરંતુ તેને ભિન્ન સ્વરૂપે અને ભિન્ન ઉદ્દેશથી રચવામાં આવી છે. હિંદીના પ્રખ્યાત વિવેચક મહાવીરપ્રસાદ દ્વિવેદીના લેખ ‘કવિયા દ્વારા ઊર્મિલા કી ઉપેક્ષા’ પરથી ગુપ્તને આ પ્રબંધકાવ્ય રચવાની પ્રેરણા મળી. તેમણે તુલસીદાસના સમયથી…
વધુ વાંચો >સાયગલ ઓમેશ
સાયગલ, ઓમેશ (જ. 29 માર્ચ 1941, સિમલા, હિમાલય પ્રદેશ) : હિંદી અને ભારતીય અંગ્રેજી લેખક. તેઓ બી.ટેક. (મિકૅનિકલ ઇજનેરી, આઇઆઇટીમાં ઑનર્સ) થયેલા. 1973માં રાજ્યસેવામાં માન્ચેસ્ટર યુનિવર્સિટીની પદવી મેળવી. પછી તેઓ ભારતીય વહીવટી સેવામાં જોડાયા; નૅશનલ કૅપિટલ ટેરિટરી, નવી દિલ્હીમાં ચીફ સેક્રેટરી રહ્યા; 1969-71 દરમિયાન જિલ્લા-મૅજિસ્ટ્રેટ, ત્રિપુરા; 1971-72માં ત્રિપુરા સરકારના સચિવ;…
વધુ વાંચો >સારથી ઓ. પી. શર્મા
સારથી, ઓ. પી. શર્મા (જ. 1 એપ્રિલ 1933, જમ્મુ) : ડોગરીના લેખક. તેમણે ચિત્રકલાનો ડિપ્લોમા મેળવ્યો છે. તેમણે કલાકાર તરીકે કારકિર્દીનો પ્રારંભ કર્યો અને 1962 અને 1964માં વૈયક્તિક ચિત્રપ્રદર્શનો યોજ્યાં. સીએસઆઇઆરના સિનિયર આર્ટ ઑફિસર તરીકે નિવૃત્ત થયા પછી સ્વતંત્ર લેખનપ્રવૃત્તિમાં વ્યસ્ત. તેમને મળેલાં સન્માન આ પ્રમાણે છે : રાજ્યની અકાદમીનો…
વધુ વાંચો >સારસ્વત ગણેશદત્ત
સારસ્વત, ગણેશદત્ત (જ. 10 ઑક્ટોબર 1936, બિસ્વાન, જિ. સિતાપુર, ઉત્તરપ્રદેશ) : હિંદી કવિ. તેમણે લખનૌ યુનિવર્સિટીમાંથી હિંદીમાં એમ.એ.; આગ્રા યુનિવર્સિટીમાંથી સંસ્કૃતમાં એમ.એ.; હિંદીમાં પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરી. તેઓ સિતાપુરની પી. જી. કૉલેજમાં આર.એમ.પી. વિભાગના વડા રહ્યા. ‘માનસ ચંદન’ ત્રિમાસિકના તેઓ સંપાદક રહ્યા હતા. તેમણે અત્યાર સુધીમાં 24 ગ્રંથો આપ્યા છે.…
વધુ વાંચો >