Hindi literature
વિવેકી રાય
વિવેકી રાય (જ. 19 નવેમ્બર 1924, સોનવણી, જિ. ગાઝીપુર, ઉત્તરપ્રદેશ) : હિંદી અને ભોજપુરી લેખક. તેમણે બનારસ હિંદુ યુનિવર્સિટીમાંથી હિંદીમાં એમ.એ. અને કાશી વિદ્યાપીઠમાંથી પીએચ.ડીની ડિગ્રી તેમજ ‘સાહિત્યાલંકાર’ની પદવી મેળવી. તેઓ સ્નાતકોત્તર મહાવિદ્યાલય, ગાઝીપુરમાંથી અધ્યાપકપદેથી નિવૃત્ત થયા. 1942ની ચળવળમાં તેમણે ભાગ લીધેલો. તેમણે અત્યાર સુધીમાં 48થી વધુ ગ્રંથો આપ્યા છે.…
વધુ વાંચો >વિશ્વનાથ આયર, એન. ઈ.
વિશ્વનાથ આયર, એન. ઈ. (જ. 30 જુલાઈ 1920, પાલઘાટ, કેરળ) : હિંદી વિવેચક અને અનુવાદક. તેમણે બનારસ હિંદુ યુનિવર્સિટીમાંથી હિંદીમાં એમ.એ.; મદ્રાસ યુનિવર્સિટીમાંથી સંસ્કૃતમાં એમ.એ. અને સાગર યુનિવર્સિટીમાંથી હિંદીમાં પીએચ.ડી.ની પદવી મેળવી. તેઓ કેરળ અને કોચીન યુનિવર્સિટીમાંથી હિંદીના પ્રાધ્યાપક તરીકે નિવૃત્ત થયા. પછી પી.જી. સેન્ટર, કેરળ હિંદી પ્રચાર સભામાં પ્રાધ્યાપક…
વધુ વાંચો >વિશ્વનાથ સિંહ, મહારાજ
વિશ્વનાથ સિંહ, મહારાજ (જ. 1789 – અ. 1854) : રિવા રાજ્યના મહારાજ જૂ દેવ. પિતા મહારાજ જયસિંહ કવિ હોવા ઉપરાંત અનન્ય સાહિત્યોપાસક હતા. તેમનું ઈ. સ. 1833માં મૃત્યુ થતાં વિશ્વનાથ સિંહ રાજગાદી પર બેઠા અને 21 વર્ષો સુધી શાસન કર્યું. પોતે રામભક્તિના અનન્ય આરાધક કવિ હતા. તેમને શૃંગાર-પ્રધાન રામભક્તિના પ્રમુખ…
વધુ વાંચો >વિશ્વંભર પ્રસાદ
વિશ્વંભર પ્રસાદ (જ. 3 ઑગસ્ટ 1918, અસોથર ગામ, જિ. ફતેહપુર, ઉત્તરપ્રદેશ) : હિંદી લેખક. તેમણે સાહિત્યવિશારદ(પ્રયાગ)ની પદવી મેળવી. તેઓ ફેલો ઑવ્ ઇન્સ્ટિટ્યૂશન ઑવ્ એન્જિનિયર્સ (ભારત) હતા. તેઓ સરકારમાંથી અધીક્ષક ઇજનેરપદેથી સેવાનિવૃત્ત થયા. તેઓ ઇન્સ્ટિટ્યૂશન ઑવ્ એન્જિનિયર્સ(ભારત)ના હિંદી સલાહકાર રહ્યા તેમજ અનેક સાહિત્યિક તથા સાંસ્કૃતિક સંસ્થાઓ સાથે સંકળાયેલ રહ્યા. તેમણે અત્યાર…
વધુ વાંચો >વીળિનાથન્, રામસ્વામી
વીળિનાથન્, રામસ્વામી (જ. 15 મે 1920, વિષ્ણુપુરમ્, જિ. એન. કે. એમ., તામિલનાડુ) : તમિળ અને હિંદી અનુવાદક. રાષ્ટ્રભાષા-પ્રવીણ; વિદ્વાન. 1938-1943 દરમિયાન તેમણે હિંદી પ્રચારકાર્ય કર્યું અને હિંદીમાં અધ્યાપનકાર્ય કર્યું. 1943-45 દરમિયાન તેઓ ભારત સરકારના સુરક્ષા વિભાગમાં એજ્યુકેશનલ ઇન્સ્પેક્ટર તરીકે રહ્યા. 32 વર્ષ સુધી તેમણે તમિળ અઠવાડિક ‘કલ્કિ’નું તથા તમિળ માસિક…
વધુ વાંચો >વેગડ, અમૃતલાલ ગોવામલ
વેગડ, અમૃતલાલ ગોવામલ (જ. 3 ઑક્ટોબર 1928, જબલપુર, મધ્યપ્રદેશ) : હિંદી તથા ગુજરાતી લેખક. તેમણે કલાભવન, શાંતિનિકેતનમાંથી લલિત કલામાં ડિપ્લોમા (1952) મેળવેલો. 1955માં તેમણે બી.એ.ની ડિગ્રી મેળવી. 1953થી જબલપુરમાં શાસકીય કલાનિકેતનમાં ચિત્રકલાના શિક્ષક તરીકે કામગીરી કરી. તેમણે હિંદી તેમજ ગુજરાતીમાં ગ્રંથો આપ્યા છે. તેમના હિંદી ગ્રંથોમાં ‘બાપુ સૂરજ કે દોસ્ત’…
વધુ વાંચો >વેણુ મારુતયી (વેણુગોપાલ કૃષ્ણ)
વેણુ મારુતયી (વેણુગોપાલ કૃષ્ણ) (જ. 7 જાન્યુઆરી 1945, મારુતયી, જિ. કન્નુર, કેરળ) : મલયાળમ અને હિંદીના લેખક અને અનુવાદક. તેમણે હિંદીમાં એમ.એ.ની પદવી મેળવી. તેમણે દેવગિરિ કૉલેજ કાલિકટમાં હિંદી વિભાગના પ્રાધ્યાપક અને વડા તરીકે અધ્યાપનકાર્ય કર્યું. તેઓ કાલિકટના બાલગોકુલમ્ના ઉપાધ્યક્ષ; ભારતીય અનુવાદ પરિષદ, નવી દિલ્હીના આજીવન સભ્ય રહ્યા. તેમણે મલયાળમ…
વધુ વાંચો >વેદપ્રકાશ (અમિતાભ)
વેદપ્રકાશ (અમિતાભ) (જ. 1 જુલાઈ 1947, ગાઝીપુર, ઉત્તરપ્રદેશ) : હિંદી કવિ અને વિવેચક. તેમણે આગ્રા યુનિવર્સિટીમાંથી એમ.એ., પીએચ.ડી. અને ડી.લિટ.ની પદવીઓ પ્રાપ્ત કરી. તેઓ ધરમ સમાજ કૉલેજ, અલીગઢમાં હિંદી વિભાગના રીડર ઉપરાંત ભારતીય હિંદી પરિષદ, અલ્લાહાબાદ તથા ભારતીય લેખક સંગઠન, દિલ્હીના સભ્ય તેમજ સેખાવતી સાહિત્ય, કલા ઔર સંસ્કૃતિ અકાદમીના માનાર્હ…
વધુ વાંચો >વૈદિક વેદ પ્રતાપ (ડૉ.)
વૈદિક વેદ પ્રતાપ (ડૉ.) (જ. 30 ડિસેમ્બર 1944, ઇન્દોર, મધ્ય પ્રદેશ) : હિંદી તથા અંગ્રેજીના પંડિત. તેમણે 1965માં ઇન્દોર યુનિવર્સિટીમાંથી પૉલિટિકલ સાયન્સ સાથે એમ.એ.; 1971માં જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાંથી ઇન્ટરનૅશનલ અફેર્સમાં પીએચ.ડી. તથા 1967માં રશિયન, 1968માં ફારસી અને સંસ્કૃત ભાષાઓમાં ડિગ્રી પ્રાપ્ત કરી. તેઓ ભારતીય વિદેશનીતિ અને ભારતીય ભાષા સંમેલન માટેની…
વધુ વાંચો >વૈદ્ય, કૃષ્ણ બળદેવ (ડૉ.)
વૈદ્ય, કૃષ્ણ બળદેવ (ડૉ.) [જ. 27 જુલાઈ 1927, ડિંગા, જિ. ગુજરાત (હાલ પાકિસ્તાન)] : હિંદી લેખક અને અનુવાદક. તેમણે પંજાબ યુનિવર્સિટીમાંથી અંગ્રેજી સાથે એમ.એ. અને હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરી હતી. 1962-66 દરમિયાન તેઓ પંજાબ યુનિવર્સિટીમાં અંગ્રેજીમાં રીડર; 1966-85 દરમિયાન સ્ટેટ યુનિવર્સિટી, ન્યૂયૉર્કમાં અંગ્રેજીના પ્રાધ્યાપક; 1968-69માં બ્રાન્ડિસ યુનિવર્સિટીમાં મુલાકાતી…
વધુ વાંચો >