Hindi literature

લલ્લુલાલજી

લલ્લુલાલજી (જ. 1763 આગ્રા; અ. 1853, કોલકાતા) : હિંદી ખડી બોલી ગદ્યના પ્રારંભિક પ્રણેતાઓમાંના એક. તેઓ મૂળે ગુજરાતી ઔદિચ્ય બ્રાહ્મણ હતા. તેમના પિતા ચૈનસુખ કર્મકાંડી હતા. તેઓ ઈ. સ. 18૦૦માં કોલકાતાની ફૉર્ટ વિલિયમ કૉલેજમાં ‘ભાષામુનશી’ તરીકે નિમણૂક પામ્યા હતા. હિંદી ગદ્યગ્રંથોની રચના માટે તેમને કાઝિમ અલી ‘જવાં’ અને મઝહર અલી…

વધુ વાંચો >

લવ, અશોક

લવ, અશોક (જ. 13 એપ્રિલ 1947, લ્યાલપુર (હાલ પાકિસ્તાનમાં)) : હિંદી લેખક. તેમણે હિમાચલ યુનિવર્સિટીમાંથી હિંદીમાં એમ.એ., દિલ્હી યુનિવર્સિટીમાંથી બી.એડ.ની પદવી અને 1994માં નૅશનલ મ્યુઝિયમ તરફથી આર્ટ એપ્રીશિયેશન સર્ટિફિકેટ મેળવ્યાં. પછી તેમણે હિંદી માસિક ‘મોહયાલ’ના સંપાદનથી કારકિર્દી શરૂ કરી. સમકાલીન ‘ચૌથી દુનિયા’ માસિકના તેઓ સાહિત્યિક સંપાદક બન્યા. રાષ્ટ્રીય ‘સહારા’ દૈનિકના…

વધુ વાંચો >

લવાણિયા જગદીશપ્રસાદ

લવાણિયા, જગદીશપ્રસાદ (જ. 1૦ જુલાઈ 1945, છૈન્છઉ, જિ. અલીગઢ, ઉત્તરપ્રદેશ) : વ્રજભાષા અને હિંદીના લેખક. તેમણે આગ્રા યુનિવર્સિટીમાંથી એમ.એ. અને પીએચ.ડી.ની પદવીઓ પ્રાપ્ત કરી અને પંજાબીમાં ડિપ્લોમા મેળવ્યો. હાથરસ ખાતે તેમણે સી.એલ.આર.એન. કૉલેજમાં અધ્યાપન-કાર્ય કર્યું. તેમણે વ્રજકલા કેન્દ્ર, હાથરસના જનરલ સેક્રેટરી તરીકે કામગીરી કરી. ‘અમર વિજેતા’ના તેઓ સંયુક્ત સંપાદક રહ્યા…

વધુ વાંચો >

લાડસાગર

લાડસાગર : ચાચા હિત-વૃંદાવનદાસરચિત રાધાના શૈશવથી લઈને કિશોરાવસ્થા સુધી શ્રીકૃષ્ણ પ્રત્યે વ્યક્ત થયેલ પ્રેમનો અગાધ સાગરરૂપ ગ્રંથ. ઈ. સ. 1747થી 1778 દરમિયાન એની રચના થઈ છે. આમાં શૈશવાવસ્થાની ચપળ ક્રીડાઓનું સ્વાભાવિક વર્ણન કરતાં કવિ પોતાની ભાવના દ્વારા અનોખું અને અદ્વિતીય શબ્દચિત્ર રજૂ કરે છે. ‘લાડસાગર’ દશ પ્રકરણોમાં વિભક્ત છે. એમાં…

વધુ વાંચો >

લાલ, લક્ષ્મીનારાયણ

લાલ, લક્ષ્મીનારાયણ [જ. 4 માર્ચ 1927, જલાલપુર, જિ. બસ્તી (ઉત્તરપ્રદેશ); અ. 20 નવેમ્બર 1987] : હિંદીના નાટ્યકાર, અભિનેતા, નિર્દેશક, રંગકર્મી અને રંગશિલ્પી. તેઓ નવલકથાકાર, વાર્તાકાર, ચરિત્રકાર તથા વિવેચક પણ હતા. પિતા શિવસેવક લાલ, માતા મૂંગામોતી. માતા ધાર્મિક પ્રકૃતિ ધરાવતાં. બી.એ.ની ડિગ્રી અલ્લાહાબાદ યુનિવર્સિટીમાંથી મેળવી. 1950માં હિંદી વિષય સાથે એમ.એ. થયા.…

વધુ વાંચો >

લાલા શ્રીનિવાસદાસ

લાલા શ્રીનિવાસદાસ (જ. 1850, દિલ્હી; અ. 1887) : ભારતેન્દુ યુગના એક સમર્થ સર્જક. એમના બાપુજી મથુરાના એક જાણીતા શેઠની દિલ્હીની પેઢીમાં પ્રમુખ ગુમાસ્તા તરીકે સેવાઓ આપતા હતા. શ્રીનિવાસદાસ ઉચ્ચ કોટિની સર્જક-પ્રતિભા ધરાવતા હતા. એમની નવલકથા ‘પરીક્ષા ગુરુ’(ઈ. સ. 1882)નું હિંદીમાં ઐતિહાસિક મહત્વ છે. આચાર્ય રામચંદ્ર શુક્લે એને પશ્ચિમના સ્વરૂપની હિંદીની…

વધુ વાંચો >

લુધિયાનવી, સાહિર

લુધિયાનવી, સાહિર (જ. 1921, લુધિયાણા, પંજાબ; અ. 25 ઑક્ટોબર 1980, મુંબઈ) : હિન્દી તથા ઉર્દૂ ભાષાના પ્રગતિશીલ કવિ તથા ચલચિત્રોના ગીતકાર. મૂળ નામ અબ્દુલ હાયી. શિક્ષણ લુધિયાણામાં લીધું. નાની વયથી કવિતામાં રુચિ જાગતાં પોતે પણ કવિતા કરતા થયા. યુવાન વયે, 1945માં તેમનો પહેલો કાવ્યસંગ્રહ ‘તલ્ખિયાં’ પ્રગટ થયો. ‘ગાતા જાયે, બનજારા’…

વધુ વાંચો >

લોધા, કે. એમ.

લોધા, કે. એમ. (જ. 28 સપ્ટેમ્બર 1921, જોધપુર, રાજસ્થાન) : હિંદી વિવેચક અને નિબંધકાર. તેમણે અલ્લાહાબાદ યુનિવર્સિટીમાંથી એમ.એ.ની પદવી મેળવી. તેઓ હિંદીના પ્રાધ્યાપકપદેથી નિવૃત્ત થયા. તેઓ કોલકાતા યુનિવર્સિટીના હિંદી વિભાગના પ્રાધ્યાપક અને વડા; જોધપુર યુનિવર્સિટીમાં વાઇસ-ચાન્સેલર; રાજસ્થાન હિંદી ગ્રંથ અકાદમીના નિયામક; કવિ, નાટ્યકાર, નિબંધકાર, સંપાદક, નવલકથાકાર સંસ્થા(પ.બં.)ના પ્રમુખ, એશિયાટિક સોસાયટી-કોલકાતાના…

વધુ વાંચો >

વજાહત, અસ્ઘર

વજાહત, અસ્ઘર (જ. 5 જુલાઈ 1946, ફતેહપુર, ઉત્તરપ્રદેશ) : હિંદી નાટ્યકાર અને કથાસાહિત્યના લેખક. તેમણે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી હિંદીમાં એમ. એ. અને તે જ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની ડિગ્રી મેળવી. તેમણે નવી દિલ્હીની  જામિયા મિલિયા ઇસ્માલિયા અને જે. એન. યુનિવર્સિટીમાં હિંદીના સહાયક પ્રાધ્યાપક તરીકે કામગીરી કરી. 1980-83 દરમિયાન જે. એન. યુનિવર્સિટી ખાતે…

વધુ વાંચો >

વત્સ, રાકેશ

વત્સ, રાકેશ (જ. 13 ઑક્ટોબર 1941, નાભા, જિ. પતિયાળા, પંજાબ) : હિંદી લેખક. તેમણે એમ.એ.ની પદવી મેળવ્યા બાદ અધ્યાપન તેમજ લેખનકાર્ય કર્યું. તેમણે તેમની માતૃભાષા પંજાબી હોવા છતાં અત્યાર સુધીમાં હિંદીમાં 16 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘જંગલ કે આસપાસ’ (1982); ‘સપનરાગ’ (1987); ‘નારદંશ’ (1994) એ લોકપ્રિય નવલકથાઓ છે. ‘અતિરિક્ત’ (1972);…

વધુ વાંચો >