Gujarati literature

મહેતા, મણિભાઈ જશભાઈ

મહેતા, મણિભાઈ જશભાઈ (જ. 1844, નડિયાદ; અ. 1900, પેટલાદ) : કચ્છ તથા વડોદરા રાજ્યના દીવાન. પિતા જશભાઈ હરિભાઈ મહેતા લોકપ્રિય ફોજદાર હતા. માતા ગંગાબા કુશળ ગૃહિણી હતાં. તેમના ભક્તિભાવના સંસ્કારોએ બાળક મણિભાઈને પ્રભાવિત કર્યા. મહુધા, નડિયાદ અને પેટલાદમાં અભ્યાસ કરીને મૅટ્રિક થયા. 18 વર્ષની વયે પોતાની જ શાળામાં મદદનીશ શિક્ષક…

વધુ વાંચો >

મહેતા, માનશંકર પીતાંબરદાસ

મહેતા, માનશંકર પીતાંબરદાસ (જ. 21 માર્ચ 1863, સાવરકુંડલા, જિ. ભાવનગર; અ. 16 ઑગસ્ટ 1937, ભાવનગર) : ગુજરાતી સાહિત્યકાર. જન્મ વડનગરા નાગર જ્ઞાતિમાં પીતાંબરદાસ બાપુભાઈ મહેતાને ત્યાં થયો. માતાનું નામ ઉમેદકુંવર. નવ વર્ષની વયે, 1872માં ઇચ્છાલક્ષ્મી સાથે ભાવનગરમાં જ લગ્ન થયું. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ ભાવનગરમાં પતાવી 1884માં મૅટ્રિક થયા. પ્રારંભે તે તેજસ્વી…

વધુ વાંચો >

મહેતા, મોહનલાલ

મહેતા, મોહનલાલ : જુઓ સોપાન

વધુ વાંચો >

મહેતા, યશવંત દેવશંકર

મહેતા, યશવંત દેવશંકર (જ. 19 જૂન 1938, લીલાપુર, જિ. સુરેન્દ્રનગર) : બાલસાહિત્યકાર, નવલકથાકાર, અનુવાદક અને પત્રકાર. 1957માં મૅટ્રિક. 1961માં અર્થશાસ્ત્ર-આંકડાશાસ્ત્ર વિષયો સાથે બી.એ. તેમણે 10 વર્ષ સુધી ‘ઝગમગ’નું, 10 વર્ષ સુધી ‘શ્રી’નું અને 5 વર્ષ ‘શ્રીરંગ’નું સંપાદન કરેલું. 30 વર્ષની નોકરી બાદ હવે માત્ર લેખનકાર્ય. 1972થી ‘ગૂર્જર ગ્રંથરત્ન’ માં સંપાદનકાર્યમાં…

વધુ વાંચો >

મહેતા, યશોધર નર્મદાશંકર

મહેતા, યશોધર નર્મદાશંકર (જ. 24 ઑગસ્ટ 1909, અમદાવાદ; અ. 29 જૂન 1989, અમદાવાદ) : ગુજરાતી નાટ્યકાર, નવલકથાકાર અને નિબંધકાર. વતન અમદાવાદ. ઇતિહાસ અને અર્થશાસ્ત્રના વિષયો સાથે 1932માં ગુજરાત કૉલેજમાંથી બી.એ.. 1940માં લંડનમાંથી બાર-ઍટ-લૉ થયા. વકીલાતનો વ્યવસાય. ભારત સરકાર અને ગુજરાત સરકારના જુદા જુદા કાયદા-કમિશનોના સભ્યપદે અને અધ્યક્ષપદે રહેલા. તેમણે લખેલાં…

વધુ વાંચો >

મહેતા, રણજિતરામ વાવાભાઈ

મહેતા, રણજિતરામ વાવાભાઈ (જ. 25 ઑક્ટોબર 1881, સૂરત; અ. 5 મે 1917, મુંબઈ) : ગુજરાતની અસ્મિતાના ઉદગાતા, સાહિત્યકાર. શિક્ષણ અમદાવાદમાં. ગુજરાત કૉલેજમાંથી બી. એ. થયા. ત્યાં થોડો સમય ફેલો રહ્યા. ઉમરેઠમાં હાઈસ્કૂલના આચાર્ય. શૈક્ષણિક કારકિર્દીના આરંભકાળથી જ ગુજરાતી સાહિત્ય, ગુજરાતનો ઇતિહાસ, લોકસાહિત્ય આદિમાં જીવંત રસ હતો. ઇતિહાસમાં તેઓ નિપુણ હતા.…

વધુ વાંચો >

મહેતા, રસિક હાથીભાઈ

મહેતા, રસિક હાથીભાઈ (જ. 11 નવેમ્બર 1932, લાકડિયા, કચ્છ) : વીસમી સદીના સાઠ અને સિત્તેરના દાયકાના મહત્વના લોકપ્રિય સાહિત્યકાર–નવલકથાકાર–વાર્તાકાર. વતની ભુજના. અભ્યાસ ત્રણ ધોરણ સુધીનો. વ્યવસાય લેખનનો. વ્યવસાય માટે પચાસના દાયકાની અધવચ્ચે મુંબઈ પહોંચ્યા. ‘ચેત મછંદર’ સાપ્તાહિકમાં પત્રકાર તરીકે 1956માં જોડાયા. ‘ચેત મછંદર’ દેશી રજવાડાંઓના શાસકોની નબળાઈઓ છતી કરતું તથા…

વધુ વાંચો >

મહેતા, વિનાયક નંદશંકર

મહેતા, વિનાયક નંદશંકર (જ. 3 જૂન 1883, સૂરત; અ. 27 જાન્યુઆરી 1940, પ્રયાગ) : ગુજરાતી નાટ્યકાર – લેખક. વતન માંડવી (કચ્છ). પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વડોદરા અને સૂરતમાં પૂર્ણ કરી ઉચ્ચ અભ્યાસ માટે મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાં જોડાયા અને જીવશાસ્ત્રના વિષય સાથે પ્રથમ વર્ગમાં બી.એ.(1902)ની પરીક્ષા પાસ કરી. યુનિવર્સિટીની પરીક્ષાઓમાં તે…

વધુ વાંચો >

મહેતા, વેદ

મહેતા, વેદ (જ. 21 માર્ચ 1934, લાહોર અ. 9 જાન્યુઆરી 2021, મેનહટ્ટન, ન્યૂયૉર્ક) : ભારતીય મૂળના અમેરિકામાં વસતા પત્રકાર, નિબંધ લેખક, જીવનચરિત્રકાર તથા આત્મકથાલેખક. પંજાબી હિંદુ પરિવારમાં જન્મ. પિતા અમોલક રામ મહેતા અને માતા શાંતિ મહેતા. પિતા ભારત સરકારના વરિષ્ઠ જાહેર આરોગ્ય અધિકારી હતા. 3 વર્ષની ઉંમરે સેરેબ્રોસ્પાઇનલ મેનિન્જાઇટિસને કારણે વેદે…

વધુ વાંચો >

મહેતા, સત્યેન્દ્ર સાંકળેશ્વર

મહેતા, સત્યેન્દ્ર સાંકળેશ્વર (જ. 1892, અમદાવાદ) : નવલકથાકાર. મૂળ બારેજાના વતની. માતા રેવાબાઈ, પિતા સાંકળેશ્વર. ગુજરાતીનો અભ્યાસ પૂરો કરી તેઓ અંગ્રેજી શાળામાં જોડાયા પણ છઠ્ઠા ધોરણથી આગળ વધી શક્યા નહિ. શિક્ષણ ભલે થોડું, પણ એક સર્જક તરીકે તેમની શક્તિ યુવાકાળમાં જ પ્રગટ થવા માંડી હતી. એમને નવલકથાનું ક્ષેત્ર વિશેષપણે અનુકૂળ…

વધુ વાંચો >