Gujarati literature
પતીલ (મગનલાલ ભૂધરભાઈ પટેલ)
પતીલ (મગનલાલ ભૂધરભાઈ પટેલ) (જ. 8 ઑગસ્ટ 1906, અંકલેશ્વર; અ. 18 માર્ચ 1970, વડોદરા) : ‘ઇક્લેસરી’, ‘ધૂન ધૂન’, ‘જયસેના’, ‘નીલપદ્મ’, ‘યશોબાલા’, ‘સ્નેહનંદન’, ‘સ્નેહનૈયા’ અન્ય ઉપનામો. વતન અંકલેશ્વરમાં પ્રાથમિક માધ્યમિક શિક્ષણ પૂરું કરી મહેસૂલ તથા કેળવણી ખાતામાં નોકરી કરી. 1946થી 1948 સુધી ‘ગુજરાત’ દૈનિકના સાહિત્યવિભાગનું સંપાદનકાર્ય કર્યું. નર્મદા વિશેનું તેમનું પ્રથમ…
વધુ વાંચો >પદ્મનાભ
પદ્મનાભ (1456માં હયાત) : મધ્યકાલીન ગુજરાતી કવિ. ઇતિહાસનો આધાર લઈને ગુજરાતી ભાષામાં રચાયેલાં કાવ્ય ઓછાં મળે છે. એમાં પણ જૈનેતર કવિઓએ લખેલાં તો થોડાં જ મળે છે. શ્રીધર વ્યાસના ‘રણમલ્લ છંદ’ પછી ગુજરાતી ભાષાના મધ્યકાલીન સ્વરૂપને સંપૂર્ણ રીતે સાચવી રાખતું તેમજ ઇતિહાસની કેટલીક વિગતોને બરોબર નોંધી રાખતું અને સાથોસાથ તત્કાલીન…
વધુ વાંચો >પરમાર, જયમલ્લભાઈ પ્રાગજીભાઈ
પરમાર, જયમલ્લભાઈ પ્રાગજીભાઈ (જ. 6 નવેમ્બર 1910, વાંકાનેર; અ. 21 જૂન 1991, રાજકોટ) : ગુજરાતના એક સ્વાતંત્ર્યસેનાની અને લેખક. પત્રકાર, નવલકથાકાર, નાટ્યલેખક તેમજ લોકસાહિત્યના સંપાદક, સંશોધક અને વિવેચક. પિતા પ્રાગજીભાઈ ત્રણ ગામના તાલુકદાર. પિતાનું અવસાન થતાં મોસાળ(મોરબી)માં ઊછર્યા. અભ્યાસ છ ધોરણ સુધી. અગિયાર વર્ષ પછી એક દાયકો રઝળપાટમાં ગાળ્યો અને…
વધુ વાંચો >પરમાર, દેશળજી કહાનજી
પરમાર, દેશળજી કહાનજી (જ. 13 જાન્યુઆરી 1894, સરદારગઢ; અ. 12 ફેબ્રુઆરી 1966, ગોંડલ) : ગુજરાતી કવિ. ગણોદ(તા. ગોંડલ)ના વતની. 1912માં મૅટ્રિક. 1916માં ભાવનગરની શામળદાસ કૉલેજમાંથી બી.એ.. કાયદાના વધુ અભ્યાસાર્થે મુંબઈ ગયા, પણ 1918માં અભ્યાસ અધૂરો છોડી ગોંડલમાં શિક્ષક તરીકે નોકરી સ્વીકારી. 1922માં અમદાવાદની વનિતાવિશ્રામ શાળામાં શિક્ષક તરીકે આવ્યા. એ દરમિયાન…
વધુ વાંચો >પરિત્રાણ (1967)
પરિત્રાણ (1967) : ગુજરાતી ત્રિઅંકી નાટક. લેખક મનુભાઈ પંચોળી ‘દર્શક’. મહાભારતના ઉદ્યોગપર્વ, દ્રોણપર્વ અને આશ્રમવાસિક પર્વમાંથી કથાવસ્તુ લઈને દર્શકે પોતાની જીવનદૃષ્ટિ પ્રમાણે તેમાં જરૂરી ફેરફારો કરી તેને નાટ્ય રૂપ આપ્યું છે. દ્યૂતમાં પરાજિત થયા બાદ પાંડવો 13 વર્ષનો આકરો વનવાસ સહન કરીને વિરાટનગરમાં પ્રગટ થાય છે અને કૌરવો પાસે પોતાના…
વધુ વાંચો >પરીખ, ધીરુ
પરીખ, ધીરુ (ભાઈ) (જ. 31 ઑગસ્ટ, 1933, વીરમગામ; અ. 9 મે, 2021, અમદાવાદ) : ગુજરાતી સાહિત્યકાર અને સાહિત્યિક પત્રકાર. પિતાનું નામ ઈશ્વરલાલ, જેઓ ગાંધીવાદી વિચારસરણીને વરેલા હતા અને વીરમગામમાં ડૉક્ટરનો વ્યવસાય કરતા હતા. તેમણે આઝાદીની લડતમાં પણ ભાગ લીધો હતો. માતાનું નામ ડાહીબહેન. પત્ની કમળાબહેન અમદાવાદની એલ. ડી. આર્ટ્સ કૉલેજમાં…
વધુ વાંચો >પરીખ, પ્રિયકાન્ત કાન્તિલાલ
પરીખ, પ્રિયકાન્ત કાન્તિલાલ (જ. 1 જાન્યુઆરી 1937, રાજપીપળા, જિ. નર્મદા; અ. 2 ઑક્ટોબર 2011, વડોદરા) : ગુજરાતી નવલકથાકાર અને વાર્તાકાર. માતાનું નામ ગજરાબા. 1957માં બી.એ., 1960માં એમ.એ. તથા 1980માં એમ.ફિલ.. મુંબઈની જી. ટી. હાઈસ્કૂલથી શરૂ કરી, હાલોલ, ડભોઈ વગેરે સ્થળોએ શિક્ષક તરીકે સેવા બજાવી. 1961થી 1969 દરમિયાન સંખેડા, ગોધરા, રાજપીપળા,…
વધુ વાંચો >પરીખ, મુકુન્દ ભાઈલાલ
પરીખ, મુકુન્દ ભાઈલાલ (જ. 26 જાન્યુઆરી 1934, નદીસર, જિ. પંચમહાલ) : ગુજરાતના નવલકથાકાર, વાર્તાકાર, એકાંકીકાર અને કવિ. તેમણે પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ વાડાસિનોર(બાલાસિનોર)માં લીધું. 1957માં અર્થશાસ્ત્ર વિષય સાથે બી.એ. અને 1980માં એલએલ.બી.ની ડિગ્રી મેળવી. 1954થી 1980 દરમિયાન પ્રૉવિડંટ ફંડ કમિશનરની કચેરીમાં કામગીરી કરી. 1981થી ખાસ કરીને મજૂર-કાયદાઓ વિશે વકીલાતનો વ્યવસાય…
વધુ વાંચો >પરીખ, રસિકલાલ છોટાલાલ
પરીખ, રસિકલાલ છોટાલાલ (જ. 20 ઑગસ્ટ, 1897, સાદરા; અ. 1 નવેમ્બર, 1982, અમદાવાદ) : કવિ, નાટ્યલેખક, બહુશ્રુત વિદ્વાન, ઇતિહાસવિદ સંશોધક, વિવેચક, અનુવાદક અને સંપાદક. ઉપનામ ‘મૂસિકાર’ અને ‘સંજય’. એમણે પ્રાથમિક શિક્ષણ સાદરામાં, માધ્યમિક શિક્ષણ અમદાવાદની પ્રોપ્રાયટરી હાઈસ્કૂલમાં અને ઉચ્ચ શિક્ષણ પુણેની ફર્ગ્યુસન કૉલેજમાં લીધેલું. કૉલેજમાં તેમણે સંસ્કૃત નાટક તેમ જ…
વધુ વાંચો >પર્યાયકોશ
પર્યાયકોશ : શબ્દકોશનો એક પ્રકાર. તેમાં શબ્દોના પર્યાય આપવામાં આવે છે. સામાન્ય શબ્દકોશમાં કોશની યોજના પ્રમાણે અકારાદિ ક્રમથી પદોના અર્થ નોંધવામાં આવે છે. પર્યાયકોશ એવી શબ્દસૂચિ છે, જેમાં અકારાદિ ક્રમને નહિ પણ અર્થ કે વિભાવનાને અનુસરીને સમાન ક્ષેત્રના શબ્દો એકત્ર કરવામાં આવે છે. જરૂર પ્રમાણે તેમાં ઉપજૂથો પણ રચવામાં આવે…
વધુ વાંચો >