Geology

હેસ હેરી હેમંડ

હેસ, હેરી હેમંડ (જ. 24 મે 1906; અ. ઑગસ્ટ 1969) : આગળ પડતો અમેરિકન ભૂસ્તરશાસ્ત્રી, ભૂભૌતિકશાસ્ત્રી, ખનિજશાસ્ત્રી, ખડકવિદ અને મહાસાગરવેત્તા. યુ.એસ.ના નેવલ રિઝર્વમાં તેમણે રિઅર ઍડ્મિરલ તરીકે પણ સેવાઓ આપેલી. ખંડીય પ્રવહનના સિદ્ધાંત અને ભૂતકતી સંચલનની સંકલ્પનામાં આપેલાં પ્રદાનો માટે તેઓ વધુ જાણીતા છે. આ ઉપરાંત, કેરિબિયન વિસ્તારમાં અધોદરિયાઈ નૌકાયાનોને…

વધુ વાંચો >

હોમ્સ આર્થર

હોમ્સ, આર્થર (જ. 14 જાન્યુઆરી 1890, હેબ્બર્ન, ડરહામ, ઇંગ્લૅન્ડ; અ. 20 સપ્ટેમ્બર 1965, લંડન) : અંગ્રેજ ભૂસ્તરશાસ્ત્રી. તેઓ સામાન્ય ભૂસ્તરશાસ્ત્ર, ખનિજવિદ્યા, ભૂભૌતિકશાસ્ત્ર તેમજ ભૂપૃષ્ઠ આકારિકી વિજ્ઞાન માટે જાણીતા છે. તેમણે કિરણોત્સારી માપન-પદ્ધતિથી ખડકોનાં વયનિર્ધારણ કરવાની પદ્ધતિ વિકસાવેલી. 1913માં તેમણે સર્વપ્રથમ વાર માત્રાત્મક ભૂસ્તરીય પદ્ધતિથી ખડકોનું વયનિર્ધારણ કરી શકાતું હોવાનું સૂચન…

વધુ વાંચો >

હોયેન (Hauyne)

હોયેન (Hauyne) : સોડાલાઇટ સમૂહનું ખનિજ. અસંતૃપ્ત ખનિજો પૈકીનું એક. રાસા. બં. : (Na·Ca)4–8 Al6Si6O24(SO4)1–2. સ્ફ. વર્ગ : ક્યુબિક. સ્ફ. સ્વરૂપ : સ્ફટિકો મોટે ભાગે ડોડેકાહેડ્રલ અથવા ઑક્ટાહેડ્રલ; સામાન્ય રીતે ગોળાકાર દાણા રૂપે મળે. યુગ્મતા (111) ફલક પર; આંતરગૂંથણી યુગ્મો પણ મળે; સંપર્ક યુગ્મો કે પડ યુગ્મો પણ મળે. દેખાવ…

વધુ વાંચો >

હૉર્નફેલ્સ (Hornfels)

હૉર્નફેલ્સ (Hornfels) : વિકૃત ખડકનો એક પ્રકાર. સંસર્ગવિકૃતિ કે ઉષ્ણતાવિકૃતિ દ્વારા બનેલો સૂક્ષ્મ દાણાદારથી મધ્યમ દાણાદાર, ગ્રૅન્યુલોઝ સંરચનાવાળો, પણ શિસ્ટોઝ સંરચનાવિહીન વિકૃત ખડક. આ પ્રકારના ખડકમાં વિકૃતિ દ્વારા ઉદભવતાં સંભેદ કે સમાંતર ખનિજ-ગોઠવણી હોતી નથી. તેમાં સંભવત: મોટા પરિમાણવાળા સ્ફટિકો–પૉર્ફિરોબ્લાસ્ટ કે મૂળ ખડકના અવશિષ્ટ મહાસ્ફટિકો હોઈ શકે. મૂળ માતૃખડકમાંનું નિક્ષેપક્રિયાત્મક…

વધુ વાંચો >

હૉર્નબ્લેન્ડ

હૉર્નબ્લેન્ડ : એમ્ફિબોલ વર્ગનું અગત્યનું ખનિજ. આયનોસિલિકેટ. રાસા. બં. : (Ca, Na, K)2–3 (Mg, Fe2+, Fe3+, Al)5 (Si, Al)8 O22 (OH)2. સ્ફ. વર્ગ : મોનોક્લિનિક. સ્ફ. સ્વ. : સ્ફટિકો લાંબાથી ટૂંકા પ્રિઝમેટિક. આડછેદમાં ષટકોણીય દેખાય, ઊભા છેદમાં ર્હોમ્બોહેડ્રલ છેડાવાળા. દળદાર પણ મળે; ઘનિષ્ઠ, દાણાદાર, સ્તંભાકાર, પતરી કે રેસાદાર પણ હોય.…

વધુ વાંચો >

હૉર્સ્ટ (સ્તરભંગજન્ય ઉત્ખંડ)

હૉર્સ્ટ (સ્તરભંગજન્ય ઉત્ખંડ) : સ્તરભંગને કારણે સરકવાથી રચાતો ભૂમિભાગ. પૃથ્વીના પોપડાના કોઈ પણ ભાગમાં તનાવનાં પ્રતિબળોને કારણે જ્યારે ઓછામાં ઓછા બે લગભગ સમાંતર સ્તરભંગ ઉદભવે, જેમાં વચ્ચેનો ભાગ ઉપર તરફ ઊંચકાઈ આવે અને બાજુઓના ભાગ સ્થાયી રહે અથવા વચ્ચેનો ભાગ સ્થાયી રહે અને બાજુઓના ભાગ નીચે તરફ સરકીને દબાતા જાય…

વધુ વાંચો >

હૉલ જેમ્સ

હૉલ, જેમ્સ (જ. 1811; અ. 1898) : અમેરિકી ભૂસ્તરશાસ્ત્રી. અમુક સમયગાળા માટે તેમણે ન્યૂયૉર્ક સ્ટેટ જિયૉલૉજિકલ સર્વેના વડા તરીકે સેવાઓ આપેલી. તેમણે તેમની જિંદગીનાં 62 વર્ષ યુનાઇટેડ સ્ટેટ્સના સમગ્ર વિસ્તારમાં આવેલ કોલસાના થરો હેઠળ જળવાયેલા બધા જ જીવાવશેષોનો સંગ્રહ તૈયાર કરવામાં ગાળેલાં. જિંદગીનાં આ મહામૂલાં વર્ષો આ કાર્ય પાછળ વિતાવ્યાં…

વધુ વાંચો >

હૉલૅન્ડાઇટ

હૉલૅન્ડાઇટ : મૅંગેનીઝનું ખનિજ. રાસા. બં. : Ba(Mn2+, Mn4+, Fe3+)8O16. સ્ફટિક વર્ગ : મૉનોક્લિનિક. સ્ફટિક-સ્વરૂપ : સ્ફટિકો ટૂંકા પ્રિઝમ સ્વરૂપવાળા, બંને છેડે ચપટા પિરામિડવાળા. મોટે ભાગે દળદાર; રેસાદાર. ક્યારેક કાંકરીઓ જેવા પણ મળે. કઠિનતા : 6. ઘનતા : 4.95. સંભેદ : પ્રિઝમને સમાંતર, સ્પષ્ટ. પ્રભંગ : બરડ. રંગ : કાળો,…

વધુ વાંચો >

હૉસમેન્નાઇટ

હૉસમેન્નાઇટ : મૅંગેનીઝનું ખનિજ. રાસા. બં. : Mn2+2Mn+4O4. સ્ફટિક વર્ગ : ટેટ્રાગોનલ. સ્ફટિક સ્વરૂપ : સ્ફટિકો સ્યૂડો-ઑક્ટાહેડ્રલ. અન્યોન્ય ચોંટેલા દાણાદાર જથ્થા રૂપે. યુગ્મતા (112) ફલક પર સામાન્ય, પાંચ યુગ્મપટ્ટીઓમાં આવર્તિત; પર્ણાકાર યુગ્મો પણ મળે. કઠિનતા : 5.5. ઘનતા : 4.84. સંભેદ : (001) પર પૂર્ણ, (112) પર તેમજ (011) પર…

વધુ વાંચો >

હ્યુલેન્ડાઇનટ (heulandite)

હ્યુલેન્ડાઇનટ (heulandite) : ઝિયોલાઇટ વર્ગનું ખનિજ. રાસા. બં. : (Ca, Na2)Al2Si7O18·6H2O. સ્ફ. વર્ગ : મોનોક્લિનિક. સ્ફ. સ્વ. : સ્ફટિકો ટ્રેપેઝોઇડલ, મેજઆકાર(010)ને સમાંતર, જૂથમાં મળતા સ્ફટિકો ક્યારેક ઓછા સમાંતર; દળદાર અને દાણાદાર પણ મળે. પારદર્શકથી પારભાસક. સંભેદ : પૂર્ણ (010) ફલક પર. પ્રભંગ : ખરબચડો, બરડ. ચમક : કાચમય; (010) ફલક…

વધુ વાંચો >