Geography

ચેરાપુંજી

ચેરાપુંજી : ઈશાન ભારતના મેઘાલય રાજ્યમાં પૂર્વ ખાસી ટેકરીઓ નામના જિલ્લામાં આવેલું ભારે વરસાદ માટે પંકાયેલું નગર. તે મેઘાલયના પાટનગર શિલોંગથી 55 કિમી. વાયવ્યે આવેલું છે. દુનિયામાં સૌથી વધુ વરસાદ મેળવતાં સ્થળો પૈકી તેનું બીજું સ્થાન છે. અહીં સરાસરી વાર્ષિક 11,430 મિમી. વરસાદ પડે છે. બંગાળના ઉપસાગર ઉપરથી વાતા નૈર્ઋત્યના…

વધુ વાંચો >

ચેર્સ્કોગો પર્વતમાળા

ચેર્સ્કોગો પર્વતમાળા : સોવિયેટ રશિયાના પૂર્વ તરફના યાકુત તથા મેગાદાન વહીવટી વિભાગમાં આશરે 55° 10’ ઉ. અક્ષાંશવૃત્ત તથા 108° 52’ પૂ. રેખાંશવૃત્ત પર આવેલી પર્વતમાળા. તે પશ્ચિમે વર્ખોયાન્સ્ક પર્વતમાળા સાથે જોડાયેલી છે. આ હારમાળા, વાયવ્યથી અગ્નિ દિશામાં આશરે 1000 કિમી. લાંબી છે. આમ છતાં, ઘસારાનાં પરિબળોને લીધે તે અનેક જગ્યાએ…

વધુ વાંચો >

ચેલ્યાબિન્સ્ક

ચેલ્યાબિન્સ્ક : સોવિયેટ રશિયાનું એક મોટું ઔદ્યોગિક નગર, જે તે જ નામનું વહીવટી મથક છે. આશરે 87,900 ચોકિમી.ના ક્ષેત્રફળને આવરતો ચેલ્યાબિન્સ્ક વહીવટી વિભાગ, યુરલ પર્વતના પૂર્વ પડખેથી શરૂ થઈ છેક પૂર્વમાં પ. સાઇબીરિયાના મેદાન સુધી વિસ્તરેલો છે. તેના ઊંચા પર્વતીય ભાગો દેવદાર, ફર, સ્પ્રૂસ અને બર્ચનાં શંકુદ્રુમ જંગલોથી ઢંકાયેલા છે.…

વધુ વાંચો >

ચેવિયટ ટેકરીઓ

ચેવિયટ ટેકરીઓ : ઇંગ્લૅન્ડ અને સ્કૉટલૅન્ડ વચ્ચેની સીમારૂપ 50 કિમી. લંબાઈનો ટેકરી-વિસ્તાર. તે આશરે 55° 24’ ઉ. અક્ષાંશવૃત્ત અને 2° 20’ પૂ. રેખાંશવૃત્ત પર આવેલો છે. તેનો પૂર્વ ભાગ પ્રાચીન જ્વાળામુખી ખડકોથી રચાયેલો છે અને સમુદ્રસપાટીથી આશરે 816 મી.ની ઊંચાઈએ પહોંચે છે. આ ટેકરીઓ સીધા ઢોળાવવાળી, ગોળાકાર અને લગભગ વેરાન…

વધુ વાંચો >

ચેસવિક ઉપસાગર

ચેસવિક ઉપસાગર : યુ.એસ.ના પૂર્વ કિનારાના નીચા ભાગોમાં બનેલા ખાંચામાં ઍટલૅન્ટિક મહાસાગરના ભાગરૂપ વિશાળ ઉપસાગર. ભૌગોલિક સ્થાન : તે 35° ઉ. અ. અને 76° પ. રે. છે. તે યુ.એસ.નાં મૅરીલૅન્ડ અને વર્જિનિયા રાજ્યોને સ્પર્શે છે. તેના પૂર્વ ભાગમાં ડેલમાર્વા દ્વીપકલ્પ આવેલો છે. આ ઉપસાગર આશરે 300 કિમી. લાંબો અને 5થી…

વધુ વાંચો >

ચેંગદુ

ચેંગદુ : મધ્ય નૈર્ઋત્ય ચીનના સિચુઆન (Sichuan) પ્રાંતનું પાટનગર. આ ઔદ્યોગિક નગર આશરે 30° 37’ ઉ. અ. તથા 104° 06’ પૂ. રે. પર આવેલું છે. વિસ્તાર : 4,87,000 ચોકિમી.. તે ચીનનું એક સૌથી પ્રાચીન ગણાતું શહેર છે. તેની સ્થાપના ઈ. પૂ. 200માં થઈ હતી. તે વખતે તે ઝોઉ રાજવંશનું પાટનગર…

વધુ વાંચો >

ચેંગલપટુ (ચિંગલીપુટ)

ચેંગલપટુ (ચિંગલીપુટ) : તામિલનાડુ રાજ્યના ચેન્નાઈ જિલ્લાનું શહેર. 12° 30’ ઉ. અ. અને 79° 50’ પૂ. રે. પર તામિલનાડુ રાજ્યના ઉત્તર તરફના પૂર્વ ભાગમાં આવેલું છે. તામિલનાડુના પાટનગર ચેન્નાઈથી નૈર્ઋત્ય દિશામાં 60 કિમી. દૂર છે. ચેન્નાઈ અને પુદુચેરી રેલમાર્ગ પરનું એક મથક છે. તે સમુદ્રકિનારાથી આંતરિક ભાગમાં 40 કિમી. દૂર…

વધુ વાંચો >

ચોટીલા

ચોટીલા : સુરેન્દ્રનગર જિલ્લાનો એક તાલુકો અને તાલુકામથક. આ તાલુકામાં ચોટીલા અને થાન બે શહેરો અને 112 ગામો આવેલાં છે. થાનગઢ તાલુકાનું વહીવટીમથક છે. ચોટીલાનો પ્રદેશ પાંચાલ તરીકે ઓળખાય છે. ચોટીલા ગામ મૂળીના જગાસિયા પરમાર પાસેથી કાઠીઓએ જીતી લઈ તેના ચાર ટીલા કે ભાગ પાડ્યા હતા. તે ઉપરથી ચોટીલા નામ…

વધુ વાંચો >

ચોરવાડ

ચોરવાડ : જૂનાગઢ જિલ્લામાં અરબી સમુદ્રના કિનારે માંગરોળની પાસે દરિયાકિનારે વિકાસ પામેલું વિહારધામ. 21° 01’ ઉત્તર અક્ષાંશ અને 70° 02’ પૂર્વ રેખાંશ પર ગુજરાતની પશ્ચિમ બાજુએ અરબી સમુદ્રકિનારા પર તે આવેલું છે. સોમનાથથી 25 કિમી. અને જૂનાગઢથી 60 કિમી. દૂર છે. અમદાવાદથી 400 કિમી.ના અંતરે છે. જાન્યુઆરી મહિનામાં સરેરાશ તાપમાન…

વધુ વાંચો >

ચોવીસ પરગણાં

ચોવીસ પરગણાં : પશ્ચિમ બંગાળના ઓગણીસ જિલ્લાઓ છે તે પૈકી ઉત્તર અને દક્ષિણ ચોવીસ પરગણાં એમ બે જિલ્લાઓ છે. મુઘલકાળ દરમિયાન 24 પરગણાંનો એક જ વિભાગ હતો. ભૌગોલિક સ્થાન : તે 22° 15’ ઉ. અ. અને 88° 30’ પૂ. રે. પર આવેલો છે. તેની પૂર્વ દિશાએ બાંગ્લાદેશ, પશ્ચિમ દિશાએ હાવરા…

વધુ વાંચો >